હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૩૫ વર્ષની મહિલા ૨૦ વર્ષના પ્રેમી સાથે રંગેહાથ પકડાઈ
પતિ વિદેશમાં કામ કરે છે, જ્યારે પત્ની તેના પતિથી હજારો કિલોમીટર દૂર ગામમાં રહે છેઃ પતિની ગેરહાજરીમાં આ મહિલાએ ગામના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો

જમુઈ તા.૧૫: બિહારમાં એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાનો પતિ વિદેશમાં કામ કરે છે, જ્યારે પત્ની તેના પતિથી હજારો કિલોમીટર દૂર ગામમાં રહે છે. દરરોજ પતિની રાહ જોતી આ મહિલાને જ્યારે કોઈ રસ્તો ન મળ્યો, ત્યારે તેણે કંઈક એવું કર્યું જેના કારણે આખો મામલો જમુઈ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.
બિહારના જમુઈ જિલ્લાના સિમુલતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા જિલ્લામાં ચર્ચા જગાવી છે. અહીં એક ૩૫ વર્ષીય પરિણીત મહિલાનો પતિ રોજીરોટી કમાવવા માટે શહેરથી દૂર વિદેશમાં રહે છે. પતિની ગેરહાજરીમાં આ મહિલાએ ગામના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો, જે તેનાથી લગભગ ૧૫ વર્ષ નાનો એટલે કે ૨૦ વર્ષનો હતો.
દરરોજ પતિની રાહ જોતી આ મહિલા અને યુવકના સંબંધોની જાણકારી જ્યારે ગ્રામજનોને થઈ, ત્યારે તેઓ ગુસ્સામાં આવી ગયા હતા. આખરે એક રાત્રે ગ્રામજનોએ આ કપલને રૂમની અંદર આપત્તિજનક હાલતમાં પકડી પાડ્યું, ત્યાર બાદ સમગ્ર ગામમાં ભારે હોબાળો મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, મહિલાનું નામ ગોપનીય રાખવામાં આવ્યું છે, જ્યારે તેનો પ્રેમી ગામનો જ રહેવાસી ૨૦ વર્ષીય યુવક સોનુ છે. સોનુ અવારનવાર નજર ચૂકવીને મહિલાના ઘરે મળવા આવતો હતો. ગ્રામજનોને આ વાતની ભનક લાગી અને તેઓ સતર્ક થઈ ગયા હતા.
એક રાત્રે જ્યારે સોનુ બધાથી છુપાઈને મહિલાને મળવા તેના ઘરે પહોંચ્યો, ત્યારે પહેલેથી જ નજર રાખીને બેઠેલા ગ્રામજનોએ ઘરને ઘેરી લીધું હતું. ગ્રામજનોએ જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. રૂમમાં મહિલા અને સોનુ એક સાથે બંધ હતા. બંનેની હાલત જોઈને ગ્રામજનો આક્રોશમાં આવ્યા અને તેમણે બંનેને પકડી પાડ્યા હતા.
ગામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, આ પહેલીવાર નથી કે, મહિલાને આવી સ્થિતિમાં પકડવામાં આવી હોય. આ પહેલા પણ તેના પ્રેમ પ્રકરણની ઘણી ચર્ચાઓ ગામમાં તેજ બની હતી.
ગામજનોના કહેવા મુજબ, આ ત્રીજી વખત છે જ્યારે તેમણે મહિલાને તેના પ્રેમી સાથે પકડી છે. એટલું જ નહીં, ગ્રામજનોએ એવો પણ ખુલાસો કર્યો છે કે, આ મહિલાનું અફેર માત્ર સોનુ સાથે જ નહીં, પરંતુ ગામના અન્ય કેટલાક યુવકો સાથે પણ ચાલી રહ્યો છે. વારંવાર એક પછી એક યુવકો સાથે અફેર હોવાનું સામે આવતા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગામજનોએ આ સમગ્ર મામલાની જાણકારી મહિલાના પતિને આપી દીધી છે, જે વિદેશમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ કરે છે. ગ્રામજનોએ નક્કી કર્યું છે કે, મહિલાનો પતિ જ્યારે ગામમાં પાછો આવશે, ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રામજનોએ કહ્યું હતું કે,'જ્યારે મહિલાનો પતિ વિદેશમાંથી પાછો ફરશે, ત્યારે સમગ્ર બાબતોની જાણકારી આપીશું. અમે બધા ભેગા મળીને નક્કી કરીશું કે, આ મહિલા અને તેના અલગ-અલગ અફેરનું શું કરવું એ બાબતે યોગ્ય નિર્ણય કરીશું. હાલમાં આ ઘટના જમુઈ જિલ્લામાં અને સોશિયલ મીડિયા પર ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે.(૩૮.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
