News of Monday, 29th September 2025
હવે મોબાઈલ પોર્ટેબિલિટીની જેમ એલપીજી ગ્રાહકો કંપની બદલી શકશે
હાલના કનેક્શનમાં ફેરફાર કર્યા વગર ડીલર અને કંપની બંનેય બદલવાની છૂટ મળશે

નવી દિલ્હી તા.૨૯: મોબાઈલ નંબર પોર્ટેબિલિટી જેમ હવે રસોઈ ગેસના માહકોને પણ ટૂંક સમયમાં તેમના હાલના કનેક્શનમાં ફેરફાર કર્યા વિના તેમના સપ્લાયર બદલવાની સુવિધા મળશે. આનાથી તમે હાલની કંપનીની સેવાથી નાખુશ હોય તો ગેસ કનેક્શનમાં ફેરફાર કર્યા - વગર કંપની બદલી શકશો.
ઓઈલ નિયમનકારી સંસ્થા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB)એ LPG ઈન્ટરઓપરેબિલિટી કેમવર્ક પર સંબંધિત પલકારો અને ગ્રાહકોના મંતવ્યો આમંત્રિત કર્યા છે. ભોડે એક નોટિસ જારી કરી જણાવ્યું છે કે ઘણીવાર સ્થાનિક વિતરકને કામગીરીમાં અવરોધોનો સામનો કરવો પડતી હોય અને અને ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળતા હોતા નથી. વધુમાં ગ્રાહકો પાસે ઘણીવાર મર્યાદિત વિકલ્પો હોય છે, જેના કારણે મુશ્કેલી પડે છે. ગ્રાહકને LPG કંપની/ડીલરની પસંદગી કરવામાં સ્વતંત્રતા મળવી જોઈએ, ખાસ કરીને ગેસ સિલિન્ડરની કિંમત સમાન હોય ત્યારે આવી સ્વતંત્રતા જરૂરી છે.
અગાઉની પુપીએ સરકારે ઓક્ટોબર ૨૦૧૩માં ૧૩ રાજ્યોને આવરી લેતા ૨૪ જિલ્લાઓમાં LPG કનેક્શનની પોર્ટેબિલિટીનો પ્રાયોગિક પોરલે અમલ કર્યો હતો. આ સુવિધા જાન્યુઆરી ૨૦૧૪માં સમગ્ર ભારતમાં ૪૮૦ જિલ્લાઓમાં વિસ્તારવામાં આવી હતી. જોકે LPG ગ્રાહકોને ૨૦૧૪માં ફક્ત તેમના ડીલરો બદલવાના મર્યાદિત વિકલ્પોની મંજૂરી હતી. તેમને ઓઈલ કંપની બદલવાની સુવિધા અપાઈ ન હતી. આનો અર્થ એવો થાય છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ઈન્ડેન ગેસના ગ્રાહકો તેમના વિસ્તારના માત્ર ઈનેન ગેસ ડીલર બદલી શકતા ન હતાં. તેમને ભારત પેટ્રોલિયમના ભારત ગેસ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમના એચપી ગેસમા કનેક્શન ટ્રાન્સફર કરવાની સુવિધા મળતી ન હતી. તે સમયે કંપની વચ્ચેની પોર્ટેબિલિટી કાયદેસર રીતે શક્ય નહોતી, કારણ કે કાયદામાં ચોક્કસ કંપનીના LPG સિલિન્ડરને રિફિલ માટે ફક્ત તે જ કંપનીને સબમિટ કરવાની જોગવાઈ હતી.
PNGRH હવે ઇન્ટર-કંપની પોર્ટેબિલિટીને પણ મંજૂરી આપવા માંગે છે. PNGREએ જણાવ્યું હતું કે ભારતમાં ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં ૩૨ કરોડથી વધુ એલજીપી કનેક્શન હતાં. આમ દેશભરમાં મોટાભાગના ઘરોમાં એલપીજી કનેક્શન છે, પરંતુ ગ્રાહકો તરફથી દર વર્ષે ૧૭ લાખથી વધુ હરિયાદો મળે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMES) આવી કરિયાઘેને દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગ્રાહકો પાસે એક OMC/LPG કીલરથી બીજા ડીલરમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ નથી. મોબાઈલ ફોન ક્ષેત્રમાં ઈન્ટરપોર્ટેબિલિટીને સફળતા મળી છે, પરંતુ એલપીજી સેક્ટરમાં હજુ આવી સુવિધા મળી નથી.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
