News of Friday, 3rd October 2025
સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાને ભેટ ચડેલાં સોના અને ચાંદીનાં ઘરેણાંની હરાજીમાંથી ૧.૧૫ કરોડની આવક

મુંબઈ, તા.૩: મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાને ચડાવાયેલાં સોના-ચાંદીનાં ઘરેણાંની દશેરાએ હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં ગણપતિની મૂર્તિઓ, લૉકેટ, સોનાના મોદક, વીંટીઓ, સોનાની ચેઇન, નેકલેસ અને અન્ય ઘરેણાં ભક્તોએ ખરીદ્યાં હતાં. આ હરાજીમાંથી મંદિરને ૧.૧૫ કરોડ રૂપિયાની આવક થઈ છે. સોનાની વસ્તુઓ સાથે ગણપતિની છાપવાળા ચાંદીના સિક્કાનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. અગાઉ ગુડીપડવાએ સોના-ચાંદીના દાગીના અને સિક્કાની હરાજી કરવામાં આવી હતી અને એમાંથી મંદિરને ૧.૩૩ કરોડ રૂપિયાની આવક થઈ હતી. જોકે સોનાના ભાવ વધતાં હરાજીમાં મુકાયેલી અમુક વસ્તુઓનું વેચાણ શકય બન્યું નહોતું.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
