તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd October 2025
મેગા ફાઇનલમાં મન મુકી ઝુમતા ખેલૈયાઓઃ વિજેતા ખૈલૈયાઓ પર ઇનામોની વણઝાર પારિવારીક માહોલ વચ્ચે કલબ યુવી નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતી
વિજેતા ખલૈયાઓને ૧૨ એકટીવા, મોબાઈલ, આઈપેડ જેવા ઇનામો વણઝારઃ રાસોત્સવ ક્ષેત્રે ભકિતસભર નવરાત્રી અને પારીવારીક માહોલ કલબ યુવીની ભેટઃ મૌલેશભાઈ ઉકાણી

રાજકોટ તા.૩: ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં. કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવીના અને મેગા ફાઈનલમાં વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના ડાયરેકટરો અને સ્પોન્સર પરિવારોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.
મેગા ફાઇનલમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ જલ ગોવાણી. રીસીકા પનારા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ શ્રેય ડેડકીયા, મોકસીલ ભૂત, ચિલ્ડ્રન પ્રિન્સેસ ભકિત વાછાણી, અસીતા ડેડાણીયા, ચિલ્ડ્રન પ્રિન્સ અક્ષર વાછાણી, રીષીત વિરોજા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ જીયા માકડીયા, મિશ્રી ઘેટીયા, આયુપી અરણીયા, વેલ ડ્રેસ પ્રિન્સ જીજ્ઞેશ જાવીયા, સુમીત સોલીયા, હસ્તીન પાણ, પ્રિન્સેસ તરીકે વંશી વાછાણી, ખુશી કનેરીયા, પ્રિયંકા મકવાણા એડલ્ટ પ્રિન્સ તરીકે કર્મ ફળદુ, ટવીકલ જીવનભાઈ ભાલોડીયા, દેવલ પિન્ટુભાઈ વાછાણી, હેતલ કેતનભાઈ જાવીયા, દિપેન હસમુખભાઈ કાલરીયા, રાજ નટવરલાલ ગોવાણી, પાર્થ જયોતિભાઈ ઘેટીયા, માનસી જયંતિલાલ ઘેટીયા, ધારા રવિભાઈ ચાંગેલા, કિશા કિશોરભાઈ કાલરીયા, બ્રિજેશ અવિનાશભાઈ ઘુલેશીયા, મૌલિક ધીરૂભાઈ કાવઠીયા, યશ નરેન્દ્રકુમાર કાલાવડીયા વિજેતા બન્યા હતા. તમામ વિજેતાઓને ૧૨ એક્ટીવા તથા ગોબાઈલ, આઇપેડ તથા અન્ય ઇનામો આપી વિજેતા ખૈલેયાઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા
નવમા નોરતે કલબ ચુવીની કમીટી મેમ્બર્સની ૧૦૮ ની ટીમે માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. બાનલેબના સોનલબેન તથા મૌલેશભાઈ ઉકાણી, કલાસીક નેટવર્કના ડીમ્પલબેન તથા રિમતભાઈ કનેરીયા, એન.જે.પેન્ટર્સના ઇશીતાબેન તથા ઉત્સવભાઈ ભેંસદડીયા. રસીલાબેન તથા એમ.એમ.પટેલ, રાધેગ્રુપના શ્રેયાબેન તથા શૈલેષભાઇ માકડીયા, પામ ગ્રુપના કેતનાબેન તથા જે.ડી.કાલરીયા, શુભજીવન ગ્રુપના દિપકભાઈ ગોવાણી, જી-હિત ગ્રુપના રસીલાબેન તથા કિરીટભાઈ ઘોડાસરા, ટેરાફલો પમ્પસના કેશવીબેન તથા શન્નીભાઈ ખાચર, પાણ ગ્રુપના શોભનાબેન તથા મનસુખભાઈ પાણ એ કલબ યુવીમાં એકટીવાના સ્પોન્સર બની વિજેતા ખલૈયાઓને ઈનામો આપ્યા હતા. હાઈબોન્ડ ગ્રુપના ચાંદનીબેન તથા દર્શન વડાલીયા, ટેડરેન ગ્રુપના વૈશાલીબેન તથા પ્રફોશભાઈ રૈયાણી, કલબ યુવીના મધુબેન તથા કાંતીભાઈ ઘેટીયા, માણેક જવેલર્સના ટીવંકલબેન તથા કરણભાઈ રાણીંગા, લાડાણી એસોસીએટના ઉત્સવ લાડાણી, મહેન્દ્ર જવેલર્સના જલ્પાબેન તથા સુરજભાઈ રાણીંગા, શ્યામલ ગ્રુપના ઉર્મીબેન તથા અમીતભાઈ ત્રાંબડીયા, પાણ ગ્રુપના ગીતાબેન તથા સંજયભાઈ, ફાલ્ગુનીબેન તથા અલ્પેશભાઇ પાણ, લીયો ફલો પાઇપ્સ ગ્રુપના આશાબેન તથા હર્ષીલભાઈ, ફેવરીટો બેવરેજીસના ભરતભાઈ ખાનપરા, કટારીયા ગ્રુપના રિમલભાઈ કટારીયા, શિલ્પન ગ્રુપના ભાવિકાબેન તથા ભરતભાઈ, સાઈન રબ્બરના રીનાબેન તથા કેતનભાઈ ઢોલ, એન્જલ ગ્રુપના નીરબેન તથા ધ્રુવભાઈ આદ્રોજા, આસ્વીબેન તથા સાહીલભાઈ આદ્રોજા, સનફોર્જના આયુષીબેન તથા ખુશાલભાઈ કાલરીયા, ગોપીનાથ મોટર્સના મીનાક્ષીબેન તથા ગૌતમભાઈ મારવાણીયા, શ્રી પોલીમર્સ ગ્રુપના મિથુનભાઈ ડઢાણીયા તથા સંજયભાઈ કાલરીયા, વિનસ હોસ્પિટલના ડો. દિનાબેન તથા ડો. ઋષિકેશ ધોડાસરા, વસંત બિલ્ડર્સના માનસીબેન તથા પૂજનભાઈ ભીમાણી, ગેલેકસી સ્ટેમ્પીંગના ઘરમશીભાઈ સીતાપરા, એમકોન ગ્રુપના મનીષભાઈ ખાચર, ઘરતી હોન્ડાના યશ લાખાણી, વગેરેએ ઇનામો આપી બિરદાવ્યા હતા.
કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ હતુ કે ૧૬ વર્ષ પહેલા પાટીદાર સમાજના દિકરા દિકરીઓ સારા માહોલમાં નવરાત્રી માણે અને સાથોસાથ મા ઉમિયાની આરાધના કરે તેવા આશ્રય સાથે ક્લબ યુવી ની સ્થાપના કરાય હતી. આજ દોઢ દાયકા બાદ આજે કલબ યુવી આયોજકો ખૈલૈયાઓ અને દર્શકો માટે એક પરિવાર બન્યુ છે. તેઓએ નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરતી તથા કલબ યુવીના મહેમાન બનેલા વિવિધ સમાજના અગ્રણીઓ અધિકારીઓ અને રાજકીય આગેવાનોનો આભાર માન્યો હતો. ૧૦૦૦૦ ખેલૈયાઓ માટે તથા હજારો દર્શકો માટે નવરાત્રી યાદગાર બની રહે તેનો શ્રેય કલબ યુવીની ૧૦૮ ની ટીમને આપ્યો હતો.
અંતિમ દિવસે કક્લબ યુવીના એડવાઈઝરી ડાયરેક્ટર્સ મીલેશભાઈ ઉડાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.(૩૮.૩૬)
(3:58 PM IST)










