<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

સહિયર રાસોત્‍સવની ૨૫માં વર્ષની વિશેષ ઉજવણીઃ ભવ્‍ય ક્રેકર શોઃ યુવાધન

રાજકોટઃ સહિયર રાસોત્‍સવમાં છઠા નોરતે ખૈલૈયાઓ માટે ખાસ  ક્રેકર શોનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ  અને કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ  સહિતનાની  ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

સહિયર ક્‍લબ આયોજિત રાસોત્‍સવના છઠ્ઠા નોરતાનો પ્રારંભ તેજસ શિશાંગીયાના મધુર કંઠે માતાજીની આરતીથી થયો હતો. રાસના આજના દોરમાં રંગતમાં હિંચ, તાલી રાસ સ્‍ટેપ, ડાકલા, ટીટોળો, મઘુબંસી જેવા વિવિધ રાસમાં રાહુલ મહેતા, અપેક્ષા પંડયાએ જમાવટ કરી હતી.

જીલ એન્‍ટરટેઈનમેન્‍ટ ગ્રુપ સાથે હિતેશ ઢાંકેચા, દર્શન ઢાંકેચા (ઢાંકેચા બ્રધર્સ) અને સંગીતકાર રવિ ઢાંકેચા, સાગર માંડલીયા, રવિભાઈ, હિરેન ખાખીએ સંગીતનો અદભૂત સથવારો આપ્‍યો હતો. રોહિત વાડોદરીયાના ગણેશ સાઉન્‍ડની હાઈટેક સિસ્‍ટમે ખેલૈયાઓમાં અનેરો ઉત્‍સાહ ભર્યો હતો.

સહિયરના ક્‍લબના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા અને કૃષ્‍ણપાલસિંહ વાળા સહિતના તમામ આયોજકોએ ક્રેકર શો સેરેમની યોજી આનંદ વ્‍યક્‍ત કર્યો હતો. ખેલૈયાઓએ ગરબાના રંગે રંગાઈને અનેરો ઉત્‍સાહ સાથે ધૂમ મચાવી હતી. રંગબેરંગી પોશાકોમાં સજ્જ થયેલા ખેલૈયાઓએ જોમ-જુસ્‍સા સાથે ગરબા અને દાંડિયાની રમઝટ બોલાવી હતી.

સહિયર કલબના ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળા, ક્રિષ્‍નાપાલસિંહ વાળા, ચંદુભાઈ પરમાર, કૃષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા,વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદ્દેશી, ધૈર્ય પારેખ, કુણાલભાઈ મણીયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢિયા, પ્રતિ જટાણીયા, હિરેન ચંદારાણા, ધવલભાઈ નથવાણી, દિપકસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, આકાશભાઈ કાથરાણી, યુવરાજસિંહ ચુડાસમા, અભિષેકભાઈ શુકલ, નિરવભાઈ પોપટ, રવીભાઈ આડેસરા, ભરતભાઈ વ્‍યાસ, રૂપેશભાઈ દતાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ હેમુર જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્‍ખર, ડો. ઈન્‍દ્રવિજયસિંહ રાણા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખીયા, નિલેશભાઈ ચિત્રોડા, અનીશભાઈ સોની, મનસુખભાઈ ડોડીયા, શૈલેષભાઈ પંડયા જહેમત ઉઠાવી  રહ્યા છે.

(4:14 PM IST)