<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

સાતમાં નોરતે વરસાદી માહોલમાં રાસોત્‍સવઃ મોકુફઃ કાલે મહાઆરતીઃ રાજકોટના સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ તબીબોનું સન્‍માન

કલબ યુવીમાં સાતમા નોરતે વરસાદી માહોલમાં રાસોત્‍સવ મોકુફઃ કાલે ભવ્‍યાતિભવ્‍ય મહાઆરતી

 

રાજકોટઃ શહેરમાં ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્‍પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે કલબ યુવી રાસોત્‍સવમાં છઠ્ઠા નોરતે શનિવારે ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી

કલબ યુવીમાં લઠા નોરતે મા ઉમિયાની આરતી માટે લીટલ એન્‍જલ ગ્રુપના મનસુખભાઈ પાણ, અરવિંદભાઇ પાણ, ચિરાગભાઈ પાણ, રમણભાઈ વરમોરા, કરશનભાઈ આદ્રોજા, શ્‍યામલ ગ્રુપના અમીતભાઈ ત્રાંબડીયા, ગુજરાતમિરરના તંત્રી સંજયભાઈ પટેલ, ટેસફલો પમ્‍પના શન્નીભાઈ ખાચર, બીપીનભાઈ ખાચર, પી.ડી.એમ. કોલેજના ધનસ્‍યામભાઈ હેરભા, ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર, સૈયાજી ગ્રુપના દિગુભા જાડેજા, રાજદિપસિંહ જાડેજા, ઉમિયા મહિલા એકટીવીટી એટવર્ક સુપના ભાવનાબેન રાજપરા, નયનાબેન માકડીયા, રેખાબેન ત્રાંબડીયા, પટેલ સેવા સમાજના નીલયભાઈ કેડાણીયા, કેનીયાભાઈ કાલરીયા, વાવડી ઈન્‍ડ. એરીયાના પ્રમુખ હસુભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ દિનેશભાઈ ચાપાણી, દિપકભાઈ ગાજીપરા, એ માતાજીની ખારતીનો લ્‍હાવો લીધી હતો. સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, મેયર નયનાબેન પેઢડીયા, આજકાલ ના તંત્રી ચંદ્રેશભાઈ જેઠાણી, ડી.સી.પી. રાકેશભાઈ દેસાઈ, સીજીએસટીના આસીસ્‍ટન્‍ટ સુપરીટેન્‍ડલ વિવેકાનંદરાય, આર.કે. બોધરા, અલ્‍પેશ દેત્રોજા, મીતેષ લાડાણી સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટના ૨૦ જેટલા સુપર સ્‍પેરયાલીસ્‍ટ તબીબો ડો. સુનીલ મોટેરીયા, ડો.ભાવીન બેરા, ડો. મોલીક ભડાણીયા, ડો. ત્રષીકેશ કાલરીયા, ડો. નીલેશ માકડીયા, ડો.  જીગ્નેશ મેતા, ડો. મલય ઘોડાસરા, ડો. કાર્તિક સુતરીયા, ડો. મિતુલ કાસુન્‍દ્રા, ડો રેનીશ છત્રાળા, ડો. દિપલ પનારા, ડો. સંજય પટેલ, ડો. નીશાંત ઘરસંડીયા. ડો. વિપુલ દેસાઇ, છે. સચીન ભીમાણી, ડો. સત્‍યન ઉઘરેજા, ડો. નીલેશ દેત્રોજા સહીતનાનું કલબ યુવીના મૌલેશભાઈ ઉકાણી તથા ટીમ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.

છઠા નોરતે ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પિન્‍સેસ તન્‍વી ઘેટીયા, ધનેજા જીયા ચિલ્‍ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ મન મેઘાણી, કિશન છત્રાલા, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ નીશા હર્નીયા, પ્રિશા કડીવાર, ચિલ્‍ડ્રન પ્રિન્‍સ કાવ્‍ય ચોવટીયા, મનદિપ ગરાળા, એડલ્‍ટ વેલ ડ્રેસ પ્રિન્‍સેસ વિધી ગોટી, એકતા ભાલોડી, કાલરીયા ચરવી, વેલ ડ્રેસ પ્રિન્‍સ અર્જુન લાડાણી, નીકુંજ પાણ, ઘેટીયા પાર્થ પ્રિન્‍સેસ તરીકે કરાણીયા ભકિત પાડલીયા ધ્રુવી, શ્રેયા જસાણી, એડલ્‍ટ પ્રિન્‍સ તરીકે શેખાત ઋષી, કાલરીયા નીશીતકુમાર, ધુલેશીયા બ્રિજેશ વિજેતા બન્‍યા હતા.

વિજેતા ખેલૈયાઓને માણેક જવેલર્સના કરણભાઈ તથા રીકલબેન રાણીગા, કેવલભાઈ તથા ઇશાબેન, બેસ્‍ટ મયુરના જસ્‍મીનભાઈ ગોધાસરા, ચાંદનીબેન ગોધાસરા તથા કલબ યુવીના ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્‍દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ ઇનામ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા. ગઇ કાલે રવિવારે નોરતે રાસોત્‍સવ શરૂ થાય તે પૂર્વે જ વરસાદી માહોલ થતાં રાસોત્‍સવ મોકુફ રાખ્‍યા બાદ કલબ યુવીમાં આવતી કાલે તા. ૩૦ ના રોજ મા ઉમિયાની ભવ્‍યાતિભવ્‍યા મહાઆરતી કરવામાં આવશે. જેમાં સમાજના આગેવાનો વિવિધ સંસ્‍થાઓના હોદેદારો બહોળી સંખ્‍યામાં જોડાશે.(૩૮.૪૩)

(4:03 PM IST)