તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૭ સોમવાર

શરમ કરો...પાકિસ્તાન ભારતની ટ્રોફી-મેડલ ચોરી ગયું : ભારતે પાકિસ્તાનને ધુળ ચાટતું કરી ‘‘એશિયા કપ'' નો ખિતાબ જીતી લેતા દુશ્મન દેશે લખણ ઝળકાવ્યાઃ પાકિસ્તાનના મંત્રી અને એસીસીના અધ્યક્ષ ભારતની ટ્રોફી અને ખેલાડીઓના મેડલ ‘‘ચોરી'' હોટલ ભેગા થઇ ગયા : મેચ બાદ અડધી રાતે બે કલાક હાઇવોલ્ટેજ ડ્રામાઃ ભારતે પાક. મંત્રીના હાથે ટ્રોફી લેવાનો ઇન્કાર કર્યોઃ બીસીસીઆઇ લાલઘૂમઃ આઇસીસી કરશે ફરિયાદઃ ટ્રોફી વગર ભારતીય ટીમે જશ્ન મનાવ્યો10:31 AM IST
ગુજરાત પર બેવડું સંકટ? અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થવાની તૈયારીમાં, ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહી : રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેવા સંભવ: ૪૮ કલાક દ. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે: વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે : જાણો સમગ્ર દેશમાં કેવું રહેશે હવામાન 10:40 PM IST
વંદે ભારતમાં રસોડું નથી, તો પણ ગરમા-ગરમ ભોજન કેવી રીતે મળે છે?: IRCTCની આ છે ખાસ 'યુક્તિ', ૭૫+ ટ્રેનોમાં મુસાફરોને મળે છે વિશ્વસ્તરીય સુવિધા! : મુસાફરો ટિકિટ બુક કરાવતી વખતે "ખોરાક સાથે" અથવા "ખોરાક વિના" વિકલ્પ પસંદ કરી શકે છે, પરંતુ ભોજન વિકલ્પ વિના બુક કરાવ્યા હોય તો પણ તેઓ પછીથી ખરીદી શકે છે9:27 PM IST
'રાષ્ટ્રવિરોધી' લેબલ અને ૪ યુવાનોના મૃત્યુથી લદ્દાખમાં ભારે ગુસ્સો: લેહ એપેક્સ બોડીએ કેન્દ્ર સાથેની વાતચીતનો બહિષ્કાર કર્યો, ન્યાયિક તપાસની માંગ! : લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ હિંસા પાછળ 'વિદેશી હાથ' હોવાનો સંકેત આપ્યો હતો: LAB અને KDA એ આરોપોને દબાવવાનું કાવતરું ગણાવીને સ્પષ્ટપણે નકારી કાઢ્યા9:24 PM IST
ટ્રમ્પનો બોલિવૂડ પર '૧૦૦% ટેરિફ બોમ્બ'!: અમેરિકાની બહાર બનેલી તમામ ફિલ્મો પર ૧૦૦% ડ્યુટીની જાહેરાત, ભારતીય ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો! : જો ભારતીય ફિલ્મો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવે છે, તો અમેરિકામાં ભારતીય ફિલ્મો જોવી મોંઘી થઈ જશે: છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ભારતીય ફિલ્મોના બિઝનેસમાં નોંધપાત્ર વધારો9:24 PM IST
કાશીમાં અષ્ટમીનો અદ્ભુત ઉત્સાહ!: મા મહાગૌરી અને જગત જનની અન્નપૂર્ણાના દર્શને ઉમટી ભક્તોની ભીડ, શંકરાચાર્યનું સ્તોત્ર અને શિવની ભિક્ષાની કથા ગુંજી! : આદિ શંકરાચાર્યે આ અન્નપૂર્ણા મંદિરમાં અન્નપૂર્ણા સ્તોત્રની રચના કરી હતી, જે મંદિરના ધાર્મિક મહત્ત્વમાં વધારો કરે છે. ભક્તો માને છે કે બધી દેવીઓમાં એક જ શક્તિ છે, માત્ર નામ અલગ છે9:22 PM IST
