તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd October 2025
ઉકાઈ ડેમ પૂર્ણતઃ સપાટી સુધી ભરાયો: જળસપાટી 345 ફૂટે પહોચી
ડેમના ઉપરવાસમાંથી 40,322 ક્યુસેક પાણીની આવક :ડેમમાંથી પાણીની જાવક પણ 40,322 ક્યુસેક:ડેમના 3 ગેટ 3 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે

સુરત : દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાના ગણાતો ઉકાઇડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. આ વર્ષે ફરીથી ઉકાઈ ડેમ પૂર્ણતઃ સપાટી સુધી ભરાયો છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 345 ફૂટે પહોચી છે. ડેમની ભયજક સપાટી 345 ફૂટની છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 40,322 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણીની જાવક પણ 40,322 ક્યુસેક છે.
હાલ ડેમના 3 ગેટ 3 ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ડેમ તેની પૂર્ણ સપાટી સુધી ભરાઈ જતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરથી સંકટ ટળ્યું છે. આવનારા દોઢ વર્ષથી વધુ સમય માટે પીવા, સિંચાઈ તેમજ ઔદ્યોગિક હેતુ માટેનો પર્યાપ્ત પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ થવાથી દક્ષિણ ગુજરાતના લોકો માટે મોટી રાહત મળી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
