તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ વાગ્યું : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧૫ જાન્યુઆરીએ મતદાનની તારીખ જાહેર : આજથી આચારસંહિતા લાગુ : મુંબઈમાં ૨૨૭ બેઠકો પર ૧૬ જાન્યુઆરીએ પરિણામ : ૧૧ લાખ 'ડબલ સ્ટાર' મતદારોનો મુદ્દો : ઉમેદવારો ૨૩ થી ૩૦ ડિસેમ્બર સુધી અરજી કરી શકશે : શિંદે જૂથ-ભાજપ-અજિત પવાર સામે કોંગ્રેસ એકલા લડશે : ઠાકરે જૂથ-મનસેની યુતિની શક્યતા?4:49 PM IST
હિજાબને સ્પર્શ કરવો કોઈપણ સંજોગોમાં અસ્વીકાર્ય છે. ઓવૈસીની પાર્ટી AIMIM એ કહ્યું,- નીતીશકુમારે તાત્કાલિક માફી માંગવી જોઈએ : ઓવૈસીની પાર્ટી, AIMIM એ કહ્યું, "જો નીતિશકુમારમાં કોઈ નૈતિકતા હોય, તો તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ. જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી આ રીતે વર્તે છે, તો મુસ્લિમ મહિલાઓની ગરિમા અને સુરક્ષાની ખાતરી કોણ આપશે?"1:16 AM IST
"જો ભંડોળ ખતમ થઈ જાય, તો અધિકાર ખતમ'' : મનરેગા યોજનાનું નામ બદલવા પર કોંગ્રેસના પ્રહાર :કહ્યું આ રાજ્યો અને કામદારો બંનેની વિરુદ્ધ : કોંગ્રેસ પાર્ટીએ મનરેગાનું નામ બદલીને "VB-GRAMG" યોજના રાખવાનો વિરોધ કરી તેને ગરીબ વિરોધી ગણાવી:પાર્ટીએ કહ્યું છે કે યોજનામાં ફેરફાર રાજ્યો પર નાણાકીય બોજ વધારશે1:12 AM IST
ભારત-યુએસ વેપાર કરારની ગતિવિધિ: 'ફર્સ્ટ ફ્રેમવર્ક ડીલ' લગભગ તૈયાર : ૫૦% ટેરિફ છતાં નિકાસમાં ૧૦% નો ઉછાળો! : વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે આપી માહિતી; છ રાઉન્ડની વાટાઘાટો બાદ પ્રથમ કરાર અંતિમ તબક્કામાં : ૫૦૦ બિલિયન ડોલરના ના લક્ષ્ય તરફ પ્રથમ પગલું : બાસમતી ચોખા અને પારસ્પરિક ટેરિફ મુખ્ય મુદ્દા9:45 PM IST
પશ્ચિમ એશિયાનો રાજદ્વારી પ્રવાસ: PM મોદી જોર્ડન પહોંચ્યા : ભવ્ય સ્વાગતથી દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ! : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જોર્ડનના વડાપ્રધાન જાફર હસને એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું; રાજા અબ્દુલ્લા દ્વિતીયના આમંત્રણ પર મુલાકાત : વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થશે8:06 PM IST
સુપ્રીમ કોર્ટનો NHAI ને કડક સવાલ: "હાઇવે અકસ્માતો માટે જવાબદાર કોણ? કોન્ટ્રાક્ટરો કે NHAI?" : કોર્ટે NHAI ના સોગંદનામા પર નારાજગી વ્યક્ત કરી: અતિક્રમણ અને સુરક્ષા મુદ્દાઓ પર ગંભીર પગલાં લેવાનો આદેશ આપ્યો: સોલિસિટર જનરલને પૂછ્યું: ધુમ્મસ અને ગેરકાયદેસર ઢાબાને કારણે થતા અકસ્માતોનો ઉકેલ શું?8:06 PM IST
ભારતીય શિક્ષણમાં ઐતિહાસિક પરિવર્તન: સંસદમાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ ૨૦૨૫' રજૂ : ઉચ્ચ શિક્ષણનું માળખું બદલાશે! : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉચ્ચ શિક્ષણના નિયમન, માન્યતા અને વહીવટમાં ફેરફાર માટે બિલ રજૂ કર્યું : એક ટોચનું કમિશન અને ત્રણ સ્વતંત્ર પરિષદોની સ્થાપના થશે : વિપક્ષના વિરોધ બાદ બિલ JPC ને મોકલાયું8:02 PM IST
