<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

મોબાઈલ ફોન માટે મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી :સુરતના હજીરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

હત્યારાએ માત્ર હત્યા જ નહીં, પરંતુ પુરાવા છુપાવવા માટે ક્રૂરતાની હદ વટાવી: હત્યા પહેલાના આ સીસીટીવી ફૂટેજના કારણે હત્યારો પોલીસના સકંજામાં આવ્યો

સુરતના હજીરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે, પરંતુ જે કારણ સામે આવ્યું તે હૃદયદ્રાવક છે. માત્ર 5,000ની કિંમતના એક મોબાઈલ ફોન માટે મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખી હતી. હત્યારાએ માત્ર હત્યા જ નહીં, પરંતુ પુરાવા છુપાવવા માટે ક્રૂરતાની હદ વટાવી હતી. હત્યા પહેલા બન્ને મિત્ર સામાન્ય સ્થિતિમાં એકબીજા સાથે જતાં સીસીટીવીમાં કેદ પણ થયા હતા. હત્યા પહેલાના આ સીસીટીવી ફૂટેજના કારણે હત્યારો પોલીસના સકંજામાં આવ્યો હતો.

 

સુરતમાં ગત ૧૪-૦૯-૨૦૨૫ ના રોજ હજીરા ગામ જોગણી માતાના મંદિર પાસે આવેલા ખેતરમાં ઝાંડી ઝાંખરામાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવકના હાથ પગ તથા મોઢું બાંધીને બોથડ પદાર્થના ઘા મારી યુવકની હત્યા કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. આ મામલે હજીરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ રણજીત શંકર પાસવાન તરીકે થઇ હતી. જે ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લાનો વતની હતો અને સુરતના હજીરા વિસ્તારમાં રહેતો હતો. અને છૂટક મજૂરી કામ કરતો હતો. ત્યારે હજીરા પોલીસે 15 દિવસ મહેનત બાદ હત્યા નો ભેદ ઉકેલી કાઢ્યો છે.પોલીસે યુવકની હત્યા તેના મિત્ર રોહિત કેવટ નામના યુવકે કરી હતી.પોલીસે તેની બિહાર થી ધરપકડ કરી છે.

 

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મૃતક 21 વર્ષીય રણજીત શંકર પાસવાન અને આરોપી રોહિત કેવટ વચ્ચે મિત્રતા હતી. બંને વચ્ચે માત્ર 5,000ના એક મોબાઈલ ફોનને લઈને બોલાચાલી થઈ હતી. રણજીતે આવેશમાં આવીને રોહિતનો મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો. પછી રણજીત દ્વારા મોબાઈલ ફોન આપવાની વાત પણ થઈ હતી જે બાદ ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. રણજીત દ્વારા મોબાઈલ કે પૈસા આપવાની ના પાડી દેવામાં આવી હતી. જેથી ઉશ્કેરાઈ રોહિતે રણજીતની હત્યા કરી હતી.

 

મૃતક રણજીત હજીરા ગામ સુંદર નગરમાં આવેલા તારાબેન પટેલના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું અને તે પોતે ઝારખંડનો રહેવાસી હતો. રણજીત અહીં પત્ની અને બાળકો સાથે રહેતો હતો અને એક કંપનીમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ બોલાચાલી એટલી ઉગ્ર બની કે રોહિતે મિત્રતાના તમામ સંબંધોને નેવે મૂકી દીધા. આરોપી રોહિતે આવેશમાં આવીને પથ્થર મારીને મિત્ર રણજીતની કરપીણ હત્યા કરી નાખી હતી.હત્યા બાદ, ઓળખ છુપાવવા અને પુરાવા ન મળે તે માટે આરોપીએ પોતાના ગળામાં રહેલો ગમછો કાઢીને મૃતક રણજીતના હાથ અને પગ બાંધી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાનો ખુલાસો 14મી સપ્ટેમ્બરના રોજ થયો, જ્યારે હજીરા ગામમાં જોગણી માતાના મંદિર સામે આવેલા કમલભાઈ પટેલના ખેતરના ઝાડી-ઝાખરામાંથી રણજીતની લાશ મળી આવી હતી.હજીરા પોલીસે આરોપીને પકડવા માટે 'ટેકનિકલ ટ્રેકિંગ' અને 'હ્યુમન સોર્સ'ની ટીમને તૈયાર કરી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા ચાર જુદી જુદી ટીમો બનાવી હતી. આસપાસના પોલીસે ઘટનાની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો એક વ્યક્તિ ગળામાં ગમછો નાખીને મૃતક રણજીત સાથે ખેતરમાં જતો દેખાયો. આ વ્યક્તિની ઓળખ રોહિત કેવટ તરીકે થઈ, જે મૂળ બિહારના લખીસરાCCTV ફૂટેજની ચકાસણી કરી. જેમાં રોહિત રેલવે મારફતે સુરત છોડી ગયો હોવાનું સામે આવ્યું હતું. રોહિતે પોતાની પાસે ફોન ન રાખ્યો હોવા છતાં, 'યુક્તિ-પ્રયુક્તિથી' તેના પરિવારની પૂછપરછ કરી. રોહિતના ભાઈએ જણાવ્યું કે, રોહિતનો કોલ પશ્ચિમ બંગાળ રહેતા તેના નાના ભાઈ પર આવ્યો હતો, જ્યાં તેણે પૈસાની માંગણી કરી હતી.પોલીસે આ કોલના લોકેશનના આધારે ઓપરેશન પાર પાડીને અંતે હત્યારા રોહિત કુમાર કેવટને બિહારના વૈશાલી જિલ્લાના મોકામાં માંથી ઝડપી પાડ્યો હતો.

(7:59 PM IST)