<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ગુલમર્ગમાં દુનિયાની સૌથી ઊંચી રિવોલ્‍વિંગ રેસ્‍ટોરાં

એશિયાનો સૌથી ઊંચો કેબલ કાર પ્રોજેક્‍ટ છેઃ આ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી સ્‍કી પોઈન્‍ટ પણ છે. એટલું જ નહીં દુનિયાની સૌથી મોટું ઈગ્‍લૂ કેફે પણ અહીં આવેલું છે

 

શ્રીનગર તા.૧૫: જમ્‍મુ-કાશ્‍મીરના સૌથી સુંદર સ્‍થળ તરીકે જાણીતા ગુલમર્બમાં અમદાવાદ જેવી વિશ્વની સૌથી ઊંચી રિવોલ્‍વિંગ રેસ્‍ટોરાં બનાવવામાં આવી છે. પર્યટકોનું આકર્ષણ વધારવા માટે અફરાવત પર્વત પર લગભગ ૧૪૦૦૦ ફૂટની વિશ્વની સૌથી ઊંચાઈ પર ગોળ ફરતી રેસ્‍ટોરાં શરૂ કરવામાં આવી છે.

આમ તો ગુલમર્ગના નામે અનેક રેકોર્ડ છે. અહીં એશિયાનું સૌથી ઊંચો કેબલ કાર પ્રોજેક્‍ટ છે. આ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી સ્‍કી પોઈન્‍ટ પણ છે. એટલું જ નહીં દુનિયાની સૌથી મોટું ઈગ્‍લૂ કેફે પણ અહીં આવેલું છે. ગુલમર્ગનું ગોંડોલા વિશ્વનું સૌથી ઊંચું અને એશિયાનું સૌથી મોટું રોપ-વે છે. અહીં આવતા પર્યટકો અફરાવતના પર્વની અવશ્‍ય મુલાકાત લેતા હોય છે. તેના અંતિમ સ્‍ટેશન અફરાવત પર આખું વર્ષ સ્‍કીઈંગ થતું હોય છે. અત્‍યાર સુધી સૌથી મોટું આકર્ષણનું કેન્‍દ્ર ઈગ્‍લૂ કૈફે હતું અને હવે તેમાં વધુ એક નામ રિવોલ્‍વિંગ રેસ્‍ટોરાં જોડાઈ ગયું છે. એટલે કે હવે પર્યટકનો બમણી મજાનો આનંદ માણવા મળશે.

જમ્‍મુ-કાશ્‍મીરના મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્‍લાએ ગુલમર્ગમાં અનેક પ્રોજેક્‍ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્‍ટમાં ગોળ ફરતી રેસ્‍ટોરાં, એક મલ્‍ટી-પર્પસ હોલ અને અફરાવતમાં એક રિવોલ્‍વિંગ કોંન્‍ફરન્‍સ હોલ સામેલ છે. ગુલમર્ગમાં પર્યટકો વધુમાં વધુ આનંદ માણી શકે અને વધુમાં વધુ સુવિધાઓ ઉપયોગ કરી શકે, તે માટે આ પ્રોજેક્‍ટો શરૂ કરાયા છે. આનો સૌથી મોટો ફાયદો સ્‍થાનિકોને પણ થશે, તેમની રોજગારીમાં વધારો થશે.(૩૮.૪)

(9:41 AM IST)