ગડકરી પર લાગેલા ઇથેનોલ આરોપો!: '₹૨૨ લાખ કરોડની આયાત લોબી ગુસ્સે છે,' નીતિન ગડકરીએ પોતાના પર લાગેલા આક્ષેપો ફગાવ્યા, કહ્યું: "મેં એક પણ રૂપિયો લીધો નથી!" : ગડકરીએ કહ્યું કે તેઓ તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ખોટા આરોપોને અવગણશે, કારણ કે "લોકો સત્ય જાણે છે" અને આ રાજકારણનો સ્વાભાવિક ભાગ9:19 PM IST
હરિયાણામાં ISI નેટવર્કનો પર્દાફાશ!: પલવલમાંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ તૌફિક, WhatsApp દ્વારા ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલતો હતો! : પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી પરત ફર્યા બાદ તૌફિકે આસપાસના લોકો સાથે સંપર્ક વધાર્યા હતા અને તેમને પાકિસ્તાન જવા માટે વિઝા મેળવવા માટે પ્રોત્સાહિત કરતો હતો9:23 PM IST
કેનેડાએ લોરેન્સ બિશ્નોઈને આતંકવાદી અને તેની ગેંગને આતંકવાદી જૂથ જાહેર કર્યું : તેમની સંપત્તિઓ સ્થગિત કરી છે અને તેમના વ્યવહારોને ગુનાહિત બનાવ્યા છે. આ પગલું ક્રિમિનલ કોડ હેઠળ લેવામાં આવ્યું : સંગઠનની સંપત્તિઓ સાથે વ્યવહાર કરનાર કોઈપણ કેનેડિયન નાગરિક, પછી ભલે તે કેનેડામાં હોય કે વિદેશમાં, ગુનાહિત બનશે8:47 PM IST
બીજેપીનું નવું કાર્યાલય મંદિર સમાન : પીએમ મોદીએ દિલ્હીમાં દિલ્હી ભાજપનું નવું રાજ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું : આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા : આ ઉપરાંત બીજેપીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા : દિલ્હી ભાજપ આજે જે તાકાતનો આનંદ માણી રહ્યું છે તે છેલ્લા દાયકાઓમાં આપણા લાખો કાર્યકરોના બલિદાન અને મહેનતનું પરિણામ છે8:46 PM IST
અમેરિકાના ટેરીફની ઐસી કી તૈસી : ભારતીય અર્થતંત્રમાં હરિયાળી છવાશે : EY એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતના GDP વૃદ્ધિના અનુમાનમાં વધારો કરીને ૬.૭% કર્યો : EY પહેલા, ફિચ રેટિંગ્સ અને OECD એ પણ તાજેતરમાં ભારત માટે તેમના GDP વૃદ્ધિ અનુમાનમાં વધારો કર્યો હતો : મજબૂત વૃદ્ધિ અને માંગને કારણે ફિચે જૂન 2025 ક્વાર્ટરમાં GDP વૃદ્ધિનો અંદાજ 6.9% સુધી વધારી દીધો 6:53 PM IST
ચીને પૃથ્વીની ચાલ બદલી!: નાસાનો ભયાનક ખુલાસો: થ્રી ગોર્જ્સ ડેમના પાણીના વજનથી પૃથ્વીની ધરી ૨ સે.મી. ખસી, દિવસ ૦.૦૬ માઇક્રોસેકન્ડ ટૂંકો થયો! : જોકે, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર રોજિંદા જીવનમાં અનુભવી શકાતો નથી, પરંતુ તે દર્શાવે છે કે માનવ હસ્તક્ષેપની અસર ગ્રહની ગતિશીલતા પર કેટલી મોટી હોઈ શકે છે.6:50 PM IST
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે કેમ નામાંકિત કર્યા: પાક. PM શાહબાઝ શરીફે ખુલાસો કર્યો: 'ભારત સાથેનું યુદ્ધ અટકાવીને ટ્રમ્પે મોટી આફત ટાળી!' : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ અગાઉ જણાવ્યું હતું કે ઓપરેશન ત્યારે જ બંધ કરવામાં આવ્યું હતું જ્યારે "બધા રાજકીય અને લશ્કરી ઉદ્દેશ્યો પ્રાપ્ત થઈ ગયા" હતા: બાહ્ય દબાણનો ઇનકાર6:50 PM IST
