<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનની કારકિર્દી બિનવિવાદાસ્પદ

પટણા: ભારતીય જનતા પાર્ટીએ બિહારના યુવા નેતા અને મંત્રી નીતિન નવીનને પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ૪૫ વર્ષીય નીતિન નવીન જે.પી. નડ્ડા બાદ આ પદ સંભાળનાર બિહારના બીજા નેતા બન્યા છે. સંગઠનમાં તેમની પકડ, યુવા જોશ અને બિહાર તથા છત્તીસગઢમાં પક્ષ માટે કરેલી શ્રેષ્ઠ કામગીરીને કારણે તેમની પસંદગી કરવામાં આવી છે

ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મોટો ફેરફાર કરતા બિહાર સરકારના મંત્રી નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. આ નિમણૂક સાથે જ ભાજપે યુવા નેતૃત્વ પર વિશ્વાસ મુક્યો છે. 

*નીતિન નવીન કેમ પસંદગી પામ્યા, તેમનો પરિવાર અને રાજકીય સફર

નીતિન નવીન યુવા અને ઊર્જાવાન નેતા છે જે પક્ષના યુવા મોરચામાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ બાંકીપુર બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને બિહાર સરકારમાં મહત્વના ખાતાઓ સંભાળ્યા છે. 

પૂર્વ ભારતમાં ભાજપની પકડ મજબૂત કરવાના વ્યૂહાત્મક ભાગરૂપે તેમની પસંદગી થઈ છે. તેઓ કાયસ્થ સમાજમાંથી આવે છે જે ભાજપનો મજબૂત વોટ બેંક ગણાય છે. આ ઉપરાંત છત્તીસગઢની ચૂંટણીમાં પ્રભારી તરીકે તેમણે પક્ષને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

*નીતિન નવીનનો પરિવાર:*

નીતિન નવીન રાજકીય વારસો ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના પિતા નવીન કિશોર પ્રસાદ સિંહા ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય હતા. વર્ષ ૨૦૦૬ માં પિતાના અવસાન બાદ નીતિન નવીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના માતાનું નામ મીરા સિંહા છે. તેમના પત્નીનું નામ ડૉ. દીપમાલા શ્રીવાસ્તવ છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

*રાજકીય સફર*:

નીતિન નવીન શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તેમણે ક્યારેય પક્ષપલટો કર્યો નથી. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી થી કરી હતી અને ત્યારબાદ તેઓ ભાજપ યુવા મોરચામાં સક્રિય થયા હતા. પિતાના અવસાન બાદ તેઓ ૨૬ વર્ષની વયે પેટાચૂંટણી જીતીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. આમ તેઓ મૂળભૂત રીતે ભાજપની વિચારધારા સાથે વરેલા નેતા છે.

નીતિન નવીન સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા શિસ્તબદ્ધ નેતા ગણાય છે. જોકે વર્ષ ૨૦૧૭ માં તેઓ એક વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે કોંગ્રેસના નેતા અબ્દુલ જલીલ મસ્તાન સામે રાજદ્રોહનો કેસ દાખલ કરાવ્યો હતો. મસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાને અપમાનિત કરવા માટે ભીડને ઉશ્કેરી હતી, જેના વિરોધમાં નીતિન નવીને કડક વલણ અપનાવ્યું હતું. આ સિવાય તેમનો કાર્યકાળ મોટે ભાગે બિનવિવાદાસ્પદ રહ્યો છે.

(1:19 PM IST)