<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રામનાથપરા ખાતે પરંપરાગત શસ્ત્રપૂજન તથા વીરાંજલી શહિદી વંદના

રાજકોટઃ શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્‍સિલ તથા શ્રી ક્ષત્રિય કરણી સેના દ્વારા શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વાડી રામનાથપરા રાજકોટ ખાતે સાંજે ૦૫:૦૦ વાગ્‍યે વિજયા દશમી (દશેરા) નિમિતે પરંપરાગત શષ પૂજન તથા વીરાંજલી શહીદ વંદના યોજાઈ હતી.  શાષાોક્‍ત વૈદિક પદ્ધતિથી શષ આયુધ પૂજન કરવામાં આવ્‍યું હતું તથા સદા દેશનુ રક્ષણ કરનાર લડાકુ વીર યોધ્‍ધા દેશના દુશ્‍મનો સામે લડતા કુરબાન થયેલ સમાજના શહીદ સૈનિક વિરલાઓને પુષ્‍પાંજલી વિરાંજલી અર્પણ કરવામાં આવી હતી. વૈદિક શષ પૂજન બાદ રાજપુતોએ શ્રી મહાકાળી માતાજી તથા શ્રી રામનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણાહુતિ કરી હતી. શ્રી કારડીયા રાજપૂત સમાજ, શ્રી નાડોદા રાજપૂત સમાજ, શ્રી ગુર્જર રાજપૂત સમાજ, શ્રી મારું રાજપૂત સમાજ (પાબુજી), શ્રી રાજસ્‍થાન રાજપૂત સમાજના અગ્રણીઓ તથા યુવા બંધુઓએ બહોળી સંખ્‍યામાં શષાપૂજનમાં ભાગ લઈને પોતાનો સ્‍વધર્મ વહન કર્યો હતો. શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્‍સિલ તથા શ્રી ક્ષત્રિય કરણી સેના દ્વારા આભાર વ્‍યકત કરવામાં આવેલ.(૩૮.૨૬)

(1:12 PM IST)