<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

અમદાવાદ SOG દ્વારા 4 ટીમો બનાવી પાન પાર્લરમાં નશા માટે વપરાતા ગોગો પેપર વાપરનારા સામે સર્ચ ઓપરેશન

પાલડી , NID પાસે આવેલ પાન પાર્લર સર્ચ કર્યું :સિંધુભવન રોડના અલગ અલગ પાન પાર્લરમાંથી ગોગો પેપરનો જથ્થો મળ્યો: નરોડામાં પણ પાન પાર્લરમાં ગાંજો મળી આવ્યો

અમદાવાદ : અમદાવાદ SOG દ્વારા પાન પાર્લરમાં નશા માટે વપરાતા ગોગો પેપર વાપરનારા સામે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નશાના કારોબારને લઈને પાન પાર્લરમાં સર્ચ કરવામા આવ્યું છે. ગોગો પેપરનો ઉપયોગ નશાના સેવન કરવા માટે થાય છે. SOGએ 4 ટીમો બનાવીને પાન પાર્લર સર્ચ કર્યું. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં સર્ચ શરૂ કરાઇ. સ્કૂલ, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટની આજુ બાજુ સર્ચ કરવામાં આવશે. 

અમદાવાદના પાલડી , NID પાસે આવેલ પાન પાર્લર સર્ચ કર્યું. સિંધુભવન રોડના અલગ અલગ પાન પાર્લરમાંથી ગોગો પેપરનો જથ્થો મળ્યો હતો. નરોડામાં પણ પાન પાર્લરમાં ગાંજો મળી આવ્યો હતો.

(6:20 PM IST)