પૂર રાહત પર પંજાબ vs કેન્દ્ર સરકાર!: મંત્રી હરપાલ ચીમાનો સણસણતો આરોપ: "કેન્દ્રએ ₹૨૦,૦૦૦ કરોડની માંગ સામે ₹૧,૬૦૦ કરોડની જાહેરાત કરી, તે પણ નથી આપ્યા!" : નોંધનીય છે કે પંજાબ સરકાર પૂરના નુકસાન અને પુનર્વસન અંગે ચર્ચા કરીને લોકોને પડખે ઊભી છે. પરંતુ કેન્દ્ર તરફથી પૂરતી રાહત ન મળતા, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે તણાવ વધ્યો 6:47 PM IST
'ભય બિનુ હોય ન પ્રીતિ': 'I Love Mohammad' વિવાદમાં જીતન રામ માંઝીનો ગિરિરાજ સિંહને ટેકો, કોંગ્રેસે કહ્યું: 'BJPને ખુશ કરવા નિવેદન!' : "જ્યારે સમુદ્રે વિનંતી ન સાંભળી અને ત્રણ વાર ગયો, ત્યારે રામે ગુસ્સામાં કહ્યું, 'ભય બિનુ હોય ન પ્રીતિ': ગિરિરાજ સિંહ એક જ સ્વરમાં બોલે છે, તેથી તેઓ કંઈ ખોટું નથી કહેતા."6:46 PM IST
આજે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૩૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર : છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૮.૦૩ ઇંચ વરસાદ, ત્યારબાદ વલસાડના કપરાડામાં ૪.૮૮ ઇંચ, ઉમરગામમાં ૪.૬૫ ઇંચ, વેરાવળમાં ૪.૬૧ ઇંચ અને જૂનાગઢના માંગરોળમાં ૪.૪૧ ઇંચ વરસાદ નોંધાયો : જુઓ વિગતવાર સૂચિ8:11 AM IST
જીએસટી ૨.૦: વેપારીઓને એડિશનલ ક્રેડિટના ઝડપી રિફંડની જાહેરાતની અપેક્ષા : હાલમાં વેપારીઓ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપીને તેમનો માલ વેચી રહયા છે : જૂની ઈન્વેન્ટરી ઉપર વધુ જીએસટીની ખોટની સમસ્યાં વેપારી સામે આવી : ડિસ્ટ્રિબ્યુટરોએ હાલમાં ભાવ નવા જીએસટી મુજબ ઘટાડયાં છે પણ રિટેઇલરોના હાથમાં ખરેખર ચાવી રહી છે 3:38 PM IST
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં વસતા ભારતીય સમુદાય દ્વારા ભારતીય સંસ્કળતિના વિદેશમાં દર્શન : નવરાત્રી નિમિત્તે નોર્થ શોર ઇન્ડિયન એસોસિએશન સોસાયટી દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ : ઇવેન્ટ ફિડા સ્ટેડિયમ ખાતે ભવ્ય આયોજનઃ હજારો ખેલૈયાઓએ રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરીઃ ન્યૂઝીલેન્ડની કિવી યુવતીઓ ભારતીય સંસ્કળતિથી પ્રભાવિત2:14 PM IST
વાહનો, પેકેજ્ડ ફૂડ, દવા...GST ઘટાડાથી કઈ વસ્તુઓને સૌથી વધુ ફાયદો ? : ૭૮,૦૦૦ લોકોને સામેલ કરીને કરવામાં આવેલા એક સર્વેમાં આશ્ચર્યજનક તથ્યો બહાર આવ્યા છે : ૨૪% લોકોએ કહ્યું કે તેમને GST ઘટાડાનો થોડો લાભ મળ્યો છે : ૬૨% લોકોએ કહ્યું કે તેમને ઘટાડાનો કોઈ લાભ મળ્યો નથી, જ્યારે ૪% લોકોએ મૌન રહ્યા11:17 AM IST
