તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
કોટડાસાંગાણીના પીપલાણામાં હાર્ટએટેકથી યુપીના યુવાનનું મોત

રાજકોટ તા. ૨૯: કોટડા સાંગાણીના પીપલાણા ગામે આવેલા ધનેશ મેટલ નામના કારખાનામાં કામ કરી ત્યાં જ વર્કર રૂમમાં રહેતાં મુળ યુપીના દિલીપભાઇ કરમચંદ તાતી (ઉ.વ.૪૦) સાંજે કારખાને બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં કોટડાસાંગાણી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અહિ ઘણા સમયથી દિકરા સાથે રહી મજૂરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
