<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

‘સ્‍વચ્‍છોત્‍સવ' અભિયાનઃ મનપા દ્વારા સોશિયલ મીડિયા રીલ્‍સ સ્‍પર્ધા

આજથી ૧પ ઓકટોબર સુધી ભાગ લઇ શકાશે

રાજકોટ : ભારત સરકાર તથા ગુજરાત સરકારશ્રી દ્વારા ર-જી ઓકટોબરના રોજ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીને જન્‍મ જયંતિની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્‍વચ્‍છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. સ્‍વચ્‍છ ભારત મિશન ના ૧૧ મી વર્ષગાંઠની‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૫' ને તા.૧૭ મી સપ્‍ટેમ્‍બર, થી તા.૩૧ મી ઓક્‍ટોબર, સુધી સ્‍વચ્‍છોત્‍સ્‍વ  તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૫ તથા સ્‍વચ્‍છોત્‍સવ  અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૨૯ થી તા.૧૫ ઓકટોબર દરમ્‍યાન સોશિયલ મીડિયા રીલ્‍સ  પ્રતિયોગીતાનું આયોજન કરેલ છે. જેના માટે શહેરીજનોએ સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૫ અભિયાન હેઠળ વિડીયો રીલ્‍સ બનાવી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાનું રહેશે. આ પ્રતિયોગીતાના વિજેતાઓને રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવશે. ઉપરોક્‍ત રીલ્‍સ પ્રતિયોગીતામાં પ્રથમ આવનાર વિજેતાને ૧૦,૦૦૦/-,  દ્વિતીય  ૭,૫૦૦/-, તુતીય ૫,૦૦૦/-, રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવશે.

   કોઇપણ નાગરિકો આ  ભાગ લઈ શકશે. કોઈપણ સંસ્‍થા, ફેસબુક પેઇઝ ચલાવતા પ્રમોટેડ સંસ્‍થા ભાગ લઈ શક્‍શે નહિ.

   રીલ્‍સની સમય મર્યાદા :- ૪૫ સેકન્‍ડ થી ૯૦ સેકન્‍ડ રહેશે.

થીમ સ્‍વચ્‍છતા જાગળતિ, સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પ્રતિબંધ, સીટી બ્‍યુટીફીકેશન, સ્‍વચ્‍છતા હિ સેવા, વગેરે સ્‍વચ્‍છતાની થીમ મુજબ રીલ્‍સ બનાવવાની રહેશે.

   ભાષા -રીલ્‍સ ગુજરાતી અથવા હિન્‍દી ભાષામાં બનાવવાની રહેશે.

 ભાગ લેનાર સ્‍પર્ધોકો દ્વારા બનાવવામાં આવેલ રીલ્‍સ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયામાં પ્રકાશિત કરી શકાશે. તેના માટે રાજકોટ મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા @smartcityrajkot ને Tag / Collaboratiંઁ કરવાનું રહેશે.

 સ્‍પર્ધક દ્વારા બનાવવામાં આવેલ રીલ્‍સ તથા રજીસ્‍ટ્રેશન આ https://forms.gle/feDmWQsAkA7f6fAf6 ઉપર કરવાનું રહેશે

  સબમીશનની છેલ્લી તારીખ :- બધી એન્‍ટ્રીઓ માટે ચોક્કસ સમયમર્યાદા ૧૫/૧૦/૨૦૨૫ રહેશે. ૧૫ઓકટોબર

- વિડીયો કન્‍ટેન્‍ટ ઓરીજનલ હોવો જોઈએ અને કોપીરાઇટ કરેલ સામગ્રી ઉપયોગ કરવાનો રહેશે નહિ

       આ રીલ્‍સ સ્‍પર્ધાનીઓ આખરી નિર્ણય મ્‍યુનિસિપલ કમિશનર અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હસ્‍તગત લ્‍ષ્‍પ્‍ કમિટીનો રહેશે. જે દરેક ભાગ લેનાર સંસ્‍થાઓને બંધનકર્તા રહેશે.

  રીલ્‍સ સ્‍પર્ધા માટે કોઇપણ પ્રકારની ઈન્‍કવાયરી માટે પ્રોગ્રામ ઈમ્‍પલીમેન્‍ટેશન યુનિટ (આઈ.ઈ.સી-સેલ) પ્રથમ માળ રૂમ નં - ૭, ઢેબરભાઈ રોડ, સેન્‍ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા સંપર્ક કરવાનો રહેશે. [email protected]  પર મેલ કરવો અથવા ફોન નં (૦૨૮૧-૨૨૨૮૧૭૭) ઉપર સંપર્ક કરી શકાશે.

(4:16 PM IST)