તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 29th September 2025
રેસ્ટોરાંના પીત્ઝા અને પાસ્તા ખાઈને કબૂતર મેદસ્વી થઈ ગયું: ઊડી પણ નથી શકતું

મુંબઈ, તા.૨૯: સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક કબૂતરભાઈ મસ્ત ફૂલેલા અને ખાઈ-પીને તાજામાજા થયેલા દેખાય છે. એનું શરીર એટલું ભરાવદાર થઈ ગયું છે કે એ ઊંચે ઊડી પણ નથી શકતું. રેસ્ટોરાંની પાસેના ટેબલ પર કબૂતરભાઈ ટહેલતા રહે છે અને નીચે પડેલા ફ્રેન્ચ ફ્રાઇઝ, પીત્ઝા અને ફાસ્ટ ફૂડના ટુકડાઓ ખાઈને ફૂલી ગયા છે. સોશ્યલ મીડિયામાં હવે લોકો કહે છે કે આ કબૂતર તેમના વિસ્તારનું મૅસ્કોટ બની ગયું છે. એને માણસોનો ડર નથી લાગતો. એ આરામથી માણસોની વચ્ચે રહીને રેસ્ટોરાંનું જન્ક અને પ્રોસેસ્ડ ફૂડ ખાઈ લે છે. આ વિડિયો કયાંનો છે એનો ફોડ પાડવામાં નથી આવ્યો. કેટલાકને આ કબૂતરને જોઈને મજાક સૂઝે છે, જ્યારે કેટલાકને પંખીઓની બદલાતી આદતો બાબતે ચિંતા થાય છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