ભાજપમાં યુવા નેતૃત્વનો ઉદય: નીતિન નવીને કાર્યકારી પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો : શાહ-નડ્ડાની હાજરીમાં વિધિવત ઘોષણા! : બિહારના પાંચ વખતના ધારાસભ્ય નીતિન નવીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ બન્યા : સંગઠન અને સરકારી અનુભવનો સુમેળ સાધીને ભવિષ્યના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની અટકળોએ જોર પકડ્યું8:05 PM IST
હમાસનો વિવાદાસ્પદ દાવો: "સિડની હુમલો આતંકવાદી કૃત્ય નથી : નેતન્યાહૂ દોષિત; ગાઝાને કારણે વૈશ્વિક હિંસા વધશે!" : હમાસના વરિષ્ઠ નેતા મોહમ્મદ નઝલેનું ચોંકાવનારું નિવેદન: યહૂદી કાર્યક્રમ પર થયેલા હુમલાને 'પ્રતિક્રિયા' ગણાવી : ચેતવણી આપી કે જો ગાઝામાં 'હત્યાકાંડ' ચાલુ રહેશે, તો વિશ્વભરમાં વધુ હુમલા થશે7:59 PM IST
'મનરેગા' નું નામ બદલવાની યોજના પર પ્રિયંકા ગાંધીનો વિરોધ: "મહાત્મા ગાંધીનું નામ કેમ હટાવવામાં આવી રહ્યું છે? સરકારનો હેતુ શું છે?" : કેન્દ્ર સરકાર 'મનરેગા' કાયદો રદ કરીને 'વિકાસશીલ ભારત - રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ)' (જી રામ જી) બિલ લાવવા તૈયાર; પ્રિયંકાએ સંસદમાં ગતિરોધ માટે પણ સરકારને જવાબદાર ઠેરવી7:59 PM IST
કાશ્મીર આતંકવાદનો 'ગોડફાધર': પહેલગામ હુમલાની ચાર્જશીટમાં લશ્કરના ટોચના કમાન્ડર સાજિદ જટ્ટનું નામ : NIA એ ₹૧૦ લાખનું ઈનામ જાહેર કર્યું! : પાકિસ્તાન સ્થિત LeT કમાન્ડર સૈફુલ્લાહ સાજિદ જટ્ટ પહેલગામમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓની હત્યાનો મુખ્ય કાવતરાખોર : તે TRF નું નેતૃત્વ કરે છે અને હાફિઝ સઈદ પછી સંગઠનમાં ત્રીજો કમાન્ડર ગણાય છે7:56 PM IST
લાલુનું જંગલ રાજ હવે બંગાળમાં દીદીનું શાસન: ભાજપે બિહાર ફોર્મ્યુલાથી મમતા સામે ચૂંટણી રણશિંગુ ફૂંક્યું! : ભાજપના આક્રમક અભિયાનથી પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમીમાં વધારો : સોશિયલ મીડિયા પર લાલુ-મમતાના ચહેરા સાથેનું પોસ્ટર શેર કરીને સિન્ડિકેટ રાજ, ભ્રષ્ટાચાર અને પોલીસના રાજકીયકરણના મુદ્દા ઉઠાવ્યા7:55 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પના ૫૦% ટેરિફનો હુમલો નિષ્ફળ: ભારતે વેપાર ખાધ ઘટાડી, PM મોદીની વ્યૂહરચનાએ પરિસ્થિતિ પલટી! : યુએસના આકરા ટેરિફ છતાં નવેમ્બરમાં ભારતીય નિકાસમાં ૧૯.૩૭% નો જબરદસ્ત ઉછાળો : આયાત ઘટીને વેપાર ખાધ $૩૧.૯૩ બિલિયનથી ઘટીને $૨૪.૫૩ બિલિયન થઈ : એન્જિનિયરિંગ ગુડ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને જેમ્સ-જ્વેલરી ક્ષેત્રનું મજબૂત પ્રદર્શન7:53 PM IST
