<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણે...અકિલા રઘુવંશી બીટસમાં ખેલૈયાઓની જમાવટ

મારૂ મન મોર બની થનગનાટ કરે..., હો રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ...જેવા ગીતો ઉપર ખેલૈયાઓ શનિવારે મનમૂકીને ઝૂમ્‍યા

રાજકોટઃ અહિં સાધુ વાસવાણી રોડ ઉપર અકિલા રઘુવંશી બીટસમાં છઠ્ઠા નોરતે  અત્‍યંત રસાકસીબરી તંદુરસ્‍ત હરીકાઈ બાદ ગ્રુપ-એ મા પ્રિન્‍સ તરીકે વિહાન રૂપારેલીયા, ખુશ ખખ્‍ખર, યશ કોટક તથા પ્રિન્‍સેસ તરીકે વીરા ખગ્રામ, કેન્‍સી કથાગરા, ઉમા તન્ના વિજેતા બન્‍યા હતા તથા ગ્રુપ -બી માં પ્રિન્‍સ તરીકે રવિ સોંદરવા, શ્‍યામ ચતવાણી રવિ ક્રીશ ગોસ્‍વામી તથા પ્રિન્‍સેસ તરીકે રિયા લાલ, દેવાંશી કારેલીયા, હેત્‍વી ગડેચા વિજેતા બન્‍યા છે તથા સી-ગ્રુપ માં પ્રિન્‍સ તરીકે કથાગરા વિપુલભાઈ તથા પ્રિન્‍સેસ તરીકે રશ્‍મિબેન પંડિત, નયનાબેન ખડેચા વિજેતા બન્‍યા હતા.

મારું મન મોર બની થનગાટ કરે. . હો રાજ મને લાગ્‍યો કસુંબીનો રંગ... કોઈ કેજો કાનુડા ને જઈ..., થોર અંધારી રે રાતલડી માં... કાચી કેરી અંગુર કાલા, રસીયો રૂપાળો રંગ રેલીયો... તને ચાર ચાર બંગડીવાળી ગાડી... રોણા શેરમાં રે રોણા શેરમાં..., મછરાળી મોગલ આવે.. વિરપુર વસે મારા જોગી જલીયાણ., મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી.. ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને વંદે માતરમ' ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતું સ્‍થળ ઉપર ડેઇલી પાસનું વિતરણ કરવામાં આવે છે.

છઠા નોરતે અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવમાં તરૂબેન ચંદારાણા, પ્રતિકભાઈ ચંદારાણા, શીલ્‍પાબેન પુજારા, દિશાબેન દાવડા, કુલદીપભાઈ પોપટ, મીનાલીબેન પોપટ, મીરલભાઈ બુધ્‍ધદેવ, નિશાબેન બુધ્‍ધદેવ, ભાવિકભાઈ ત્રિવેદી, ભૂમિબેન ત્રિવેદી, શ્વેતાબેન દેવાણી, કોમલબેન કકકડ, ભાવિકભાઈ ૩પારેલીયા, મેઘાબેન રૂપારેલીયા, પ્રતિકભાઈ ગોરસીયા, રાધીકાબેન ગોરસીયા, વિશાલભાઈ પાબારી, જસ્‍મીનબેન પાબારી, કેઝલબેન વીરાણી, ધર્મેશભાઈ મોરી, કાજલબેન મોરી, દિપ્તીબેન વિઠ્ઠલાણી, ડો. નીરજ બધેડીયા, વિનીતાબેન ખંધેડીયા, કલ્‍પેશભાઈ કોટક, વીનાબેન કોટક સહિતના મહેમાનો ઉપસ્‍થિત રહેલ.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ નથવાણી, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્‍ખર તથા ઉત્‍સાહી અને સાથી ટીમ ખૈલૈયાઓને  દરરોજ નવી થીમ પર ગરબે ઘૂમવા બજબૂર કરી રહ્યા છે. વિશેષ માહિતી માટે મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.૮૭૫૮૫૮૫૮૪૮, મો. ૯૩૨૭૭૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.

(3:10 PM IST)