હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પત્રકાર મહેશ લંગા કેસ: સુપ્રીમ કોર્ટમાં સરકાર અને બચાવ પક્ષ વચ્ચે જોરદાર દલીલો

પત્રકાર મહેશ લંગાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સોલિસિટર જનરલે પત્રકાર પર ખંડણીનો આરોપ મૂક્યો હતો, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સરકારની દલીલો સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ કેસમાં રકમ ઘણી ઓછી છે છતાં તેને મોટું કૌભાંડ ગણાવવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટમાં પત્રકાર મહેશ લંગાના કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. સરકાર પક્ષે રજૂઆત કરતા તુષાર મહેતાએ દલીલ કરી હતી કે પત્રકાર ખંડણી વસૂલતા હોવાનું જણાયું છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી ધમકી આપતા હતા કે જો પૈસા નહીં આપો તો વિરુદ્ધમાં સમાચાર છાપવામાં આવશે. આ કેસમાં ૯ જેટલા સાક્ષીઓ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો અને વધારાનું સોગંદનામું દાખલ કરવા સમય માંગ્યો હતો.
બીજી તરફ, મહેશ લંગાના વકીલ કપિલ સિબ્બલે સરકારની આ માંગનો વિરોધ કર્યો હતો. સિબ્બલે દલીલ કરી હતી કે તેમણે સરકારના જવાબ સામે વળતો જવાબ આપી દીધો છે, હવે સરકાર નવેસરથી જવાબ દાખલ કરવા માંગે છે જે યોગ્ય નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે તપાસ એજન્સી ૬૮ કરોડની છેતરપિંડીની વાત કરે છે, પરંતુ હકીકતમાં આ રકમ ૬૮ લાખ પણ નથી. આમ, કોર્ટમાં બંને પક્ષે સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
