તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
રાજકોટમાં મેઘરાજાએ ગરબા લીધાઃ આજે પણ આગમન !
શહેરમાં ગઇ સાંજથી મોડી રાત સુધી એકધારો વરસ્યોઃ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ બંધ : શહેરમાં દોઢ ઇંચ પાણી પડયું, હવામાન ખાતામાં મોસમનો કુલ ૩૩ ઇંચ નોંધાયોઃ આજે અને આવતીકાલે પણ વરસાદની આગાહી

રાજકોટઃ રાજયમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. બંગાળની ખાડીની સિસ્ટમ્સની અસરના પગલે કોઇ-કોઇ જગ્યાએ દે ધનાધન વરસી રહયો છે. આ વચ્ચે રાજકોટ શહેરમાં પણ વરસાદની એન્ટ્રી જોવા મળી હતી. ગત સાંજથી મોડી રાત સુધી એકધારો વરસાદ ચાલુ રહયો હતો. હવમાન શાષાીઓ દ્વારા આજે અને આવતી કાલે પણ વરસાદની આગાહી કરવામા આવી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહય ઉકળાટ બફારો પ્રર્વતી રહયો છે. ગઇ કાલે આખો દિવસ ધાબળીયું વાતાવરણ જોવા મળેલ સાંજના સમયે હળવું ઝાપટુ વરસી ગયા બાદ ધીમધારેવરસાદ ચાલુ થયો હતો. થોડીવાર તો વિજળીના કડાકા ભડાકા સાથે સારૂ જોર પકડી લીધું હતું. વરસાદ સતત ચાલુ ચાલું જ રહયો.
રાત્રીના આઠેક વાગ્યાની આજુબાજુ ફરી જોર પકડી લીધુ હતું એકરસ બની ગયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે સતત ચાલુ હતો. સતત વરસતા વરસાદના પગલે રાજમાર્ગો ઉપર પાણી વહેતા જોવા મળતા હતા.
તો એકધારા વરસાદના પગલે પ્રાચીન અને અર્વાચીન ગરબીઓના રાસોત્સવ બંધ રહયા હતા પ્રાચીન ગરબીઓમાં આરતી કરી બંધ કરી દેવામાં આવી હતી તો રાસોત્સવના મેદાનોમાં પાણી ભરતા ફરજીયાત પણે રાસોત્સવ બંધ રાખવાની ફરજ પડી હતી.
હવામાન ખાતામાં ૩૬.૬ મી.મી. (દોઢ ઇંચ) વરસાદ નોંધાયો હતો તો સિઝનનો રેઇન ફલ ૮૩પ.૩ મી.મી. (૩૩ ઇંચ) થયો છે.
હવામાન શાષાીઓ દ્વારા આજે અને આવતી કાલે પણ રાજકોટ સહિત અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. કોઇ-કોઇ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. (૩પ-ર) ્
(10:08 AM IST)










