<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

'આ તેમના મનની વાત છે...': ઈટાલીના PM મેલોનીના પુસ્તકની પ્રસ્તાવનામાં મોદીએ લખ્યું: 'તેઓ દેશભક્ત અને ઉત્કૃષ્ટ નેતા છે!'

પીએમએ મેલોનીની "પ્રેરણાત્મક અને ઐતિહાસિક" યાત્રાની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે આ વાર્તા ભારતીય વાચકોના હૃદયને સ્પર્શી જશે: ટૂંક સમયમાં ભારતમાં થવાનું છે લોન્ચ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની આત્મકથાના ભારતીય સંસ્કરણની પ્રસ્તાવના લખીને તેમને એક વિશેષ સન્માન આપ્યું છે. પીએમ મોદીએ આ પુસ્તકને મેલોનીનું "મન કી બાત" ગણાવ્યું છે. મેલોનીનું આ પુસ્તક 'આઇ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ' (I Am Giorgia - My Roots, My Principles) ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાનું છે.

મોદીએ 'આદર, પ્રશંસા અને મિત્રતા' સાથે લખી પ્રસ્તાવના
પીએમ મોદીએ તેમના લેખમાં જણાવ્યું કે પુસ્તકનો પ્રસ્તાવના લખવો તેમના માટે "મહાન સન્માન" છે, અને તેઓ મેલોની માટે "આદર, પ્રશંસા અને મિત્રતા" ની ભાવના સાથે આમ કરી રહ્યા છે.

વડાપ્રધાનએ મેલોનીને "દેશભક્ત અને એક મહાન સમકાલીન નેતા" તરીકે વર્ણવ્યા.

ભારતીય વાચકો માટે 'તાજગીભરી વાર્તા'
પોતાના ૧૧ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ ઘણા વિશ્વ નેતાઓને મળ્યા છે જેમની જીવનયાત્રાએ તેમની વ્યક્તિગત વાર્તાઓને આકાર આપ્યો છે અને વિશ્વને એક વ્યાપક સંદેશ આપ્યો છે.

પીએમ મોદીએ લખ્યું, "વડાપ્રધાન મેલોનીનું જીવન અને નેતૃત્વ આપણને શાશ્વત સત્યોની યાદ અપાવે છે... આ પુસ્તક ભારતમાં એક તાજગીભરી વાર્તા તરીકે વાંચવામાં આવશે." તેમણે ઉમેર્યું કે સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરતી વખતે વિશ્વ સાથે સમાન ધોરણે જોડાવાની મેલોનીની માન્યતા ભારતીય મૂલ્યોનું પ્રતિબિંબ છે.

પીએમએ મેલોનીની "પ્રેરણાત્મક અને ઐતિહાસિક" યાત્રાની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે આ વાર્તા ભારતીય વાચકોના હૃદયને સ્પર્શી જશે.

(9:25 PM IST)