તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
હજીરા AMNSમાં ક્રેન પડતા એક કામદારનું મોત
કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ :પ્રાથમિક માહિતી મુજબ, હજીરા AMNS પ્લાન્ટમાં કોઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અકસ્માતે ક્રેન તૂટી પડી હતી

સુરત,તા.૨૯
સુરતના હજીરા સ્થિત AMNS (આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટમાં કામકાજ દરમિયાન અચાનક ક્રેન તૂટી પડતાં એક કામદારનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ કામદારો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, હજીરા AMNS પ્લાન્ટમાં કોઈ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અકસ્માતે ક્રેન તૂટી પડી હતી.
ક્રેન પડવાના કારણે તેની નીચે દબાઈ જવાથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ દુર્ઘટનામાં અન્ય ત્રણ કામદારોને પણ ઈજાઓ પહોંચી હતી. ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી.
કંપનીના અન્ય કર્મચારીઓ તેમજ સુરક્ષાકર્મીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કંપની દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. આ ઘટનાએ પ્લાન્ટમાં કામ કરતા અન્ય કામદારોમાં ગમગીની અને ભયનો માહોલ સર્જી દીધો છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