નંદા દેવીનું '૫૦ વર્ષ જૂનું રહસ્ય': ચીન પર નજર રાખવાના CIAના ગુપ્ત મિશનમાં હિમાલયમાં પ્લુટોનિયમ ઉપકરણ ખોવાયું; ગંગાના બેસિનમાં કિરણોત્સર્ગનું મોટું જોખમ! : ૧૯૬૫ના શીત યુદ્ધની સનસનાટીભરી કહાણી: શા માટે આ પર્વત શિખર પર પ્રવેશ પર પ્રતિબંધ છે? હવે ૮૭ વર્ષના અર્ધ-જીવન સાથેનું રેડિયોએક્ટિવ જનરેટર ક્યાં છે?4:50 PM IST
પ્રયાગરાજમાં UPPSCની બહાર મહાસંગ્રામ: ભરતી પરીક્ષાઓમાં પારદર્શિતાની માંગ સાથે સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા; પોલીસ સાથે ઘર્ષણ થતાં માહોલ ગરમાયો! : ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગ સામે ઉગ્ર વિરોધ: વિદ્યાર્થીઓએ 'સુધારેલી આન્સર કી' અને 'કેટેગરી વાઇઝ કટઓફ' જાહેર કરવાની કરી મુખ્ય માંગણી4:48 PM IST
મીરા-ભાયંદર-વસઈ-વિરાર પોલીસે રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં મરઘાં ફાર્મમા છુપાયેલા મોટા આંતરરાજ્ય નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કર્યો : આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹100 કરોડની કિંમતના ડ્રગ્સ અને કાચો માલ જપ્ત : લગભગ 10 કિલો શંકાસ્પદ MD, રસાયણો અને કૃત્રિમ ઉત્તેજકને સંશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો જપ્ત કર્યા : સતારાના જાવલી તાલુકામાં બીજી શંકાસ્પદ મેફેડ્રોન લેબનો પર્દાફાશ કર્યાના થોડા દિવસો પછી જ આ દરોડો પાડવામાં આવ્યો 4:29 PM IST
સંસદમાં ધમાલઃ PM મોદી વિરૂધ્ધ નિવેદન પર નડ્ડા લાલઘુમ : હોબાળોપ આરોપો અને માફીની માંગઃ શિયાળુ સત્રના ૧૧માં દિવસે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચાઃ સોનિયા-રાહુલ માફી માંગોના નારા ગૂંજ્યા ‘પરમાણુ ઉર્જા સુધારા બિલ' રજુ થવા વચ્ચે પ્રદુષણ પર ‘સ્થગિત પ્રસ્તાવ'થી રાજધાનીના સ્વાસ્થ્ય સંકટ પર ધ્યાન કેન્દ્રિતઃ બંને ગૃહ સ્થગિત3:30 PM IST
ન તો દિલ્હી, ન મહારાષ્ટ્ર, ન ગુજરાત... ક્રિપ્ટોકરન્સી ખરીદીમાં ઉત્તરપ્રદેશના લોકો આગળ : ઉત્તર પ્રદેશ હવે ક્રિપ્ટો રોકાણ માટે ભારતમાં સૌથી મોટું રાજ્ય બની ગયું છેઃ અહીંના લોકોએ કુલ ક્રિપ્ટો રોકાણના ૧૩% રોકાણ કર્યા કોઈનસ્વિચના રિપોર્ટ મુજબ, નાના શહેરો ક્રિપ્ટોકરન્સી રોકાણમાં ઝડપથી આગળ વધી રહ્યા છે3:52 PM IST
નેપાળ જતા પ્રવાસીઓ માટે રાહત: ૧૦૦ રૂપિયાથી મોટી ભારતીય નોટો પરનો પ્રતિબંધ હટશે : નેપાળ રાષ્ટ્ર બેંકના નવા નિયમો અનુસાર, મુસાફરો હવે ૨૫,૦૦૦ રૂપિયા સુધીની મર્યાદામાં ૧૦૦ રૂપિયાથી મોટી ભારતીય નોટો નેપાળ લઈ જઈ શકશે: આ નિર્ણયથી પર્યટન ઉદ્યોગને વેગ મળશે: સરહદી વિસ્તારોમાં વેપાર કરતા લોકોની મુશ્કેલીઓ દૂર થશે1:27 PM IST
ભારતના માથા પર ૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ખતરો લટકી રહ્યો છે : આબોહવા પરિવર્તનનો ખતરો વધ્યોઃ ભારતને ૨૦૫૦ સુધીમાં આબોહવા સંરક્ષણ પર વાર્ષિક$૨૦૦ બિલિયનથી વધુ ખર્ચ કરવાની જરૂર પડશે : દરિયાકાંઠાના રક્ષણ અને સુધારેલ ઠંડક જેવા મોટા ફેરફારોની તાત્કાલિક જરૂર છે. ખાનગી ક્ષેત્ર અને કંપનીઓ આમાં નોંધપાત્ર યોગદાન આપશે10:18 AM IST
સૌથી લાંબી સેન્ડવિચ9:55 AM IST
