હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th December 2025
યુએસ વિઝા માટે હવે ત્રણ વર્ષથી જૂનો ફોટો માન્ય નહીં ગણાય

વોશિંગ્ટન ડીસી, તા.૧૫: ઈમિગ્રેશનના નિયમો પર આકરાં નિયંત્રણ લાદવાના પગલાંના ભાગરૂપે અમેરિકાએ ઈમિગ્રેશનના દસ્તાવેજો માટેના ફોટો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંગે યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા જારી કરાયેલાં નિવેદનમાં જણાવ્યાં અનુસાર, ત્રણ વર્ષથી જૂના ફોટાવાળી વિઝા અરજીઓ માન્ય રાખવામાં નહીં આવે. એટલું જ નહીં માત્ર USCIS અથવા તેના દ્વારા માન્ય કેન્દ્રો દ્વારા ખેંચવામાં આવેલી તસવીરો જ માન્ય ગણાશે. USCISના જણાવ્યાં અનુસાર, ઓળખની ચોરી રોકવા માટે આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે. હાલના નિયમ પ્રમાણે ૧૦ વર્ષ જેટલો જૂનો ફોટો માન્ય ગણાય છે. આ નવો નિયમ ઈમિગ્રેશન વિઝા માટેના તમામ અરજદારોને લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ પદે બીજી વખત શપથ લીધાં બાદ ટ્રમ્પે ઈમિગ્રેશન નીતિને અત્યંત આકરી બનાવી છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
