<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

આજે-કાલે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્‍તારોમાં રેડ એલર્ટ જાહેર

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્‍લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકેઃ રાજ્‍યના અનેક જિલ્‍લાઓ માટે ઓરેન્‍જ અને યલો એલર્ટ

અમદાવાદઃ હવામાન વિભાગની સૌથી નવી આગાહી મુજબ, આગામી ૭૨ કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેવાના છે. રાજ્‍યમાં હજી પણ મુશળધાર વરસાદનું જોર યથાવત્‌ રહેવાની સંભાવના છે.

ખાસ કરીને, આગામી ૪૮ કલાક માટે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના વિસ્‍તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. આ સમયગાળા દરમિયાન આ વિસ્‍તારોમાં ૭ થી ૮ ઇંચ જેટલો આકરો વરસાદ ખાબકી શકે છે.

આગામી ૪૮ કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે.દક્ષિણ ગુજરાતમાં મુશળધારનું રેડ એલર્ટ છે.એટલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્‍લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

રેડ એલર્ટ ઉપરાંત, રાજ્‍યના અન્‍ય અનેક જિલ્‍લાઓ માટે ઓરેન્‍જ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્‍યું છે. આનો સ્‍પષ્ટ અર્થ છે કે આગામી કલાકોમાં ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરીને મુશળધાર વરસાદ વરસાવવાનું ચાલુ રાખશે.સામાન્‍ય રીતે સપ્‍ટેમ્‍બરમાં ચોમાસાની વિદાય થઇ જાય છે.પરંતુ આ વર્ષે તો લાગે છે કે મેઘરાજા છેલ્‍લી ઇનિંગ સુધી ભારે તરખાટ મચાવવાની તૈયારીમાં છે

(11:26 AM IST)