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો : આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 11:40 AM IST
મૃત્યુના ૧૧ મિનિટ બાદ મહિલા ફરી જીવતી થઈ, બાદમાં તેણે પોતાનો અનુભવ જણાવ્યો : કૈનસસમાં રહેનારી એક ૬૮ વર્ષીય મહિલાનો એવો દાવો છે કે તે ૧૧ મિનિટ માટે મૃત્યુ પામી હતી અને બાદમાં તે પરત જીવતી થઈ ગઈ. જોકે આ સમયગાળામાં તેની સાથે શું થયું તેનો અનુભવ તેણે શેર કર્યો હતો. જેને જાણીને તમે ચોંકી જશો9:42 AM IST
સિડનીમાં બોન્ડી બીચ પર એક રેસ્ટોરન્ટમાં ફસાયો હતો ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિકેટર માઈકલ વોન : હવે સુરક્ષિત ઘરે પહોંચી ગયો : વોને એક્સ પર લખ્યું- બોન્ડીમાં એક રેસ્ટોરન્ટમાં ફસાયો તે ખૂબ જ ડરામણું હતું. હું હવે સુરક્ષિત રીતે ઘરે છું. પરંતુ ઇમરજન્સી સેવાઓ અને આતંકવાદીનો સામનો કરનાર માણસનો ખૂબ ખૂબ આભાર. અસરગ્રસ્ત બધા લોકો પ્રત્યે મારી સંવેદના.10:04 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાસુરત જિલ્લાના બારડોલીમાં ધુલીયા ચોકડી પાસે ૧૦ થી વધુ ભંગાર-પ્લાસ્ટિકના ગોડાઉનોમાં મોડી રાતે ભીષણ આગ : સુરત જિલ્લાનો 'મેજર કૉલ' જાહેર : પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ૨ કિમી દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા : બારડોલી, કામરેજ, વ્યારા સહિત ૧૫ થી વધુ ફાયર ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જોકે મોટું આર્થિક નુકસાન10:31 AM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા : છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના ૪.૫ કરોડથી વધુ બાળકોએ લીધો લાભ : આ કાર્યક્રમ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને ૧૭.૫ હજારથી વધુ હૃદય સંબંધિત સર્જરી-સારવાર, ૪,૧૪૯ કીડની સારવાર, ૨,૩૩૬ કલબફૂટ, ૧,૪૦૮ ક્લેફ્ટ લીપ પેલેટ તેમજ ૬૯૨ કેન્સર રોગની સારવાર અપાઈ3:31 PM IST
વાવણી બાદ ઘઉંના ઊભા પાકમાં વિવિધ જીવાત આવતી અટકાવવા માટે ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર :ખેડૂતોએ વધુ જાણકારી માટે ગ્રામસેવક અથવા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવા અપીલ : દવા ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી જોઈએ.2:42 PM IST
THE AI ADVANTAGE પુસ્તક એટલે નવી ટેકનોલોજીની જાણકારી આપતો અદભુત દસ્તાવેજ : AI ટેકિનકથી નવી ઉભી થનારી તકો સાથે પડકારોને સમજવામાં ખૂબ ઉપયોગી થવા સાથે સ્માર્ટ અને સુરક્ષિત ભવિષ્ય માટે શું કરવું તેના તમામ જવાબો આ પુસ્તકમાંથી મળી રહેશે... અકિલા સાથે લેખક ips એવા cid ક્રાઇમ વુમન સેલના એડી ડીજીપી અજય ચૌધરીજી સાથે અકીલાની વાતચીત ૧૯૭૫માં ઝારખંડમાં જન્મેલ સામાન્ય પરિવારના આ યુવાનને તેમની માતાએ પ્રોત્સાહિત કરી સંઘર્ષ કરી ips બનાવ્યા, દેશની બેસ્ટ IIIT માં અભ્યાસ કરનાર આ સિનિયર IPS ના માત્ર બોલીવુડ નહિ, હોલિવુડમાં સંખ્યાબંધ પ્રશંસકો છે ૧૯૭૫માં ઝારખંડમાં જન્મેલ સામાન્ય પરિવારના આ યુવાનને તેમની માતાએ પ્રોત્સાહિત કરી સંઘર્ષ કરી ips બનાવ્યા, દેશની બેસ્ટ IIIT માં અભ્યાસ કરનાર આ સિનિયર IPS ના માત્ર બોલીવુડ નહિ, હોલિવુડમાં સંખ્યાબંધ પ્રશંસકો છે4:15 PM IST
