<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

૧૮ વર્ષના યુવકની ૩૬ વર્ષની પત્‍નિ, બંનેએ ખરીદ્યું પોતાનું ઘર

સોશિયલ મીડિયા પર હાલ એક કપલનો વીડિયો વાયરલ

નવી દિલ્‍હી, તા.૩: સોશિયલ મીડિયાના જમાનામાં અમુક વખત એવી ખબરો સામે આવતી હોય છે. જેના વિશે જાણીને યુઝર્સ નવાઈ પામી જતા હોય છે. અમુક કપલ તો એવા જોવા મળે છે જેમની ઉંમર વચ્‍ચેનું અંતર ચર્ચાનું કેન્‍દ્ર બની જતું હોય છે. આવું એક કપલ હાલ ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યું છે. જેમાં એક ૧૮ વર્ષના યુવકને ૩૬ વર્ષની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. આ કપલે હાલ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરી જેમાં તેણે લખ્‍યું કે અમે અમારું ડ્રીમ હાઉસ ખરીદી લીધું છે.

સોશિયલ મીડિયા પર આ કપલનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે ઘર ખરીદવાની શુભકામનાઓ આપવાની સાથે લોકો બંન્નેની ઉંમર વચ્‍ચેના અંતરને લઈને પણ સવાલ કરી રહ્યા છે. લોકો આ કપલને હાલ માતા પુત્રના સંબંધ સાથે પણ સરખાવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક તેની ૧૮ વર્ષ મોટી ગર્લફ્રેન્‍ડ સાથે છે જેને તે પોતાની પત્‍ની કહી રહ્યો છે. ઉત્‍સાહિત થઈને કહે છે કે હું ૧૮ વર્ષનો છું મારી પત્‍ની ૩૬ વર્ષની છે અને અમે લોકોએ અમારું પહેલું ઘર ખરીદી લીધું છે. લેક અને જૈકી નામના આ કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પ્રેમ અને રૂપિયાને લઈને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે.

આટલી નાની ઉંમરમાં પોતાનું ઘર ખરીદવું ઘણા લોકો માટે આ એક કપલ ગોલ છે. પરંતુ ઉંમરના આ મોટી અંતરને લઈને તેમના સંબંધ પર સવાલ ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર આ કપલને કોઈ ગોલ્‍ડ ડિગર કહી રહ્યું છે તો ઘણા લોકો તેની શુગર બેબી કહીને આલોચના કરી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે રૂપિયા લગ્‍ઝરી લાઈફ માટે યુવકે તેનાથી મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કર્યા છે.

આ કપલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. આ વીડિયોને અત્‍યાર સુધીમાં ૧ કરોડથી વધારે વ્‍યૂ મળી ચૂકયા છે. સાથે જ ૨ લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. સાથે જ ૫૫૦૦ જેટલી કોમેન્‍ટ પણ લોકોએ કરી રહી છે. વીડિયોને જોઈને યુઝર્સ દ્વારા આ કપલના સંબંધોને લઈને અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.(૨૩.૨૫)

 

(4:01 PM IST)