<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

આખા એશિયા કપમાં એક પણ મેચ ન રમ્‍યો અને

ફાઇનલમાં રિંકુ સિંહે એક શોટથી ભારતને બનાવ્‍યું ચેમ્‍પિયન

નવી દિલ્‍હીઃ એશિયા કપ ૨૦૨૫  માં  ભારતે અનેક મેચો રમેલી પરંતુ રિંકુ સિંહ માટે આ ટૂર્નામેન્‍ટ ખાસ રહ્યું, કારણ કે તેણે માત્ર એક જ મેચ રમી અને તે પણ ફાઇનલ! પાકિસ્‍તાન સામે રમાયેલી આ નિર્ણાયક મેચમાં જયારે જીત માટે છેલ્લો શોટ જરૂરી હતો, ત્‍યારે રિંકુ સિંહે એક શાંત અને આત્‍મવિશ્વાસભર્યો ચોગો ફટકારી  અને ભારતને ૫ વિકેટથી જીત અપાવી. આ શોટ માત્ર જીતનો પલ ન હતો આ તેની તૈયારી, ધીરજ અને આત્‍મવિશ્વાસની જીત હતી.

મેચ પછીના ‘‘એક્‍સ્‍ટ્રા ઇનિંગ્‍સ'' કાર્યક્રમમાં રિંકુ સિંહે એવું ખુલાસું કર્યું કે, તેણે એશિયા કપ શરૂ થાય તે પહેલાં જ લખી દીધું હતું કે તે ‘‘વિજેતા શોટ'' મારશે. જયારે હોસ્‍ટ દ્વારા તેને એક કાગળનો ટુકડો બતાવાયો, જેમાં ‘‘વિજેતા શોટ-રિંકુ સિંહ'' લખેલું હતું, ત્‍યારે તેણે હસતાં-હસતાં પુષ્ટિ આપી, હા, હું માનું છું કે, ભગવાને આ બધું લખી દીધું હતું. પણ કદાચ મેં પણ મારા નસીબને લખવાનું શરુ કરી દીધું છે. આ શબ્‍દોએ માત્ર ક્રિકેટ પ્રેમીઓ નહીં, પરંતુ તમામ યંગસ્‍ટર્સ માટે પ્રેરણાનું કામ કર્યું.

(2:39 PM IST)