<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

પાકિસ્‍તાનના કેપ્‍ટન સલમાન અલી આગાએ હાર પછી બતાવ્‍યા તેવર, પ્રાઈઝ મનીનો ચેક સ્‍ટેજ પરથી જ નીચે ફેંકી દોધો

 

દુબઇઃ તા. ર૯,એશિયા કપમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ફાઈનલ મેચ રમાઈ જેમાં ભારતે ફાઈનલમાં જીત હાંસલ કરી લીધી છે. આ જીત પછી પણ દ્યણો ડ્રામા થયો હતો, જેમાં ભારતે એશિયા ક્રિકેટ કાઉન્‍સિલના વડા અને પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડના અધ્‍યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી ઉપાડવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ પાકિસ્‍તાનના કેપ્‍ટને રનર-અપ ટ્રોફી ઉઠાવીને તેવર બતાવ્‍યા હતા. તેણે મોહસિન નકવી અને સ્‍ટેજ પર ઉપસ્‍થિતિ અન્‍ય મહાનુભાવોના હાથે રનર-અપ ચેક સ્‍વીકાર્યા બાદ તેને હવામાં ઉછાળીને ફેંકી દીધો હતો. એશિયા કપ ફાઇનલમાં ભારત સામેની હાર પાકિસ્‍તાન માટે મોઢા પર થપ્‍પડ હતી. જીત છતાં, ટીમ ઇન્‍ડિયાએ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હતો. એશિયા કપ ૨૦૨૫ ફાઇનલમાં ભારત સામે રસાકસી બાદ હાર મળી ત્‍યારે પાકિસ્‍તાનના કેપ્‍ટન સલમાન અલી આગાએ રનર-અપનો ચેક ફેંકી દીધો હતો. આ દરમિયાન સ્‍ટેજ પર ઉભેલા લોકોનું રિએક્‍શન પણ જોવા જેવું હતું. ટાઇટલ મેચમાં, તિલક વર્માએ અણનમ ૬૯ રન બનાવીને ભારતના ૧૪૭ રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. ટીમે ટુર્નામેન્‍ટમાં સતત ત્રીજી વખત પાકિસ્‍તાનને હરાવ્‍યું હતું, અને પડોશી દેશના ચહેરા પર નિરાશા સ્‍પષ્ટ દેખાઈ રહી હતી.(૩પ-૪)

(10:06 AM IST)