ફિલ્મફેર એવોર્ડ્સના નોમિનેશન જાહેરઃ ગુજરાતમાં યોજાશે એવોર્ડ નાઈટ : લાપતા લેડીઝ, કિલ,સ્ત્રી ૨, ભૂલ ભુલૈયા ૩, આર્ટિકલ ૩૭૦, શ્રેષ્ઠ ફિલ્મ શ્રેણીમાં ટોચ પરઃ મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) માટે, અભિષેક બચ્ચન, અજય દેવગણ, ઋતિક રોશન, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ અને અક્ષય કુમાર જેવા પાવરહાઉસને તેમના શાનદાર અભિનય માટે નામાંકિત : બેસ્ટ ડેબ્યુ (પુરુષ) કેટેગરીમાં લક્ષ્ય, અભિનવ સિંહ, ગુરુ રંધાવા, જીબ્રાન ખાન, ક્ષિતિજ ચૌહાણ, સ્પર્શ શ્રીવાસ્તવ નોમિનેટ થયા છે જ્યારે પ્રતિભા રંતા, નિતાંશી ગોયલ, પશ્મિના રોશન, ધ્વની ભાનુશાલી, અંજીની ધવન, અહિલ્યા બામરુ બેસ્ટ ડેબ્યુ કેટેગરીમાં છે9:38 AM IST
જનરેશન - ઝેડ ફાયરિંગ કેસ: નેપાળના ભૂતપૂર્વ પીએમ દેઉબાનો પાસપોર્ટ રદ : ઓલી સહિત 5 નેતાઓને કાઠમંડુ છોડવા પર રોક : પોલીસ અને ગુપ્તચર વિભાગોને દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો : મિશને સ્પષ્ટ કર્યું કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે, અને પરવાનગી વિના કોઈને પણ વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં9:05 PM IST

ધાર્મિક વિધિ

તમે દલડાં લીધા મોહી......

જન કલ્યાણકારી પ્રોજેક્ટ્સ

હમ દોનો હૈ અલગ અલગ......
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી : 225 જેટલા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને 3500થી વધુ વેપારીઓ-ઉદ્યોગકારો વિડીયો કોન્ફરન્સમાં સહભાગી થયા: નાણામંત્રી, ઉદ્યોગમંત્રી-ઉદ્યોગ રાજ્યમંત્રી-ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિ:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સએ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં ઉપયુક્ત થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ7:02 PM IST
રાજ્યના ૨૩૨ તાલુકાઓમાં જાણે ગરબા રમતા મેઘરાજાઃ ઝરમર થી ૮ ઇંચ : કપરાડા ૫ ઇંચ, ઉમરગામ ૪.૫ ઇંચ, અંકલેશ્વર, ધરમપુર અને ડેડીયાપાડા ૪ ઇંચ વરસાદ વલસાડ અને ચીખલી પંથકમાં મીની વાવાઝોડાથી ભારે નુકસાનઃ સેંકડો વીજપોલ અને વૃક્ષો ધરાશાયી, ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તાઓ બંધ : ઉકાઇ ડેમની જળસપાટી ભયજનક સપાટીથી માત્ર ૧.૦૭ ફૂટ દૂર.... ૧,૩૩,૭૬૦ ક્યુસેક પાણી છોડયું તાપી નદી બે કાંઠે.... કોઝવે ૮.૫૨ મીટર ને પાર ૧,૬૭,૫૪૯ ક્યુસેક પાણી વહી રહ્યું છે.. મધુવન ડેમના ૪ દરવાજા ખોલાયાઃ દમણગંગા નદી રમણે ચઢી ભારે વરસાદને પગલે વલસાડ જીલ્લાની અને સંઘ પ્રદેશ દમણની શાળાઓમાં રજા જાહેર કરાઈ 12:00 PM IST
ગાંધીનગર ખાતે ‘આદિજાતિ સાહિત્ય, કલા, સંસ્કૃતિ અને પરંપરા’ વિષય સાથે રાષ્ટ્રીય કક્ષાની આદિજાતિ લેખકોની એક દિવસીય કોન્કલેવ યોજાઈ : કાર્યક્રમમાં ગુજરાતભરના વિવિધ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો ,પી.એચ.ડી સ્કોલરો, સંશોધકો, સાહિત્યકારો, વકીલો, વિદ્યાર્થીઓ ઉપરાંત લેખનમાં રુચિ ધરાવતા તમામ વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત4:55 PM IST