આણંદ જિલ્લાના પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યો રાત્રી વિશ્રામ : સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ : રાજ્યપાલશ્રીએ શાળાના ઓરડામાં જ યોગ, પ્રાણાયામ સાથે તેમના દિવસની શરૂઆત કરીઃ સવારમાં પ્રાથમિક શાળામાં આવેલા વિદ્યાર્થીઓના કક્ષમાં પહોંચીને તેમની સાથે વાર્તાલાપ કર્યો3:10 PM IST
દારૂ પીતા પકડાયા તો ટકો કરાવવાની સજા થઈ રદઃ લાદવામાં આવ્યો ૫૧,૦૦૦ રૂપિયાનો તોતિંગ દંડ : બનાસકાંઠા જિલ્લાના ધુવા ગામમાં જો કોઈ દારૂ પીતા પકડાય તો ટકો કરાવીને ગામમાં ફેરવવાનો નિયમ બનાવાયો હતો : છેલ્લા એક મહિનામાં, દંડ લાગુ કર્યા પછી, ગામમાં દારૂના સેવન, વેચાણ કે કબજાનો એક પણ કેસ નોંધાયો નથી10:31 AM IST
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાગરથી સરહદ સુધી બાજ નજર રાખશેઃ ડો.કે.એલ એન.રાવ. : યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા હવે આક્રમક રણનીતિ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા CIDનો વ્યાપ વધારાયો, રાજકોટ સહિત રાજ્યભરમાં ૬ ઝોન કાર્યરત, અમારા માર્ગદર્શનમાં એસપી લેવલના અધિકારી સુપરવિઝન રાખશે.. સૌરાષ્ટ્રની અધ્યતન ઝોન ઓફિસના ઉદ્દઘાટન પ્રસંગે રાજકોટ આવેલા CID વડા અકિલા સાથેની વાતચીતમાં આખી રણનીતિ અંગે અથથી ઈતિ સુધી વર્ણવે છે ૫ નાયબ પોલીસ અધિક્ષક, ૧૧ પોલીસ ઇન્સ્પેક્ટરો, ૧૬ પીએસઆઈ, ૬ વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર , ૧૧૨ પોલીસ સ્ટાફ સહિત ૧૫૪ પોલીસ અધિકારી અને સ્ટાફનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને બોર્ડર રેન્જમાં ૬ ઝોન પાડી, ૬ વિગ ઓફિસ શરૂ કાર્યરત બનશે2:36 PM IST
લાંચ લેતા CID ક્રાઈમના PI પેથા પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ, અધધધ ₹ ૩૦ લાખ સાથે રંગેહાથ ઝડપાયા : ગાંધીનગરના સરગાસણમાં ACBની સફળ ટ્રેપ : જુઓ વિડિયો : કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા માટે જાગૃત નાગરિક પાસે તગડી રકમની લાંચ માંગવામાં આવી હતી : અમદાવાદ ACB ટીમે ડી.એન. પટેલના સુપરવિઝન હેઠળ છટકું ગોઠવી બંને આરોપીઓને સરગાસણ ખાતે દબોચી લીધા4:06 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના દિશા નિર્દેશનમાં સી. એમ. ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ GPIની પહેલ : મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના GPIની સમીક્ષા બેઠક : ભૂપેન્દ્રભાઈ પટેલે ગુડ ગવર્નન્સની એ ઉજ્જવળ પરંપરાને ગતિપૂર્વક આગળ ધપાવતાં સી.એમ. ડેશબોર્ડ દ્વારા સમગ્રલક્ષી ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (GPI) તૈયાર કરાવ્યા : ભૂપેન્દ્રભાઈ પટેલે આ GPI સંદર્ભમાં વિભાગોની કામગીરીની પ્રગતિ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું 3:34 PM IST
વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮મો પદવીદાન સમારોહ : નવ પદવીધારકો પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : વડાપ્રધાનના વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાની ફરજોનું ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપે : રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા ફળ,શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો વેચાણ માટે અમૂલ મોડલ લાગુ કરવામાં આવી રહ્યું છે: એન.ડી.ડી.બી ના ચેરમેન ડો.મિનેશ શાહ : ૧૬,૯૬૩ વિદ્યાર્થીઓને વિવિધ વિધાશાખામાં પદવી એનાયત : રાજ્યપાલના હસ્તે ૭૫ તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૦૩ સુવર્ણચંદ્રક અપાયા : સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના પૂજ્ય દીદીજી તેમજ અનુપમ મિશનના સ્થાપક શ્રી જશભાઈ શંકરભાઈ પટેલ (ગુરુહરિ સંતભગવંત પૂજ્ય સાહેબજી)ને 'Doctor of Letters' (D.Litt.) માન પદવી એનાયત3:40 PM IST
આણંદ જિલ્લાના પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યો રાત્રી વિશ્રામ : સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ : રાજ્યપાલશ્રીએ શાળાના ઓરડામાં જ યોગ, પ્રાણાયામ સાથે તેમના દિવસની શરૂઆત કરી : સવારમાં પ્રાથમિક શાળામાં આવેલા વિદ્યાર્થીઓના કક્ષમાં પહોંચીને તેમની સાથે વાર્તાલાપ કર્યો12:19 PM IST
પશ્ચિમ વિસ્તારની ૨૬ સોસાયટીમાં લાગુ કરાયેલ અશાંતધારાની મુદ્ત ૧૩ જાન્યુ.એ પૂરી થશેઃ ગૃહખાતાના જાહેરનામાની જોવાતી રાહ : પશ્ચિમ વિસ્તારની ૨૬ સોસાયટીમાં અશાંતધારો લાગુ થયો હતોઃ હજારો દસ્તાવેજો થયાઃ તો લઘુમતી કોમ અંગે સેંકડો પેન્ડીંગ.. : કલેકટર-પોલીસ-સબરજીસ્ટાર કચેરીની મીટ ગૃહખાતા ઉપરઃ જો ફરી લાગુ ન કરાય તો શું કરવુ તેવો ઉઠેલો સવાલ..2:37 PM IST
રૂખડીયાપરાના સાદાનએ કાકાનો પગ ભાંગી નાંખ્યો પછી પોલીસ સ્ટેશનમાં ખેલ કરી પોલીસમેનને મરી જવાની બદદૂઆ દીધી! : પિત્રાઇની રેંકડીએ નશો કરીને જઇ માથાકુટ કરતાં સાદાનને કાકા સલીમભાઇ ડોસાણીએ ઘરે જઇ સમજાવતાં સાદાન, તેના પિતા, માતા, બહેન ધોકાથી તૂટી પડયા : અલ્લાહ કરે તને અત્યારે જ હાર્ટએટેક આવી જાય અને તું મરી જા, તારી નોકરી જતી રહે તેવા શ્રાપ આપી કોન્સ્ટેબલ-પીએસઆઇની ફરજમાં રૂકાવટ કરીઃ પ્ર.નગર પોલીસે કુલ બે ગુના નોંધી ચારેયની ધરપકડ કરીઃ સાદાન સામે નશો કરવાનો અલગથી ગુનો : ફ્રુટના ધંધાર્થી સલીરભાઇ ડોસાણીની ફરિયાદ પરથી તેના ભત્રીજા સાદાન, મોટા ભાઇ સમીરભાઇ, ભાભી શાયદાબેન, ભત્રીજી રૂકશત સામે હુમલાનો ગુનો અને કોન્સ. કાનાભાઇની ફરિયાદ પરથી આ ચારેય સામે ફરજમાં રૂકાવટ, ધમકી સહિતનો ગુનો દાખલ કરાયો2:34 PM IST
