News of Friday, 3rd October 2025
શ્રી પંચનાથ ગરબી મંડળ : નવરાત્રી મહાપર્વની ભકિતભાવ-દિવ્યતાથી ઉજવણી
બાળાઓ પાસેથી કોઇપણ ફી લેવામાં આવતી નથી : દાતાઓનો સહકાર : ઇશ્વર વિવાહનો ભવ્ય દિવ્ય ઉત્સવ ઉજવાય છે : સમાજ શ્રેષ્ઠી - સામાજીક - રાજકીય આગેવાનોનો અવિરત સહકાર - સેવા : પ્રાચીન સંસ્કૃતિની દિવ્યજયોત પ્રગટાવતું ૧૦૯ વર્ષ જુનું શ્રી પંચનાથ ગરબી મંડળ

રાજકોટ : રાજકોટ શહેરની મઘ્યમાં આવેલ પૌરાણિક અને ઐતિહાસીક પંચનાથ મહાદેવ મંદિરના સાનિઘ્યમાં આવેલ પંચનાથ ગરબી મંડળમાં વર્ષોથી એકદમ પ્રાચીન ઢબે, પૌરાણિક પધ્ધતીથી ગરબીનુ આયોજન થાય છે તેમા રાજકોટના કોઈપણ વિસ્તારમાંથી બાળાઓ ભાગ લઈ શકે છે આ બાળાઓ કે જે ૩ વર્ષ કરતા નાની ઉમરની અને ૮ થી ૯ વર્ષ સુધીની કોઈપણ બાળાઓ કે, જે પોતાના માતા પિતા સાથે ગરબી જોવા આવે અને તે ઈચ્છે તો ગરબીમાં રાસ લઈ શકે છે તે રીતની પધ્ધતીથી આ સંસ્થા ગરબી ચલાવે છે.
નવરાત્રીમાં જેની સંખ્યા અંદાજીત ૩૫૦ થી ૪૦૦ રોજે-રોજ થવા જાય છે. આ બાળાઓને ફ્રી માં (કોઈ પણ ફી વગર) રાસ રમાડવામાં આવે છે. તેમજ બધી બાળાઓને નવરાત્રીમાં દરરોજ દાતાઓ તરફથી અલગ અલગ લાણીઓ તથા પ્રસાદ આપવામાં આવે છે.
નવરાત્રીમાં દરરોજ ૯ વર્ષ કરતા મોટી બાળાઓ કે જે પ્રથમ માતાજીની આરતી ઉતારે છે ત્યારબાદ ગરબીની શરુઆત કરવામાં આવે છે. આ ગરબીની ખાસીયત એ છે કે, કોઈ માઈક નો ઉપયોગ કરવામાં આવતો નથી કે ગવરાવવા વાળા (ગાયક કલાકાર) બહારથી બોલાવવામાં આવતા નથી માત્ર ગરબી મંડળની બાળાઓ પૈકી અમુક બાળાઓ રાસ ગવરાવે છે અને બાકીની બાળાઓ રાસ રમે છે. જયારે પણ માતાજીની ગરબીનુ પંચનાથ ચોકમાં સ્થાપન થાય ત્યારથી પુર્ણાહુતી સુધી કાર્યકરને મુકટા(ધોતી) વગર ગરબીના મંડપમાં પ્રવેશ કરવાની મનાઈ હોઈ છે. માત્ર અને માત્ર ધાર્મિક ભાવનાઓથી આ ગરબીનુ આયોજન કરવામાં આવે છે.
વધુમાં આ ગરબીનુ મુખ્ય આકર્ષણ એ છે કે સૌરાષ્ટ્રભરમાં હવન અષ્ઠમીના દિવસે હોમ હવન કરવામાં આવે છે તે પૈકી ગરબીમાં પણ હોમ હવન કરાવી રાત્રીના બાળાઓના રાસ પુર્ણ થયા બાદ સંસ્થાના કાર્યકરો કે જેવો ૭-૮ વર્ષ થી માંડીને ૭૫ વર્ષ સુધીના હોય છે તે બધાજ પુરુષ કાર્યકરો મુકટા (ધોતી) ધારણ કરી રાત્રીના ૧૨ વાગ્યે ઈશ્વર વિવાહ એટલે કે શિવ-પાર્વતી ના લગ્ન કે જે ધાર્મિક પ્રસંગની બુક આ સંસ્થા પાસે છે તેમાંથી આ પ્રસંગ ઉજવવામાં આવે છે જે સવારના ૩-૩૦ થી ૪-૦૦ વાગ્યા સુધી ઉજવણી થાય છે આ ઈશ્વર વિવાહ રાજકોટ આખામાં માત્ર પંચનાથ ગરબી મંડળ તરફથી યોજાય છે.
