<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

મોબીકિવક ભારતની ટોચની ૩ સૌથી ઝડપથી વિકસતી યુપીઆઇ એપમાં સામેલ

રાજકોટ તા. ૧પઃ વન મોબીકિવક સિસ્‍ટમ્‍સ લિમિટેડ (મોબીકિવક) (NSE: MOBIKWIK/BSE: 544305), ભારતનું સૌથી મોટું ડિજિટલ વોલેટ (૧), મોબીકિવક નાણાકીય વર્ષ-ર૬ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની ટોચની ૩ સૌથી ઝડપથી વિકસતી UPI એપ્‍લિકેશન તરીકે ઉભરી આવી છે. વધુમાં, મોબીકિવકે અગ્રણી TPAPsમાં UPI વ્‍યવહારોમાં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી, કેમકે, ઓકટોબર-ર૦રપ (૩) સુધીમાં UPI નો ઉપયોગ વાર્ષિક ધોરણે ૩× વધ્‍યો અને વોલ્‍યુમ અને વેલ્‍યૂ બંનેમાં મજબૂત સ્‍કેલ આગળ વધાર્યો છે.

સતત વિસ્‍તરતો જતો યુઝર બેઝ એ UPI કંપની માટે એક વ્‍યૂહાત્‍મક વૃદ્ધિ તરીકેનું કામ કરી રહ્યો છે અને પેમેન્‍ટ્‍સ તથા ક્રેડિટમાં ઉચ્‍ચ-ગુણવત્તા ધરાવતા ઉપભોકતાને જોડવા એ તેનો મુખ્‍ય અભિગમ છે. મોબીકિવકનું ધ્‍યાન ઉચ્‍ચ-ગુણવત્તા ધરાવતા UPI ઉપભોકતાને આકર્ષવા અને તેમને ટકાવી રાખવા પર રહે છે, જેઓ પેમેન્‍ટ્‍સ અને ક્રડિટ બંને ઉત્‍પાદનો સાથે સક્રિય રીતે જોડાય છ ે, તેનાથી ARPU વધારવામાં અને લાંબા ગાળાની વેલ્‍યૂને વધારવામાં મદદ કરે છે.

મોબીકિવકના વોલેટ-આધારીત  UPI સુવિધામાં, Pocket UPI ને અપનાવવાથી તેમાં ઝડપ મળી છે. UPI મોબીકિવકના UPI સ્‍કેલનું મુખ્‍ય ડ્રાઇવર બની ગયું છે. જે વપરાશકર્તાઓને તેમના મોબીકિવક વોલેટમાંથી સીધા જ UPI ની ચુકવણી કરવા, કોઇપણ QR કોડ સ્‍કેન કરવા અથવા મોબાઇલ નંબર અથવા UPIID દ્વારા ચુકવણી કરવા સમર્થ બનાવે છે. 

(3:08 PM IST)