દેશદ્રોહી પ્રવળતિઓ પર રાજ્યભરમાં બ્રેકઃ સુરતમાં ક્રિપ્ટો કરન્સી ઈન્વેસ્ટિગેશન સેલનો ગુજરાતમાં સહુ પ્રથમ દશેરાએ શુભારંભ : મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ સુરત પોલીસ કમિશનરની મહત્વની પ્રપોઝલથી પ્રભાવિત તાકીદે લીલીઝંડી..હર્ષભાઈ સંઘવી જાતે રસ દાખવી સર્વોતમ તાલીમ અપાવી ૨૦૦ કરોડના વર્ચ્યુઅલ વિદેશી ચલણ..અપહરણ...પૂર્વ ધારાસભ્ય, એક IPS, એક પીઆઇ સહિત ૧૪ને આજીવન કેદમાં સુરત કનેકશન ખૂલતા ચોંકી ઉઠેલા સીપી અનુપમસિંહ ગેહલોતે રાજ્ય લેવલે એક મોટો નિર્ણય લેવડાવવામાં નિમિત બન્યા4:28 PM IST
મહાત્મા મંદિર ગાંધીનગર આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા,જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર યોજાશે નેશનલ કોન્ફરન્સ : બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશભરના વિવિધ રાજ્યોના પ્રતિનિધિશ્રીઓ રહેશે ઉપસ્થિત :“ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP)” ના લક્ષ્યો હાંસલ કરવા દિશામાં આ કોન્ફરન્સ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે :ડો. જયંતી રવિ5:02 PM IST
ગુજરાત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫ ટકા: સૌથી વધુ કચ્છમાં ૧૪૦.૨૩ ટકા સરેરાશ વરસાદ :છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૩૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ : ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો :નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાયો12:45 PM IST
દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા ગુજરાત રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં એસ.ટી નિગમ દ્વારા માત્ર સુરત શહેરથી જ વિવિધ શહેરો માટે સૌથી વધુ ૧૬૦૦ એક્સ્ટ્રા બસોનું આયોજન 4:48 PM IST
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૫ આગામી પાંચમી ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી યોજાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ-૨૦૨૫-૨૬ના આયોજન માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન : આ વર્ષના અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સ્વદેશી પ્રોડક્ટ્સને ગ્લોબલ અપિલ સાથે પ્રમોટ કરાશે : ‘વોકલ ફોર લોકલ’ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ4:58 PM IST
ક્રિકેટમાં તક મળે ત્યારે પરિસ્થિતિને સારી રીતે સંભાળે તે ખેલાડી આગળ વધે છેઃ રાકેશ પટેલ : રણજી ટ્રોફી, આઇપીએલ સહિત અનેક ક્રિકેટનો અનુભવ ધરાવનાર ખેલાડી રાજકોટમાં વડોદરામાં અંડર ૨૩ના હેડ કોચ તરીકે કાર્યરત રાકેશભાઇ દિલીપ ટ્રોફિ, દેવધર ટ્રોફિ ચેમ્પીયન, ઇન્ડિયા એ, રણજી ટ્રોફિ સહિત ૬૭ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા છે અને ૨૩૪ વિકેટો ઝડપી છે. તેઓ ફાસ્ટ બોલર રહ્યા છે : જ્યારે વડોદરા ૪૦ વર્ષ પછી ૨૦૦૧-૦૨માં રણજી ટ્રોફિ જીત્યું તેમાં તેમનો સિંહ ફાળો હતો. રાકેશ પટેલ, ઝહિર ખાન, નયન મોંગિયા, કેપ્ટન જેકબ માર્ટીન સાથે રમ્યા હતા : ૨૦૧૦ માં તેઓ મુંબઇ ઇન્ડિયનની ટીમમાં ફાસ્ટ બોલર તરીકે હતા. ૨૦૦૭ માં તેમણે આઇસીએલ ક્રિકેટ જોઇન કરેલું : રાકેશભાઇના પિતા ભાનુપ્રસાદ ઘેલાભાઇ પટેલ પણ ક્રિકેટર હતા તેઓ ફાસ્ટ બોલર હતા અને રાકેશભાઇના રોલ મોડલ હતા : ટેસ્ટ ક્રિકેટ બહુ અઘરૂ છે. જે રમવું બધાનું સપનું હોય છે. જ્યારે વ્હાઇટ બોલ ક્રિકેટ સરળ છે. ટેસ્ટ ક્રિકેટમાં રીયલ સ્કીલ જરૂરી છે. તેઓએ ગુજરાત ટાઇટન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સની ટીમમાં ટેલેન્ટ સ્કાઉટ તરીકે પણ કામ કર્યું છે : છોકરાઓ આઇપીએલ, રણજી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી શકે, મારો અનુંભવ તેમને આપી શકું અને તેમને આગળ વધવામાં મદદરૂપ થઇ શકું એજ જીવનનો ધ્યેય.2:23 PM IST
સ્પીડવેલ હાઇટસના ૨૩૩ ફલેટ ધારકો પાસેથી બિલ્ડર્સ સેવન સ્ટાર : એન્ટરપ્રાઇઝે મેઈન્ટેન્સ પેટે કરોડો ઉઘરાવી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા! : મેઇન્ટેન્સના નામે ‘મીંડુ': એસોશીએશનની રચના મેઈન્ટેન્સના નાણા એસોશીએશનના ખાતામાં ટ્રાન્સફર કરવાનો વાયદો ઘોળીને પી ગયાઃ પોલીસ કમિશનર કચેરી ખાતે રજુઆત3:38 PM IST
રંગે રમે આનંદે રમે, આજ નવદુર્ગા રંગે રમે2:17 PM IST
૩૬ સ્થાનો પર વિજયાદશમી ઉત્સવ સાથે સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ : સંઘ સ્થાપનાને ૧૦૦ વર્ષ નિમિત્તે રાજકોટ શહેરમાં ૧૧ જુદા જુદા સ્થળો પર પથ સંચલનનું આયોજનઃ વિજયાદશમી ઉત્સવમાં સંઘના સ્વયંસેવકો ઘોષ (બેન્ડ) નિઃયુદ્ધ (કરાટે), યોગ, લાઠી દાવ સાંઘીક ગીત સહિતના સામૂહિક કાર્યક્રમ કરશેઃ સંઘ શતાબ્દી વર્ષની ઉજવણીમાં જોડાવા રાજકોટના શહેરીજનોને જાહેર નિમંત્રણ3:08 PM IST
અબતક સુરભી મિર્ચી રોક ઍન્ડ ઢોલ’રાસોત્સવમાંઃખેલૈયાઅોનો ઉત્સાહ બેવડાયો : જીલ એન્ટરટેનમેન્ટના સથવારે માર્ગી પટેલ અને મૃદુલ ઘોષના મધુર સ્વરોએ માધવરાવ સિંધિયા સ્ટેડિયમને સંગીતના સૂરોમાં ડૂબાડ્યું ધારાસભ્ય જયેશ રાદડિયા,પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ , માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા,કેતનભાઈ સોની,પીએસઆઇ વિશાખાબેન પરસાણા, આર્કિટેક્ટ રીન્કુભાઈ પરસાણા, રાજીવભાઈ દીદવાનીયા, સાવનભાઈ ચોટાઈ, રજનીભાઈ સાવલિયા, કમલ સિમેન્ટના ગીરીશભાઈ મહેતા, નિતેશભાઈ ડોડીયા, શિવરાજભાઈ વાળા, સલીમભાઈ હથિયારી, ચિરાગભાઈ પરમાર, જીમેશભાઈ વાળા, મનોજભાઈ સોલંકી સહિતની ઉપસ્થિત 3:56 PM IST
મોરબીમાં અર્વાચીન રાસોત્સવના આકર્ષણ વચ્ચે પ્રાચીન સંસ્કૃતિ ઉજાગર કરતા લોકો, : શેરી, સોસાયટી, એપાર્ટમેનના પાર્કિંગમાં, ચોકમાં બોલાવે છે રાસગરબાની રમઝટ!! : આ વર્ષ નવરાત્રીના નાના મોટા 571 આયોજન : સોની સમાજ દ્વારા માં વાઘેશ્વરીના મંદિરે 100 વર્ષથી જળવાઈ છે પ્રાચીન ગરબાની પરંપરા: ઈડન ગાર્ડનમાં દેશી ગરબાના તાલે રમાઈ છે ગરબા: વિદ્યુતનગરમાં 45 વર્ષથી સનાતન સંસ્કૃતિ મુજબ ગરબાનું આયોજન 11:42 PM IST