ગુજરાતમાં અને અન્ય વિસ્તારોમાં ઈશ્વર વિવાહનું ગાન અને શ્રવણ કરવુ એ એક ધાર્મિક અને સાંસ્કળતીક પ્રથા છે જે ભકતોને ભક્તિ અને આઘ્યાત્મીક આનંદ આપે છે. આ વિવાહને ભક્તિભાવ પુર્વક ગીતો, કથા, કે નાટકના રૂપમાં ઉજવવામાં આવે છે જેમાથી આ ઈશ્વર વિવાહ રાજકોટ આખામાં માત્ર પંચનાથ ગરબી મંડળ તરફથી ભક્તિભાવ પુર્વક યોજાય છે.
આ સંસ્થા એકદમ ધાર્મિક અને પવિત્રતા સાથે અતિ પ્રાચીન પધ્ધતીથી બાળાઓને રાસ ગરબા તથા આરતી લેવડાવી-પ્રસાદી-લાણી સાથે વિદાય આપવામાં આવે છે.
આ માટે સંસ્થાના દેવાંગભાઈ માંકડ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહીલ, અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ બુંદેલા, હારમોનીયમની સેવા હીતેષભાઈ પરમાર, અને ઢોલક માટે સેવા રક્ષિતભાઈ પીઠડીયા, દુષ્યંતભાઈ ભટ્ટ અને આલોકભાઈ ગજજર સેવા આપે છે. સાથો સાથ વલ્લભદાસ કારીયા, સંજય ગોસાઈ, અશોક પરમાર, કીરણ પીઠડીયા, મનીષભાઈ રાણપરા, નીતીનભાઈ મણીયાર, તપનભાઈ ગજજર, મોહીતભાઈ ગજજર, મલયભાઈ દેસાઈ, હરપાલસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, દેવેન્દ્ર કામલીયા, નયન ચાવડા, અજય નિમાવત, પ્રતિક લાલકીયા, રાજદીપ લાલકીયા, હીરેન ગોહેલ, વિરલ મહેતા, સિધ્ધાર્થ મહેતા, ગીરીશ પટણી, પીયુષ પરમાર, વિજય જારીયા, ઉતમ જાવલે, અશ્વિન પડીયા, જયેશ પીઠડીયા, ભરત પરમાર, મીલન ચૌહાણ, વૈભવ ચૌહાણ, નંદુ ચૌહાણ, રૂદ્ર ચૌહાણ, ધ્રુમીલ બારડ, અમીત રાણપરા, નીલદીપ ચૌહાણ, કૌશીક ચૌહાણ સહીતના સેવાભાવી કાર્યકરો સમય સંસ્થાને ફાળવી સેવા આપે છે.
આ અતી પ્રાચિન ગરબી સબંધે એ યાદ અપાવવુ જરુરી છે કે, આ ગરબીના આયોજનમાં ભુતકાળમાં સ્વ. ગૌરીશંકરભાઈ ઓઝા, સ્વ. લલીતભાઈ ઓઝા, સ્વ. મનુભાઈ કોઠારી, સ્વ. ભાઈલાલભાઈ પીઠડીયા, સ્વ. પ્રદ્યુમનભાઈ માંકડ, સ્વ. અજીતભાઈ કામલિયા, સ્વ. પ્રવિણભાઈ મણીયાર, સ્વ. અરવિંદભાઈ મણીયાર, સ્વ. કાનાભાઈ રાણપરા, સ્વ. નારાયણભાઈ મહેતા તેમજ સ્વ. ચંદ્રકાંતભાઈ કથરેચા જેવા દિગ્ગજ આગેવાનો, ઉદ્યોગપતીઓ, વેપારીઓ, એડવોકેટો, રાજકોટના પુર્વ મેયર-ધારાસભ્ય સહીતના અગ્રણીઓએ આ ગરબીમાં સેવાઓ સંપુર્ણપણે સાથ-સહકાર આપેલો છે અને તે પ્રણાલી આ વિસ્તારના જાગળત નાગરિકોએ, કાર્યકરોએ આગળ ધપાવેલ છે અને દીપાવેલ છે. આ સર્વે કાર્યકરો, લતા વાસીઓ, દાતાઓના સાથ સહકારથી સંસ્થા વર્ષોથી ગરબીનુ આયોજન કરે છે.
(2:35 PM IST)










