<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગોંડલ આમ આદમી પાર્ટીના નિમીષા ખૂંટે ગોંડલના અંડરબ્રીજને મોતનાં કુવાની આપી ઉપમા

બે ઈંચ વરસાદથી પડતી સમસ્‍યા અંગે ફેસબુક લાઈવ થઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩: ગોંડલમાં સતત ત્રણ ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો હોય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બન્‍યુ છે. ગઇકાલ વિજ્‍યાદશમીનાં દોઢ થી બે ઇંચ ધોધમાર વરસાદ વરસ્‍યો હોય શહેર પાણી પાણી થઇ ગયું હતું.

ગોંડલમાં પ્રવેશતા મુખ્‍ય માર્ગો પર નાં ઓવરબ્રિજ કે અંડરબ્રીજ માં વરસાદને લઈને  લોકોને પડતી  મુશ્‍કેલી અંગે આમ આદમી પાર્ટીના મહિલા નેતા નિમીષાબેન ખૂંટએ ફેસબુક લાઈવ થય તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરી  અંડરબ્રીજ અને  સહિત નાં પુલને મોતનાં કુવાની ઉપમા આપી હતી.

 વિજયા દશમીના દિવસે પડેલા વરસાદથી શહેરના નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઈ જવાની સાથે શહેરમાં પ્રવેશતા મુખ્‍ય માર્ગો આશાપુરા અંડરબ્રીજ લાલપુલ બ્રીજ,  ઉમવાડા અંદરબ્રીજમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો મુશ્‍કેલી મુકાયા હતા એસ ટી બસને પણ અંડર બ્રીજમાં પ્રવેશવું મુશ્‍કેલ બન્‍યું હતું જેમને કારણે અંડર બ્રીજ આગળજ સાંકળ મારી રસ્‍તો બંધ કરવામાં આવતા ચોર્યાસીનો ફેરો ફરવા લોકો મજબુર બન્‍યા હતા. ત્‍યારે આમ આદમી પાર્ટીના મહિલા નેતા નિમીષાબેન ખૂંટ ફેસબુક લાઈવ થઇ લોકોની સમસ્‍યા અંગે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરી જેતપુર રોડ સાંઢીયા પુલ બ્રીજને સર્પ આકાર તેમજ અંડરબ્રીજને મોતનાં કુવાની ઉપમા આપી હતી. 

મનિષાબેન ખુંટે કહ્યુ કે નગર રચના માટે ગોંડલ વિશ્વ પ્રસિદ્ધ છે.પરંતુ હાલ નાં સતાધીશો એ બેનમુન નગરરચના ને જાંખપ લગાડી છે. આશાપુરા અંડરબ્રીજ જાણે  ઉંદરનાં ભોણ સમો બન્‍યો છે. ગુજરાતભરમાં આ સતાધીશોની બેવકુફીનો જીવંત નમુનો છે. વાસ્‍તવમાં અહી ઓવરબ્રિજ બનવો જોઈએ, પણ કોઇકનું હિત સાંચવવા ઉંદરનાં ભોણ જેવો અંડરબ્રીજ બનાવાયો છે. બન્ને અંડરબ્રીજ બારે માસ પાણીથી લથલથતા હોય છે. સેવાળ અને કાદવમાંથી વાહનચાલકો પસાર થાય ત્‍યારે અકસ્‍માત ના થાય તો આશ્‍્‌ચર્ય ગણાય. તેવું જણાવ્‍યું હતુ.

(11:43 AM IST)