હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૨ કલાકમાં ૧૦૫૭ પુરુષો સાથે સંબંધ બાંધનારી મહિલાને હાંકી કાઢી
ઇન્ડોનેશિયાના બાલીમાંથી ડિપોર્ટ કરી દેવામાં આવીઃ અગાઉ ઓસ્ટ્રેલિયા અને ફિઝીમાંથી પણ આ રીતે વિવાદોના કારણે ડિપોર્ટ કરવામાં આવી હતી

જકાર્તા તા.૧૫: બ્રિટનની વિવાદાસ્પદ એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર બોની બ્લૂ ઉર્ફ ટિયા બિલિગરને ઇન્ડોનેશિયાના બાલીમાંથી ડિપોર્ટ કરી દેવામાં આવી છે. તેના પર કમસેકમ ૧૦ વર્ષ માટે ઇન્ડોનેશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. શુક્રવારે ઇન્ડોનેશિયાના બોની બ્લૂને પોતાના દેશમાંથી ડિપોર્ટ કરી દીધી. બોની બ્લૂ એ સમયે ખૂબ ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે ૨૦૨૫ની શરૂઆતમાં દાવો કર્યો હતો કે તેણે ૧૨ કલાકમાં ૧૦૫૭ પુરુષો સાથે યૌન સંબંધ બનાવી વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો.
બોની બ્લૂને આ અગાઉ ઓસ્ટ્રેલિયા અને ફિઝીમાંથી પણ આ રીતે વિવાદોના કારણે ડિપોર્ટ કરવામાં આવી હતી. હાલની ઘટના બાલીમાં થઈ, જ્યાં બોની એક વાદળી પિકઅપ ટ્રકમાં ફરી રહી હતી અને કથિત રીતે એડલ્ટ કન્ટેન્ટ શરૂ કરી રહી હતી. પોલીસે એક જવાબદાર નાગરિકની ફરિયાદ પર એક સ્ટુડિયો પર દરોડા પાડ્યા, જ્યાં બોની સાથે ત્રણ અન્ય પુરુષોની ધરપકડ કરી છે. શરૂઆતમાં તેમના પર ઇન્ડોનેશિયાના કડક પોર્નોગ્રાફી કાયદાનો ઉલ્લંઘનનો આરોપ લાગ્યો, જેની સજા ૧૫ વર્ષ સુધી જેલ અને ભારે દંડ હોઈ શકે છે.
તપાસમાં બોની બ્લૂ વિરુદ્ધ પોર્નોગ્રાફીનો પૂરાવા નથી મળ્યા. તેની જગ્યાએ તેને ટૂરિસ્ટ વિઝાનો દુરુપયોગ કરવા અને ટ્રાફિક નિયમો તોડવા એટલે કે લાઇસન્સ વિના ડ્રાઇવિગ અને વાહન રજિસ્ટ્રેશન ન હોવાના કેસમાં દોષિત ઠેરવી. કોર્ટે બોની પર મામૂલી દંડ લગાવ્યો અને ડિપોર્ટેશનનો આદેશ આપ્યો. ઇમિગ્રેશન ચીફ હેરુ વિનારકોએ કહ્યું કે તેઓ રજા માણવા આવ્યા હતા, પણ વિઝાનો દુરુપયોગ કરી કન્ટેન્ટ બનાવી રહ્યા હતા. બોનીને કોર્ટમાંથી બહાર જતી વખતે કેમેરા માટે હસતા અને ફલાઇંગ કિસ આપતી દેખાઈ. આ બોનીની જૂની આદતનો ભાગ છે.
આ અગાઉ બોનીએ ઓસ્ટ્રેલિયામાં સ્કૂલોમાં સાપ્તાહિક અવકાશ દરમ્યાન ૧૮ વર્ષના છોકરા સાથે એડલ્ટ કન્ટેન્ટ બનાવવાના પ્લાનના કારણે તેના વિઝા રદ થયા હતા. ફિઝીમાં પણ તેને પ્રતિબંધિત પ્રવાસી ઘોષિત કરી હાંકી કાઢી હતી. બોની બ્લૂ પોતાની વિવાદાસ્પદ સ્ટંટ માટે ઓળખાય છે. યુવા પુરુષો સાથે ફ્રી સેક્સ ઓફર કરી તેમને ફિલ્માવવું અને ઓનલાઇન પોસ્ટ કરવી તેની આદત છે.
તે ઓન્લીફેન્સ પર લાખો કમાય છે, પણ કેટલાય દેશોમાં તેના કામને અનૈતિક અને કાયદા વિરુદ્ધ માનવામાં આવે છે. આ ઘટના બાલીમાં વિદેશી પર્યટકોના અયોગ્ય વ્યવહાર પર વધતી કડકાઈને દર્શાવે છે. કેટલાય અન્ય ઇન્ફલુએન્સર્સે ને પણ નગ્ન ફોટો અથવા અયોગ્ય કન્ટેન્ટ માટે ડિપોર્ટ કરી ચૂક્યા છે.(૩૮.૭)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
