News of Friday, 3rd October 2025
દશેરા પર એટલા હથિયારો બતાવ્યા કે ભલભલાની આંખો ફાટી રહે
રાજા ભૈયાનું શસ્ત્ર પૂજન

પ્રતાપગઢ (ઉત્તર પ્રદેશ) તા.૩: વિજયાદશમીના પર્વને દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. આ અવસર પર લોકો પોતાના ઘરોમાં શષા-પૂજન કરે છે, તો વળી કુંડાથી ધારાસભ્ય રાજા ભૈયાએ ફરી એક વાર દશેરા પર પોતાની પરંપરાને નિભાવતા શષોની પૂજા કરી છે, જેમાં તેમણે વિદેશી અને આધુનિક હથિયારો સાથે શષ પૂજન કરતા પોતાની પરંપરાને આગળ વધારી છે.
હકીકતમાં જોઈએ તો, દશેરાના દિવસે શષા પૂજનની પરંપરા સદીઓ જૂની છે. કહેવાય છે કે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે લંકા પર વિજય મેળવતા પહેલા શષાોની પૂજા કરી હતી. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. રાજા ભૈયાએ પોતાના કુંડા સ્થિત બેંતી મહેલમાં તમામ હથિયારો સજાવીને પૂજા કરી હતી. તલવારથી લઈને આધુનિક રાઈફલ અને બંદૂકો હતી. આ તમામ શષોનું વિધિ-વિધાનથી સજાવીને માતા દુર્ગા સામે અર્પણ કર્યા હતા.
વીડિયો અને તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે બેંતી મહેલમાં સજાવેલા હથિયારો લાઈનસર રાખ્યા છે. જેના પર ફૂલ અને અક્ષત ચડાવી વિધિવત પૂજા કરવામાં આવી છે. આ દરમિયાન રાજા ભૈયાએ વિદેશી અને ખતરનાક હથિયારોના જખીરા સામે શષ પૂજન કર્યું હતું. શષ પૂજન બાદ રાજા ભૈયા અને તેમના પરિવારે સમાજની સુરક્ષા અને દેશની અખંડિતતાની કામના પણ કરી હતી.
હકીકતમાં જોઈએ તો, આ સમગ્ર ઘટનાક્રમના મૂળ રાજા ભૈયા અને તેમની પત્ની ભાનવી સિંહ વચ્ચેનો વિવાદ છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ ભાનવી સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરી ખળભળાટ મચાવી દીધો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાજા ભૈયા પાસે ગેરકાનૂની રીતે રાખેલા વિદેશી હથિયારોનો જખીરો છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે, તેમાંથી અમુક હથિયારો એવા પણ છે, જે માસ ડિસ્ટ્રક્શન એટલે કે મોટા પાયે તબાહી મચાવી શકે છે. પોતાની પત્નીના આ આરોપનો જવાબ રાજા ભૈયાએ આ વખતે તમામ હથિયારો સામે લાવીને દશેરા પર બતાવી દીધા છે. રાજા ભૈયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની પાસે જે હથિયારો છે, તે કાનૂની છે અને દશેરા પર તેની પૂજા વર્ષોથી થતી આવે છે.(૩૮.૪)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