કોઠારીયા સોલવન્ટ રસુલપરાની કરીન ઉર્ફ ફરીદા રાજસ્થાનથી બે લાખનો ગાંજો લાવીઃ વેંચે એ પહેલા એસઓજીએ ઝડપી લીધી : ૨ લાખનો ગાંજો કબ્જેઃ સાગ્રીત રિક્ષાચાલક મુસ્તાક નાકાણીની પણ ધરપકડઃ કરીન અગાઉ શાપરમાં પણ પકડાઇ હતીઃ પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહીઃ એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા અને હેડકોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલની બાતમી2:22 PM IST
રાજકોટ ક્રિમીનલ બાર એસો.ના હોદેદારોની બિનહરીફ વરણી : કન્વીનર પદે જયેન્દ્રસિંહ રાણા, સહ કન્વીનર નરેન્દ્રસિંહ ચાવડા, પ્રમુખપદે તુષાર બસલાણી, ઉપપ્રમુખ એલ. જે. રાઠોડ, સેક્રેટરી પદે હિતેન્દ્રસિંહ જાડેજા જોઇન્ટ સેક્રેટરી રાજકુમાર હેરમા, ટ્રેઝરરપદે દિવ્યેશ મહેતાની વરણીઃ કારોબારીમાં ૧૧ અને કોપ્ટ મેમ્બરમાં બે સભ્યોની નિમણુંક3:02 PM IST
ડો.કુમાર વિશ્વાસની ‘જલકથાઃ અપને શ્યામ કી'નો આજથી શુભારંભ : બહુમાળી ભવન ચોકમાંથી વિશાળ જલયાત્રા નિકળીઃ ગાયત્રી પરિવાર દ્વારા રસકોર્ષના મેદાનમાં જળકલશનું પૂજન કરાવાયું : કીર્તીદાન ગઢવીના લોકડાયરામાં જમાવટ, ગીરગંગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશેઃ લોકડાયરામાં ફિલ્મ ‘લાલો'ના કલાકારોનું ડો.પરમાનંદ સરસ્વતજી દ્વારા ખેસ પહેરાવી મોમેન્ટો આપી સન્માન કરાયું: શ્રાવકો મહાજલકલશ યાત્રા અને મહાજલકલશ પૂજનમાં જોડાયા3:27 PM IST
‘રાઇઝિંગ રાજકોટ' - વિકાસપથ પર શહેરના વિકાસની ૨૦ વર્ષની ગૌરવગાથા પ્રદર્શન બહોળો પ્રતિસાદ : છેલ્લા ૬ દિ' : મવડીના દર્શનાબેન વાઘેલાએ પ્રદર્શનની મુલાકાત લીધી હતીઃ અત્યાર સુધીમાં ૭૫૦૦૦થી વધુ શહેરીજનોએ નિહાળયુ પ્રદર્શન આગામી તા.૨૧ડિસેમ્બર સુધી રોજ સવારે ૧૦ થી રાત્રીના ૧૦ દરમ્યાન ખુલ્લું રહેશે3:52 PM IST
૧.૧૧ કરોડના ગાંજાના વાવેતર સાથે અણીયારીમાં પકડાયેલા હનાએ અગાઉ પાક ઉતારી વેંચી નાંખ્યો'તો : દેણામાં ડૂબેલા ચોટીલા સાલખડાના ખેડૂતે તુવેરના વાવેતર વચ્ચે ચાલુ કરી'તી ગાંજાની ખેતી : દોઢ વર્ષથી ભાગીયા ખેતરમાં કરતો હતો માદક પદાર્થનું વાવેતરઃ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા અને ટીમનો દરોડોઃ ડીસીપી હેતલ પટેલે વિગતો જણાવીઃ હેડકોન્સ. સંજયરાજ બારોટ અને દેવાભાઇ ધરજીયાની બાતમી : કુવાડવા પોલીસ કરશે વધુ તપાસ2:31 PM IST
વા તથા હાડકાને લગતા દર્દો માટે રવિવારે વિનામુલ્યે નિદાન તથા સારવાર : શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી વિજયભાઇ રૂપાણી મેમોરીયલ તથા રોટરી કલબ રાજકોટ મીડ ટાઉનના સંયુકત ઉપક્રમે : સુપર સ્પેશિયાલીસ્ટ ડોકટરો દ્વારા નિદાન : દર્દીઓને હાડકાની ઘનતા માપવાનો બોન ડેન્સીટી ટેસ્ટ, દવા વિતરણ તેમજ એક વીકની ફીઝીયોથેરાપી વિનામુલ્યે અપાશે4:04 PM IST
