News of Monday, 29th September 2025
નેપાળના પૂર્વ પીએમ શેરબહાદુર દેઉબાનો પાસપોર્ટ રદઃ ઓલી સહિત ૫ નેતાઓને કાઠમંડુ છોડવા પર પ્રતિબંધ
આયોગે નેપાળ પોલીસ, સશષા પોલીસ બળ અને રાષ્ટ્રીય તપાસ વિભાગને આ પાંચેય વ્યક્તિઓની ગતિવિધિઓ પર નજર રાખવા અને દરરોજ રિપોર્ટિંગ કરવાનો પણ આદેશ આપ્યો

કાઠમંડુ તા.૨૯: નેપાળના જનરેશન-ઝેડ (Gen-Z) આંદોલન દરમિયાન યુવા પ્રદર્શનકારીઓ પર થયેલા ગોળીબારની તપાસ માટે રચાયેલા ન્યાયિક આયોગે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી સહિત પાંચ મુખ્ય વ્યક્તિઓને પરવાનગી વગર કાઠમંડુ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
નેપાળના જનરેશન-ઝેડ (Gen-Z) આંદોલન દરમિયાન યુવા પ્રદર્શનકારીઓ પર થયેલા ગોળીબારની તપાસ માટે રચાયેલા ન્યાયિક આયોગે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી સહિત પાંચ મુખ્ય વ્યક્તિઓને પરવાનગી વગર કાઠમંડુ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ગૌરી બહાદુર કાર્કીની અધ્યક્ષતામાં રચાયેલા આયોગે આ નિર્દેશ જારી કર્યો છે. કેપી શર્મા ઓલી સહિત અનેક નેતાઓના પાસપોર્ટ રદ કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
આયોગના આદેશમાં આ ૫ વ્યક્તિઓમાં પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી, પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક, તત્કાલીન ગૃહ સચિવ ગોકર્ણ મણિ દુવાડી, આંતરિક ગુપ્તચર વિભાગના વડા હુત રાજ થાપા અને કાઠમંડુના તત્કાલીન જિલ્લાધિકારી છવિ રિજાલનો સમાવેશ થાય છે. આયોગે આ તમામ પર કડક નજર રાખવા અને આયોગની પરવાનગી વગર કાઠમંડુની બહાર ન જવાનો નિર્દેશ આપ્યો છે.
આ સાથે જ આયોગે નેપાળ પોલીસ, સશષ પોલીસ બળ અને રાષ્ટ્રીય તપાસ વિભાગને આ પાંચેય વ્યક્તિઓની ગતિવિધિઓ પર નજર રાખવા અને દરરોજ રિપોર્ટિંગ કરવાનો પણ આદેશ આપ્યો છે. આયોગે જણાવ્યું કે, આ પગલું જનરેશન-ઝેડ આંદોલન દરમિયાન થયેલી હિંસાની નિષ્પક્ષ તપાસ સુનિヘતિ કરવા માટે જરૂરી છે.
ન્યાયિક આયોગે આ વ્યક્તિઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ અંતર્ગત પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક સહિત પાંચ વ્યક્તિઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, અને ઘણાના પાસપોર્ટ રદ પણ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, પૂર્વ વડાપ્રધાન શેરબહાદુર દેઉબા અને પૂર્વ વિદેશ મંત્રી ડો. આરજુ દેઉવા દ્વારા તાજેતરમાં જારી કરાયેલા નવા પાસપોર્ટને પણ રદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સૂત્રો અનુસાર, દેઉબા દંપતીને ૧૯ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય રજાના દિવસે નવા પાસપોર્ટ જારી કરાયા હતા, જેને હવે આયોગે રદ કરી દીધા છે. આયોગે સ્પષ્ટ કર્યું કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે અને કોઈ પણ વ્યક્તિને પરવાનગી વિના બહાર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
નેપાળમાં જનરેશન-ઝેડ (Gen-Z) આંદોલન દરમિયાન થયેલી હિંસામાં અનેક યુવા પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા, અને આ ઘટનાએ દેશમાં રાજકીય અને સામાજિક સ્તરે હલચલ પેદા કરી હતી. ન્યાયિક આયોગનું આ પગલું ઘટનાઓની નિષ્પક્ષ તપાસ સુનિヘતિ કરવા અને દોષિતોને કાયદાની ચોકઠામાં લાવવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યું છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
