News of Friday, 3rd October 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 40 દિવસ બાદ પોલીસ બંદોબસ્ત હેઠળ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ
કોર્ટ ના આદેશ બાદ DEO ની કમિટી દ્વારા તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ:ધોરણ 10-12 ના વર્ગો આજથી શરૂ, અન્ય ધોરણના વર્ગો આગામી હવે પછીના સમયે શરૂ કરાશે.

અમદાવાદ : લગભગ 40 દિવસ બાદ આજથી સેવન્થ ડે સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે. સ્કુલના વિદ્યાર્થી નયનની હત્યા અને તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટના આદેશ બાદ આજથી શાળા ફરી શરૂ થઈ છે. કોર્ટ ના આદેશ બાદ DEO ની કમિટી દ્વારા તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. ધોરણ 10-12 ના વર્ગો આજથી શરૂ કરાયા છે, જયારે અન્ય ધોરણના વર્ગો આગામી હવે પછીના સમયે શરૂ કરાશે. DEO દ્વારા બે નિરીક્ષકોની નિમણૂક પણ શાળામાં કરાઈ છે. શાળામાં સીસીટીવીની સંખ્યા 15 થી વધારીને 60 કરવામાં આવી છે. શાળામાં ડિસ્પેન્સરી શરૂ કરાઈ છે. , 24 કલાક એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે શાળાના શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે. ધારાસભ્ય અને DEO એ શાળાના વિદ્યાર્થીઓને ફૂલ આપી આવકાર્યા હતા.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
