તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
હીરામણિ પ્રાથમિક શાળામાં દાંડિયા-છત્રી સુશોભન સ્પર્ધા

રાજકોટઃ અમદાવાદની હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં વિર્દ્યાથીઓ માટે ‘‘નવરાત્રિ'' ની ઉજવણી નિમીત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં વિર્દ્યાથીઓ માટે ‘‘દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકળતિ, આભૂષણ બનાવવાની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા'' નું આયોજન કરવામાં આવ્યું હતું. વિર્દ્યાથીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇ કાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન ઉન, કોડી, મોતી જેવી વિવિધ પ્રકારની સુશોભિત વસ્તુઓ નો ઉપયોગ કરીને રચનાત્મક આકળતિઓ બનાવી હતી. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, આચાર્યા શ્રીમતી પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
