હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th December 2025
દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસનું સામ્રાજ્ય: ૪૦ ફ્લાઈટ્સ રદ, ૪ ડાયવર્ટ કરાઈ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણને કારણે વિઝિબિલિટી (દૃશ્યતા) ઘટી જતાં હવાઈ વ્યવહાર ખોરવાયો છે. દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરનારી ૪૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હીમાં આજે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવાને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન્સ પર ગંભીર અસર પડી છે. ખરાબ હવામાન અને લો-વિઝિબિલિટીના કારણે અત્યાર સુધીમાં ૪૦ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ૪ ફ્લાઈટ્સને અન્ય શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.
એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી મુખ્ય એરલાઈન્સે એડવાઈઝરી જારી કરીને મુસાફરોને એરપોર્ટ નીકળતા પહેલા ફ્લાઈટ સ્ટેટસ ચેક કરવા વિનંતી કરી છે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા પણ અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે વિઝિબિલિટી ઝીરોની નજીક પહોંચી ગઈ હતી.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
