તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 29th September 2025
સ્પીડવેલ હાઇટસના ૨૩૩ ફલેટ ધારકો પાસેથી બિલ્ડર્સ સેવન સ્ટાર
એન્ટરપ્રાઇઝે મેઈન્ટેન્સ પેટે કરોડો ઉઘરાવી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા! : મેઇન્ટેન્સના નામે ‘મીંડુ': એસોશીએશનની રચના મેઈન્ટેન્સના નાણા એસોશીએશનના ખાતામાં ટ્રાન્સફર કરવાનો વાયદો ઘોળીને પી ગયાઃ પોલીસ કમિશનર કચેરી ખાતે રજુઆત

રાજકોટ તા.૨૯: મોટા મવા નજીક આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ સ્પીડવેલ હાઇટસ ફલેટ ઓનર્સ એસોશીસએશનના પ્રમુખ અને આ બિલ્ડીંગની પાંચ વિંગના ૨૩૩ જેટલા ફલેટ હોલ્ડર્સ પાસેથી સાફ-સફાઇ, લીફટ મેઈન્ટન્સ, સેફટી, કલબ હાઉસ, પાર્કિંગ, ડ્રેનેજ કોમન પ્લોટ, લાઇટ કનેકશન સહિતની સુવિધાઓના મેઈન્ટેન્સ પેટે ૭ સ્ટાર એન્ટરપ્રાઇઝ પેઢીના ભાગીદાર અને બિલ્ડર્સ અશ્વીન રામજીભાઇ માકડીયા સહિત ૧૨ ભાગીદારોએ કરોડોની રોકડ ઉઘરાવી વાયદા મુજબ ફલેટ હોલ્ડર્સ એશોશીએશને નહિ સોંપી અંગત ઉપયોગમાં વાપરી નાખી છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી. ફલેટ હોલ્ડર્સ દ્વારા બીએનએસ કલમ ૩૧૬, ૩૧૮ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી તપાસની માંગણી કરવામાં આવી છે.
૭ સ્ટાર એન્ટરપ્રાઈઝ પેઢીના ભાગીદારો અશ્વિનભાઈ રામજીભાઈ માકડીયા, મો. ૯૮૨૫૨ ૧૭૨૮૧, વિપુલકુમાર વલ્લભભાઈ ઘોડાસરા, અલ્પેશ લાલજીભાઈ દેપાણી, નીલકુમાર અતુલભાઈ ચનીયારા, તરૂનકુમાર જીવનલાલ ચનીયારા, નરેનકુમાર કાંતીલાલ વાછાણી, કિરણબેન વિજયભાઈ યાંગેલા મો. ૯૯૯૮૯ ૮૪૮૮૭, જીજ્ઞેશ જયંતીલાલ ચનીયારા મો. ૮૧૬૦૬ ૩૯૭૧૧, બિંદીયાબેન જીજ્ઞેશભાઈ ચનીયારા, કૌશિકકુમાર જયંતીલાલ સુરેજા મો. ૯૮૭૯૫ ૭૭૨૮૧, વિપુલાબેન અલ્પેશભાઈ દેપાણી, વિજયભાઈ જયંતીલાલ ચાંગેલા મો. ૯૯૯૮૯ ૮૪૮૮૭ (તમામ રે. ‘અલય ફ્લેટ્સ', દુકાન નં. ૧૩, અલય રેસીડેન્સી પાસે, નાના મૌવા રોડ, રાજકોટ.) તથા તપાસમાં ખુલવા પામે તે તમામ આરોપીઓ સામે લેખીત ફરિયાદ આપવામાં આવી છે.
ફરીયાદમાં જણાવાયું છે કે, ઉપરોક્ત સરનામે અમારા પરીવાર સાથે રહીએ છીએ તથા વેપાર ધંધો કરીને અમારું તથા અમારા પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ તથા અમો ફરીયાદી સ્પીડવેલ હાઈટ્સના રહીશ છીએ તથા ‘Speedwell Heights Flats Owners Society Association’ ના પ્રમુખ છીએ. આ કામના આરોપીઓ ‘7 Star Enterprise’ ના ભાગીદારો તથા વહીવટકર્તા છે.