રાજકોટ વોર્ડ નં. ૭ના સ્થાનિકોની રજૂઆતને પગલે સદર, ગવલીવાડ અને ખાટકીવાસ વિસ્તારની શેરીઓમાં રૂા. ૮ લાખના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટ કામનું ખાતમુહૂર્ત : કોર્પોરેટર દેવાંગભાઈ માંકડની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા આ સંપૂર્ણ સીસી (CC) કામગીરી ૩ દિવસમાં પૂર્ણ કરાશેઃ કોર્પોરેટર માંકડ, વોર્ડ પ્રમુખ વિશાલ માંડલિયા, મહામંત્રી દીપક પારેખ, પૂર્વ વોર્ડ પ્રમુખ કૌશિક ચાવડા સહિત ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શુભારંભ2:11 PM IST
અયોધ્યા ચોકમાં રેતી કપચીના ધંધાર્થી પર હીચકારો હુમલો કરનારા ૬ શખ્સ ઝડપાયાઃ આકરી સરભરા : પાર્થ ઉર્ફ સોનુ ફીચડીયાને ધંધાકીય ખારમાં બેટ, ધોકાથી ફટકારી હેમરેજ કરી નખાયું હતું: ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા અને ટીમની કાર્યવાહી : મયુર દેવાયતકા, તેના પુત્ર પ્રણવ ઉર્ફ કાનો, ભત્રીજો સન્ની દેવાયતકા, હિતેષ મોઢવાડીયા, કાના ઓડેદરા અને સાગર ક્રિષ્નાતરને ઝડપી લેવાયા3:18 PM IST
સોમનાથ-કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: માછલી ભરેલી બે ગાડીઓ ધડાકાભેર અથડાતા ૨ના કમકમાટીભર્યા મોત, ૧ ગંભીર : હાઈવે પર જઈ રહેલી એક ગાડીમાં અચાનક પંચર પડતા ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક ગાડીએ ઉભેલી ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ગાડીઓના લોચા વળી ગયા1:40 PM IST
જામનગરમાં ૧૩પ ચપલા સાથે બે ઝડપાયા11:09 AM IST
ઉનામાં વાહનમાંથી બેટરીની ચોરી કરનાર ઝડપાયો11:45 AM IST
ચોટીલા પંથકના વીસ વર્ષના સાગર અને બાજુના ગામની સગીરાએ જંગલ વિસ્તારમાં સજોડે ઝેર પીધું : ખેરાણાનો યુવાન એક વર્ષ પહેલા બાજુના ગામમાં ગરબી જોવા ગયો ત્યારે સગીરા સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ થયો હતોઃ પરિવારજનો લગ્ન નહિ કરવા દે તેવું લાગતાં પગલુ ભર્યુ : ઝેર પી સાગરે કાકાને ફોન કરતાં કાકા સહિતના પહોંચી ગયાઃ બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા11:17 AM IST
મેંદરડામાં જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ3:53 PM IST
પોરબંદરમાં પાકિસ્તાની બોટના માછીમારોની પુછપરછ 12:32 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
મનોરંજનનો મેગા વીક: 'અવતાર ૩' થી 'શ્રીમતી દેશપાંડે' સુધી, થિયેટર અને OTT પર ફિલ્મો-વેબ સિરીઝનો ધમાકો! : ડિસેમ્બર ૧૫ થી ૨૧ દરમિયાન સૌથી મોટી રિલીઝ: જેમ્સ કેમેરોનની 'અવતાર: ફાયર એન્ડ એશ' ૧૯ ડિસેમ્બરે વર્લ્ડવાઇડ રિલીઝ : માધુરી દીક્ષિત સિરિયલ કિલર બની 'શ્રીમતી દેશપાંડે'માં દેખાશે : જ્યારે આયુષ્માન ખુરાનાની 'થમ્મા' OTT પર8:03 PM IST















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








































































































































































































