તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th December 2025
અંડર-૧૯ એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને ૯૦ રનથી હરાવ્યું : સતત બીજો વિજય
ભારતે ર૪૦ રન બનાવ્યા જવાબમાં પાકિસ્તાનની ટીમ ૧પ૦ રનમાં ઓલઆઉટ

નવી દિલ્હી : અંડર-૧૯ એશિયા કપ ર૦રપ ના પાંચમા મેચમાં ભારતીય અંડર-૧૯ ટીમે પાકિસ્તાન અંડર-૧૯ ટીમને ૯૦ રનથી હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરતા ભારતે ૪૬.૧ ઓવરમાં ર૪૦ રન બનાવ્યા. વરસાદને કારણે મેચ ૪૯-૪૯ ઓવરની કરવામાં આવી હતી. જવાબમાં પાકિસ્તાન ૪૧.ર ઓવરમાં ૧પ૦ રનમાં જ ઓલઆઉટ થઇ ગયું. આ ભારતનો સતત બીજો વિજય છે. અગાઉ, ટીમ ઇન્ડિયાએ યુએઇને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી.
ટોસ હાર્યા બાદ પહેલા બેટીંગ કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી હતી. ગત મેચનો હીરો વૈભવ સૂયર્વશીને પ રને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન આયુષ મ્હાત્રેએ એરોન જયોર્જ સાથે બીજી વિકેટ માટે ૪૯ રન જોડીને ઇનિંગને સ્થિર કરી. આયુષની ઇનિંગ ૧૦ મી ઓવરમાં રપ બોલમાં ૩૮ રન બનાવીને સમાપ્ત થયો. યુએઇ સામેની છેલ્લી મેચમાં ૬૯ રન બનાવનાર વિહાન મલ્હોત્રા ફકત ૧ર રન બનાવી શકયો. આ દરમિયાન વેદાંત ત્રિવેદીએ રર બોલમાં ૭ રનની ધીમી ઇનિંગ રમી.
વિકેટકિપર અભિજ્ઞાની કુંડુએ રર રન બનાવીને ઇનિંગ્સને સ્થિર કરી. આ દરમિયાન, સદીની નજીક પહોંચેલા એરોન કેચ આઉટ થયો. તેણે ૮૮ બોલનો સમાનો કર્યો અને ૮પ રન બનાવ્યા. નીચલા ક્રમમાં ખિલન પટેલે ૬,કનિષ્ક ચૌહાણએ ૪૬, હેનિલ પટેલે ૧ર અને દિપેશ દેવેન્દ્રને ૧ રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ સૈયમ અને અબ્દુલ સુભાને ૩-૩ વિકેટ લીધી. નિકાબ શફીકે ર વિકેટ લીધી. અલી રઝા અને અહેમદ હુસૈને ૧-૧ વિકેટ લીધી.
ર૪૧ રનનો પીછો કરતા પાકિસ્તાનનું ટોપ ઓર્ડર દિપેશ દેવેન્દ્રન નામના વાવાઝોડા સામે ઉડી ગયું. દિપેશ પાકિસ્તાનને સતત ત્રણ ઝટકા આપ્યા. તેણે ૯ મી ઓવરના પહેલા બોલ પર સમીર મિન્હાસને આઉટ કર્યો. સમીરે ર૦ બોલનો સામનો કર્યો અને ૯ રન બનાવ્યા. પાછલી મેચમાં સમીરે અણનમ ૧૭૭ રન બનાવ્યા હતા. તેથી તેની વિકેટ ભારત માટે મહત્વપૂર્ણ હતી. દિપેશે ૧૧ મી ઓવરમાં અલી હસન બલોચ (૦) અને ૧૩ મી ઓવરમાં અહેમદ હુસૈન પછી, ઓપનર ઉસ્માન ખાન પણ કેચ આઉટ થયો. તેણે ૪ર બોલમાં ૧૬ રનની ધીમી ઇનિંગ રમી. કેપ્ટન ફરહાન યુસુફ (ર૩) ને વૈભવ સૂર્યવંશીએ આઉટ કર્યો. વિકેટકિપર હમઝા ઝહૂર (૪) પણ ખાસ ફરક પાડવામાં નિષ્ફળ ગયો, અબ્દુલ સુભાન ૬ રન બનાવ્યા.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
