<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ટી૨૦માં હાર્દિકના નામે અનોખો રેકોર્ડ

૧ હજાર રન, ૧૦૦ વિકેટ, ૧૦૦ છગ્‍ગા

નવી દિલ્‍હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્‍ચે રમાયેલી ત્રીજી ટી૨૦  મેચમાં ઓલરાઉન્‍ડર હાર્દિક પંડ્‍યાએ ક્રિકેટ જગતમાં એક મોટો અને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હાર્દિકે ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં એવો પ્રથમ ખેલાડી બની ગયો છે, જેના નામે ૧૦૦૦થી વધુ રન, ૧૦૦થી વધુ વિકેટ અને ૧૦૦ છગ્‍ગા નોંધાયેલા છે

હાર્દિક ૧૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેનારા વિશ્વનો પ્રથમ ફાસ્‍ટ બોલર બન્‍યો છે. આ અગાઉ બાંગ્‍લાદેશના શાકિબ અલ હસન, અફઘાનિસ્‍તાનના મોહમ્‍મદ નબી અને ઝિમ્‍બાબ્‍વેના સિકંદર રઝા આ સિદ્ધિ મેળવી ચૂક્‍યા છે. આ સિવાય હાર્દિક પંડ્‍યા ટી૨૦માં ૧૦૦ વિકેટ લેનારા ભારતના ત્રીજા બોલર બની ગયા છે. તેના પહેલાં ફાસ્‍ટ બોલર અર્શદીપ સિહ (૧૧૨ વિકેટ) અને જસપ્રીત બુમરાહ (૧૦૧ વિકેટ) આ સિદ્ધિ મેળવી ચૂક્‍યા છે.

 

(2:30 PM IST)