હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનરેગાનું નામ બદલીને 'વિકસિત ભારત' કરવાની તૈયારી: નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને વાર્ષિક ૧૦૦ દિવસને બદલે ૧૨૫ દિવસની રોજગારીની ખાતરી મળશે

નવીદિલ્હી: કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) માં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ યોજનાનું નામ બદલીને 'વિકસિત ભારત—ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' કરવામાં આવશે. આ માટે લોકસભામાં નવું બિલ રજૂ કરવામાં આવશે.
મોદી સરકાર મનરેગા યોજનાના માળખામાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ, સરકાર સંસદમાં 'વિકસિત ભારત—ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે 'VB-G RAM G' બિલ રજૂ કરવા જઈ રહી છે. આ નવા પ્રસ્તાવિત કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને વાર્ષિક ૧૦૦ દિવસને બદલે હવે ૧૨૫ દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવશે.
આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ભંડોળની વહેંચણીની પદ્ધતિમાં પણ ફેરફાર પ્રસ્તાવિત છે, જેમાં ૬૦:૪૦ ના રેશિયોમાં ખર્ચ વહેંચવામાં આવી શકે છે. આ બિલ મનરેગા કાયદાનું સ્થાન લેશે અને તેનો ઉદ્દેશ્ય ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