સ્ત્રી અને શકિત 2:59 PM IST
જોધપુરના સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં સહયોગ આપનાર તમામ કારીગરોનું પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે પૂજન અને સન્માન : ‘તમે નાના નથી. ભલે તમે ગમે તે કાર્ય કરતા હો, પરંતુ અહીં મંદિરમાં તમે કાર્ય કર્યું, તેથી તમે સૌ મહાન ભક્ત બની ગયા છોઃ પૂ. મહંત સ્વામી મહારાજઃ ‘આ મારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ, આવું સન્માન અમને કોણ આપી શકે? આજે અમે કળતાર્થ થઈ ગયા છીએ': કારીગર ઉદયસિંહ ભાવવિભોર11:09 AM IST
વિસાવદરના જાંબુથાળા સહિત ગીર અભ્યારણ વિસ્તારમાં આવેલ માલધારી નેશો તથા સેટલમેન્ટના ગામોના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત : જાંબુથાળા ગીરના જનરલ પ્રશ્નો તથા માલધારી નેશના પ્રશ્નો અને સેટલમેન્ટના ગામોના પ્રશ્નોનુ અભ્યાસપૂર્ણ વિસ્તૃત વર્ણન10:28 PM IST
સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ:ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ :અનેક ડેમ ઓવરફ્લો :નીચાણવાળા વિસ્તાર એલર્ટ : ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર: શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાયા :ખોડિયાર ડેમનું લેવલ જાળવવા તેના ૩ દરવાજા દોઢ-દોઢ ફૂટ ખોલ્યા :રાવલ ડેમ ઓવરફ્લો થતા નદીમાં પૂર :સનખડા અને ખત્રીવાડા વચ્ચેનો રોડ બંધ12:00 PM IST
ઓખા બંદરે ૩ નંબરનું સિગ્નલ12:31 PM IST
જામનગરમાં ખેલૈયાઓ વરસતા વરસાદે પણ “ઓપરેશન સિંદૂર” ગરબાના તાલે ઝૂમ્યા :રાજ્ય સરકાર દ્વારા રાત્રે ૧૧:૦૦ કલાકે ઓપરેશન સિંદૂરનો ગરબો ગાવા માટે કરાયેલ અનુરોધ થકી ખેલૈયાઓએ સૈન્યને અનોખી સલામી આપી : જુઓ વિડીયો : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ઓપરેશન સિંદૂરના સ્મરણમાં રચિત ગરબા ગાવા પર આહ્વાન કરવામાં આવતા એક સાથે ઓપરેશન સિંદૂરના ગરબાની ગુંજ ઊઠતા અદભુત માહોલ સર્જાયો1:22 PM IST
મારી પાસે ચાર ‘સ' હતાઃ પાંચમો ‘સ' સ્વજનનો પૂ. નમ્રમુનિ મહારાજે આપ્યોઃ અક્ષયકુમાર : રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મ.સા.ના પપ માં જન્મોત્સવ પ્રસંગે પારસ ધામમાં ઉજવણી : અંબાણી પરિવાર પણ જુનાગઢ મહોત્સવમાં હાજર રહેનાર હતાઃ ઓનલાઇન દ્વારા આર્શીવાદ લઇ પ હજાર ગાયો પાળવાનો સંકલ્પ લેતા અનંત અંબાણી1:30 PM IST
