<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વૃદ્ધાશ્રમમાં લાગણીવશ બની વૃદ્ધ માતાએ ભીની આંખે આશીર્વાદ આપ્‍યા, અને સંધ્‍યાબેન ગેહલોતની આંખોમાંથી અશ્રુધારા વહી : પોલીસનું નામ પડતા લોકોના મનોઃ ચક્ષુ સમક્ષ અણગમતી છબી ઉપસે છે..પરંતુ દરેક અધિકારી કે સ્‍ટાફ આવા જ છે તે માની લેવું વધુ પડતું છે, ચાલો બીજું સ્‍વરૂપ પણ નિહાળીએ સુરત સીપી અનુપમસિંહ ગેહલોત પરિવાર માફક CIDના એડિશનલ ડીજી અને જેમના ચિત્રો વિશ્વની આર્ટ ગેલેરીઓમાં ગુજરાતનું ગૌરવ વધારે છે તેવા અજય ચોધરી દંપતિએ ઘરવિહોણા બ્રિજ નીચે રહેતા ગરીબ બાળકોને મીઠાઈ, કપડા આપી તેમની સાથે ફટાકડા ફોડયા રાજકોટના પૂર્વ ડીસીપી, માણસ પારખું ips કે જેઓ હાલ અરવલ્લી એસપી છે, તેઓએ મેઘરજ તાલુકાના નાના ગામના જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી ઉજવી, આજ પ્રકારે કેશોદના એસપી બિપીનચંદ્ર ઠક્કરે શ્રમિક લોકોને પ્રેમપૂર્વક પોતાની ઓફિસે તેડાવી મીઠાઈના બોક્ષ આપી આશીર્વાદ મેળવી કાઠિયાવાડી પરંપરા નિભાવી બનાસકાંઠા એસપીના કાર્યકાળ દરમિયાન હાલના રાજકોટ રેન્‍જ ig અશોક કુમાર યાદવે ૧૦૦ દિકરીઓ દતક લેવા સાથે તેમના અભ્‍યાસ ખર્ચની જવાબદારી લીધી છે, અહીંજ જન્‍મ દિવસ મોટા ભાગે ઉજવે, આવા સિનિયર IPS દિવાળી વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવી તેમને સન્‍માન આપવાના કાર્યથી સંતોષ માને છે, જે પ્રેરણારૂપ છે2:42 PM IST

રાજકોટમાં ટ્રીપલ મર્ડર : બે સગા ભાઇ વિજય પરમાર, સુરેશ પરમાર અને સામા પક્ષે અરૂણ બારોટની ક્રુર હત્‍યા : ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં બનાવથી પોલીસના ધાડેધાડા : ઘટનાને પગલે કારમાં તોડફોડ કરવામાં આવીઃ કારમાં ‘પ્રેસ' લખેલુ હતું: હુમલામાં ઘાયલ ૪૫ વર્ષના સુરેશભાઇ વશરામભાઇ પરમાર અને ૪૦ વર્ષના વિજયભાઇ વશરામભાઇ પરમારના રાત્રે મૃત્‍યુઃ સારવાર દરમિયાન વહેલી સવારે ૨૧ વર્ષના અરૂણ વિનોદભાઇ રાઠોડે દમ તોડયોઃ માલવીયાનગર પોલીસે સામ-સામે ગુનો દાખલ કર્યો : દિવાળી પર્વ રક્‍તરંજીત થયું: પરિવારોમાં માતમ : રમણે ‘આજે તો તમને પતાવી દેવા છે તેમ કહ્યું અને તેના મિત્રોએ સુરેશભાઇને પકડી લીધા, પછી રમણે એક છરી અરૂણને આપી દીધી હતી, અરૂણે પહેલા સુરેશભાઇને બે-ત્રણ ઘા મારી દીધા, બાદમાં વચ્‍ચે પડેલા વિજયભાઇ અને સુરેશને પણ છરી ઝીંકાઇ : સુરેશભાઇએ મહેમાનના બાઇકને કારથી ઉલાળનારા અરૂણને સમજાવ્‍યો કે-દિવાળી પર્વ છે ઝઘડો નથી કરવો, ત્‍યારે અરૂણે-તમારે મસ્‍તી જ કરવી હોય તો હું હથીયાર મંગાવી લઉં કહી ફોન કરી પોતાના ભાઇ રમણને બે છરીઓ, બેટ સાથે બોલાવ્‍યો3:05 PM IST

.6:03 PM IST

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે ભવ્ય રીતે કાળી ચૌદશ સમૂહ યજ્ઞપૂજન મહોત્સવ ઉજવાયો : પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ દર્શન કર્યા : હજારો હરિભક્તોએ - યજમાનોએ હનુમાન દેવના પૂજન, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ, મારુતિ યજ્ઞ પૂજન દર્શન વગેરેના દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો : શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઇડરી વાળા રામ લખેલા વિશેષ વાઘા, સિંહાસનને ગુલાબના ફૂલોથી શણગાર : મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી,શણગાર એવં અન્નકૂટ આરતી શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા),છડી અભિષેક આરતી સ્વામી શુકદેવપ્રસાદદાસજી દ્વારા કરાઈ5:10 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST