<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ગુજરાતી ફિલ્‍મ હીર એકસપ્રેસ હીટ

રાજકોટના પ્રિત કામાણીની મુખ્‍ય ભૂમિકા : પ્રિત ખૂબ પ્રગતિ કરે અને પારિવારિક-પ્રેરક ફિલ્‍મો આપે તેવી મિત્રોએ શુભેચ્‍છા પાઠવી

પત્રકાર પરિષદની તસ્‍વીરમાં દર્શનીલ રાજગુરુ, પ્રિત કામાણી, સ્‍વરાજ રાજગુરૂ તથા ઉમેશ શુકલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ નો દીકરો પ્રિત કામાણી, જે રાજકોટમાં જન્‍મેલ છે અને મુંબઈ જેની કર્મ ભૂમિ છે એવા ગુજરાતી દીકરાની પાંચમી ફિલ્‍મ હીર એક્‍સપ્રેસ જેમાં મુખ્‍ય અભિનેતા તરીકે ફિલ્‍મ ખૂબ સરસ પ્રશંસા પામી રહી છે.

આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્‍મ છે  અને બધાને પસંદ પડી રહી છે. ફિલ્‍મ ના ગીતો પણ ખૂબ પસંદ પડી રહ્યા છે.

આ ફિલ્‍મ ના ડાયરેક્‍ટર શ્રી ઉમેશ શુક્‍લા છે (ઓહ માય ગોડ પાર્ટ૧) અને (૧૦૨ નોટ આઉટ અમિતાભ અને રિશી કપૂર) અને નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્‍ટર બનાવેલ છે.

પ્રિત ની ફિલ્‍મ હીર એક્‍સપ્રેસ ખૂબ જ સુંદર પ્રતિભાવ મેળવી રહી છે અને લોકોને ખૂબ પસંદ પડી રહી છે. હીર એક્‍સપ્રેસ એક સંપૂર્ણ સાફ સુથરી પારિવારિક ફિલ્‍મ છે, જે દર્શકો એક સંપૂર્ણ પરિવાર સાથે બેસીને માણી શકે એવી ફિલ્‍મ છે. અને ફિલ્‍મના ગીતો પણ ખૂબ સુમધુર સંગીત સાથે તૈયાર કરવામાં આવ્‍યા છે.

આજની પ્રેસ કોન્‍ફરન્‍સ નિલ્‍સ સંજયરાજ ગ્રુપના દર્શનીલ રાજ્‍યગુરુ તથા સ્‍વરાજ રાજ્‍યગુરુ દ્વારા  આયોજિત થયેલ હતી. સ્‍વરાજ અને દર્શનિલ જે પ્રીતના બાળપણના મિત્રો છે એટલે પ્રીતની ફિલ્‍મની સફળતા જોઈને આ પ્રેસ કોન્‍ફરન્‍સ નું આયોજન કરવામાં આવેલ અને પ્રિત અને એની ખૂબી અને ખામીઓ વિશે સુંદર માહિતી આપી હતી અને લોકોનો અપાર પ્રેમ મળે અને પ્રિત હજી પણ અનેક ફિલ્‍મો કરે એવી શુભેછા આપી હતી.

પ્રેસ કોન્‍ફરન્‍સ નું સંચાલન સિમ્‍પલ એડ વાળા ભરતભાઈ અને રાજુભાઈ દ્વારા કરાયેલ હતી. ઉપરાંત; ફિલ્‍મના ડાયરેક્‍ટર દ્વારા વીડિયો કોલ દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવેલ હતું.

(4:01 PM IST)