મધ્ય પ્રદેશના લુંટ, ચોરી, પોલીસ ઉપર હુમલાઓ કરવાની ટેવવાળા કુખ્યાત વિસ્તારમાં આરોપી પકડવા પડકારજનક સ્થિતીઓનો સામનો કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના માંઝા ગામે થયેલ લુંટના ગુન્હાના ૫ આરોપીઓને ગણતરીના દિવસોમાં લુંટના મુદામાલ સાથે ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા પોલીસ : સી.સી.ટી.વી. ફુટેજની ચકાસણી કરી તેમજ હ્યુમન સોર્સથી લુંટ કરનાર આરોપીઓની ઓળખની ચોક્કસ ખરાઇ કરી, આરોપીઓની હાલની હાજરી બાબતે ટેકનિકલ એનાલીસીસ કરતા લુટ કરનાર આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી4:35 PM IST
જામનગર જિલ્લાના રાવલસર ગામે અદ્યતન આંગણવાડી ભવનનું લોકાર્પણ કરતા ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી : પાયાના સ્તરે સારું શિક્ષણ અને પૂરતું પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા : રાઘવજીભાઈ પટેલ : આ આંગણવાડી ભવનમાં બાળકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ જે તેમને રમતાં-રમતાં શીખવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરશે : આ લોકાર્પણથી રાવલસર ગામના લોકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી4:33 PM IST
"દિમાગ કા ઢક્કન ખોલો...બેઝિઝક અબ બોલો" : બાળકોને માનસિક રીતે સશક્ત કરવા ભાવનગરમાં અનોખી પહેલ : "મિશન બાલમન": ભાવનગર જિલ્લા વહીવટી તંત્રનો બાળકોને માનસિક રીતે સશક્ત કરવા અનોખો અભિગમ : ભાવનગરમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે "મિશન બાલમન" કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન : ડિપ્રેશનના ભોગ બનેલાં હોય તો ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી આપણી લાગણીઓ બીજાઓને અવશ્ય શેર કરવી જોઈએ : જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ4:36 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
ઓકલૅન્ડમાં રાષ્ટ્રગીત વખતે વિરાટ કોહલીનો દેશભક્તિ દર્શાવતો ક્લોઝ-અપ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: કિવિ બોલર્સની ખબર લઈને રચ્યો નવો ઇતિહાસ : મેચ અગાઉ રાષ્ટ્રગીત દરમિયાન વિરાટની દેશભાવના જોઈને ચાહકો થયા મંત્રમુગ્ધ, ન્યૂઝીલૅન્ડ સામે શાનદાર અર્ધશતાંક ફટકારીને વન-ડે ક્રિકેટમાં નોંધાવ્યા અનેક રેકોર્ડ્સ.8:02 PM IST
આશ્ચર્યજનક નિવૃત્તિ!: ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, ભારત સામેની સિરીઝમાં ઈજાગ્રસ્ત થયા બાદ લીધો મોટો નિર્ણય! : વોક્સે કહ્યું કે ઇંગ્લેન્ડ માટે રમવું એ બાળપણનું સ્વપ્ન હતું, જે પૂરું થયું. તેણે બે વર્લ્ડ કપ જીતવા અને અદ્ભુત એશિઝ શ્રેણીનો ભાગ બનવાને તેની કારકિર્દીની સૌથી ગર્વની ક્ષણો ગણાવી9:20 PM IST














































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
























































































































































































