આ કામના આરોપીઓએ ગુજરાત રાજ્યના રાજકોટ જીલ્લાના રાજકોટ શહેરના મવડીના ટી.પી. સ્કીમ નં. ૨૮ (મવડી) જેના અંતિમ ખંડ નં. ૪૯/૧ ના પ્લોટ્સ પૈકી પ્લોટ નં. (૪૯/૧/એ+બી/૨) એ ની જમીન ચો.મી.આ. ૭૮૬૨-૪૭ તથા કોમન પ્લોટ નં. ૧ થી ૩ ની જમીન ચો.મી.આ. ૮૭૪-૯૪ મળી કુલ જમીન ચો.મી. ૮૭૩૭-૪૧ ઉપર મંજૂર થયેલ બાંધકામ પ્લાન મુજબ હાઈરાઈઝ વિંગ - એ થી વિંગ - ઈ તથા કલબ હાઉસનું બાંધકામ કરેલ છે અને તે તમામ સંકૂલ ‘Speedwell Heights’ તરીકે ઓળખાય છે.
આમ, આરોપીની પેઢી ૭ સ્ટાર એન્ટરપ્રાઈઝ દ્વારા સ્પીડવેલ હાઈટસનું બાંધકામ તથા વેચાણ કરવામાં આવેલ છે.
આરોપીઓ દ્વારા સ્પીડવેલ હાઈટ્સમાં કુલ મળીને ૨૩૩ ફ્લેટસનું બાંધકામ કરેલ છે. તેમણે પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે એકબીજા સાથે મિલાપી જઈને સમાન બદ ઈરાદો પાર પાડવા માટે થઈને જ્યારે ઉપરોક્ત વિગતેના ફ્લેટનું વેચાણ કરતી વખતે ફ્લેટ ધારકો પાસેથી સાફ-સફાઈ, લિફ્ટ મેઈન્ટેનન્સ, ફાયર સેફ્ટી, કલબ હાઉસ, ર્પાકિંગ, ડ્રેનેજ, કોમન લાઈટ કનેક્શન વિગેરે જેવી કોમન ફેસીલીટીસના ઉપયોગ અને જતન માટે થઈને તમામ ગ્રાહકો/ફ્લેટ ધારકો પાસેથી રકમ રૂ. ૨૦૦/- પ્રતિ સ્કેવર ફૂટના મેઈન્ટેનન્સ પેટે લીધેલ બેન્ક મારફતે આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કનું સ્પીડવેલ હાઈટ્સ ફ્લેટ્સ ઓનર્સ એસોશીએશન નામના કરંટ ખાતા કે જેના એકાઉન્ટ નં. ૨૩૯૪૦૫૦૦૧૨૦૭છે તેમાં મેઈન્ટેનન્સ પેટે લીધેલ અને તમામ મિલકત ધારકોને એવા પાકા વચન, વિશ્વાસ અને ખાત્રિ આપેલ કે થોડા સમય બાદ આ સંકુલમાં જ્યારે રહીશો/ઓનર્સની કમિટી બની જાય ત્યારે ઉપરોક્ત રકમ રહીશો/ઓનર્સની કમિટી બની જાય ત્યારબાદ આ સમગ્ર મેઈન્ટેનન્સ પેટે આવેલ રકમ તથા તેનો હિસાબ અને વહીવટ કમીટીને સોંપી આપશે. આવી વાતો કરીને તમામ રહીશોનો વિશ્વાસ સંપાદિત કરીને આરોપીઓ દ્વારા તમામ ફ્લેટ ધારકો પાસેથી મેઈન્ટેનન્સ પેટે રકમ ઉઘરાવેલ.
