News of Friday, 3rd October 2025
કાલે મેઘવાળ સમાજનો રાસોત્સવ
જડેશ્વર ચેરીટેબલ એન્ડ માનવ કલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે વેલવેટ પાર્ટી પ્લોટમાં

રાજકોટ તા. ૩ : જડેશ્વર ચેરીટેબલ એન્ડ માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મેઘવાળ સમાજ માટે આવતીકાલે તા. ૪ ના શનિવારે ‘બાય બાય નવરાત્રી-૨૦૨૫'નું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે મેઘવાળ સમાજ માટે આ વર્ષે સૌ પ્રથમવાર રસોત્સવનું આયોજન કરાયુ હોય જ્ઞાતિજનોમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. વેલવેટ પાર્ટી પ્લોટ, અયોધ્યા ચોક, સીનર્જી હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે આયોજીત આ રાસોત્સવમાં સમસ્ત મેઘવાળ સમાજના લોકો રાસે રમવાનો આનંદ લઇ શકશે.
કાર્યક્રમના મહેમાનોમાં સાંસદ પરષોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઇ મોકરીયા, કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.
સમગ્ર આયોજન માટે કમીટીના સર્વશ્રી રતાભાઇ પરમાર- પ્રમુખ અનુ.જાતિ મોરચો રાજકોટ શહેર ભાજપ, સંજયભાઇ બગડા- મહામંત્રી અનુ.જાતિ મોરચો, ડો. હાર્દીકભાઇ ગોહિલ- કોર્પોરેટર મહાનગરપાલીકા, મૌલિકભાઇ પરમાર- મહામંત્રી વોર્ડ નં. ૧૫ ભાજપ, દેવજીભાઇ ખીમસુરીયા- પૂર્વ કોર્પોરેટર, ઇશ્વરભાઇ જીતીયા- સદસ્ય શિક્ષણ સમિતિ, જયશ્રીબેન પ્રવિણભાઇ ચાવડા- કોર્પોરેટર વોર્ડ નં.૭, ભારતીબેન બકુલભાઇ મકવાણા- કોર્પોરેટર વોર્ડ નં. ૧૪, રણજીતભાઇ સાગઠીયા- કોર્પોરેટર વોર્ડ નં. ૧૧, વજુભાઇ લુણાસીયા- પૂર્વ મહામંત્રી, મહેશભાઇ અઘેરા- સામાજીક આગેવાન, ડી. બી. ખીમસુરીયા- પૂર્વ પ્રમુખ અનુ.જાતિ મોરચો, બકુલભાઇ મકવાાણા- દલિત આગેવાન, રાજેશભાઇ ચાવડા- એડવોકેટ, નિખિલભાઇ રાઠોડ- એડવોકેટના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વશ્રી રતાભાઇ પરમાર, સંજયભાઇ બગડા, ડો. હાર્દીકભાઇ ગોહિલ, મૌલિકભાઇ પરમાર, દેવજીભાઇ ખીમસુરીયા, જયશ્રીબેન ચાવડા, દિનેશભાઇ સોલંકી, વજુભાઇ લુણાસીયા નજરે પડે છે. (૧૬.૨)
(3:32 PM IST)










