News of Monday, 29th September 2025
સાઉથ ગુજરાતમાં સુરક્ષા સાથે લોક સુવિધાઓનો સંગમ રચવા રેન્જ વડા પ્રેમવીર સિંહનું વધુ એક કદમ
વાપી GIDC માં નવ નિર્મિત dysp ઓફિસનો શુભારંભ

રાજકોટ, તા.૨૯: દરિયાઈ સુરક્ષા, નો ડ્રગ્સ ઈન સુરત, હથિયારની હેરફેર સહિતના મુદે પોલીસ સતત કાર્યરત રહે અને પોતાની ફરજ બજાવવામાં ખૂબ સુવિધા રહે તેવા હેતુથી સુરત રેન્જ ig પ્રેમવીરસિહ દ્વારા લેવાતા વિવિધ પગલાના ભાગરૂપે વાપી GIDC મા અદ્યતન ડીવાયએસપી ઓફીસની પ્રપોઝલ મંજૂર કરાવેલ, આ નવ નિર્મિત dysp ઑફિસનો શુભારંભ કેબિનેટ લેવલના નાણામંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે થયેલ.
પ્રસંગે વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા, વાપી તાલુકાના DYSP શ્રી બી.એન. દવે, સ્થાનિક ગણમાન્ય મહાનુભાવો તેમજ પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવી ઓફિસમાં જનતા માટે જરૂરી તમામ પ્રકારની પોલીસ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ થશે. આ સાથે પોલીસ તંત્રની કામગીરી વધુ ઝડપી, કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનશે. નવી ઈમારતના નિર્માણથી ખાસ કરીને વાપી GIDC વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત થશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