ત્યારબાદ ઘણો સમય વીતી ગયેલ હોવા છતાં ઉપરોક્ત વિગતેનો કોઈ હિસાબ તથા વહીવટ આ કામના આરોપીઓ દ્વારા મિલકતધારકોને આપવામાં આવેલ નહીં કે સંકુલનું મેઈન્ટેનન્સ પણ સરખી રીતે કરવામાં આવેલ નથી. આથી અમો તમામ ફ્લેટધારકો દ્વારા આ અંગે આરોપીઓને જણાવતા અને તમામ વહીવટ તથા હિસાબો આપવા જણાવતા આરોપીઓ દ્વારા ગોળ-ગોળ જવાબો આપીને સમય પસાર કરતાં ગયેલ અને ફ્લેટ ધારકોને કોઈ હિસાબ કે વહીવટ આપેલ નહીં અને સંકૂલનું વ્યવસ્થિત મેઈન્ટેનન્સ પણ કરેલ નહીં.
આ અંગે ફરીથી તમામ ફ્લેટ ધારકોએ આરોપોને જણાવતા અને તમામ હિસાબ અને વહીવટ માંગતા આરોપીઓ દ્વારા ફરીથી અવનવા બહાનાઓ બતાવવવા લાગેલ અને હજુ સંકુલનું AOP બનાવવામાં નથી અને કોઈ કમીટી નીમવામાં આવેલ નથી તેવા બહાનાઓ બતાવીને સમય પસાર કરેલ અને વહીવટ તથા હિસાબો આપવામાં આવેલ નહીં. ત્યારબાદ સંકૂલના ઼તમામ મિલ્કત ધારકો દ્વારા સદરહું સંકુલનું ‘Speedwell Heights Flats Owners Society Association’ નામથી AOP પણ બનાવેલ અને તેમાં કુલ ૧૫ (પંદર) લોકોની કમીટી બનાવવામાં આવેલ. જેમાં પ્રમુખ તરીકે અમો ફરીયાદી વિરલકુમાર મનસુખભાઈ પાનશેરીયા, ઉપપ્રમુખ તરીકે મિતેષ રમણીકભાઈ રાડિયા, ખજાનચી તરીકે વિપુલ ધીરજલાલ માકડીયા, મંત્રી તરીકે પરેશકુમાર નાથાભાઈ ભીમાણી, સહમંત્રી તરીકે ગૌતમ પ્રવીણભાઈ કાલરીયા અને સભ્ય તરીકે પરેશ ગોરધનભાઈ ભેંસદડીયા, અલ્પેશ નરભેરામ વડઘાસિયા, વિપુલ રમેશભાઈ દાવડા, હાર્દિકકુમાર વલ્લભભાઈ જારસાણીયા, નીતિકુમાર સુભાષભાઈ ભૂત, ગૌતમકુમાર પ્રવીણભાઈ પાડલિયા, અક્ષયકુમાર ચંદ્રકાન્તભાઈ બેરા, મનોજ ભગવાનજીભાઈ કાકડિયા, ભાવેશભાઈ લક્ષ્મણભાઈ રૈયાણી તથા અમરીશકુમાર જયંતીલાલ દેલવાડિયા નિમાયેલ છે અને સોસાયટીના તમામ ફ્લેટ ધારકોની મંજૂરી લઈને બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવેલ છે.
અવાર-નવાર એસોશીએશન દ્વારા બિલ્ડર્સ ભાગીદારોને વિનંતી કરવા છતા હિસાબો આપવામાં આવતા નથી અને મેઈન્ટેન્સમાં ધાંધીયા કરવામાં આવે છે. કરોડો રૂપિયાની છેતરપીંડી કરી અંગત ઉપયોગમાં બિલ્ડરોએ નાણા વાપરી નાખ્યા હોય કાયદાકીય પગલા લેવા માંગણી કરવામાં આવી હતી
(3:38 PM IST)










