તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
દિવાળી-નુતનવર્ષની શુભેચ્છા પાઠવતા રામભાઇ મોકરીયા

રાજકોટ, તા. ર૦ : રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ દિવાળી-નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે
દિવાળીનું પાવન પર્વ, સમગ્ર દેશમાં, પ્રકાશ, આનંદ અને પ્રેમનો સંદેશ લાવે છે.
અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિક બનેલ આ પવિત્ર તહેવાર, હિન્દુઓના આદ્ય દેવ ભગવાન શ્રીરામ, લંકાના અહંકારી રાજા રાવણ નો વધ કરી, પવિત્ર અયોધ્યા નગરીમાં પુનઃપ્રવેશ કરે છે. તેની યાદમાં ઉજવવામાં આવે છે. જે આપના જીવનમાં નવી ઉર્જા, નવી આશા અને સુખ-શાંતિ અર્પે તેમજ આપની સાત્વિક મનોકામનાઓને આગામી નવા વર્ષમાં સફળતા મળે, નવી ઉર્જા ફેલાય અને આગામી તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ પર્વતાધિરાજ શ્રી ગોરધન પર્વતની પૂજા થી શરુ થતા વિક્રમ સવંત ૨૦૮૨ ના નવા વર્ષમાં સમગ્ર વિશ્વમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ, આપ સૌ તથા આપના સમગ્ર કુટુંબીજનો ના જીવનમાં આરોગ્ય, સમળદ્ધિ અને સફળતા મળે, તેવી હ્રદયથી શુભકામના પાઠવું છું. ચાલો આપણે સૌ સાથે મળીને આપણા યસસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વૅનું વિકસિત ભારત બનાવવા અને સને ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વનું સુપર પાવર રાષ્ટ્ર બાનાવવા માટે દેશના સર્વાંગી વિકાસ અને એકતા અર્થે સૌહાર્દથી કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતાથી દેશ સેવાનાં કામે લાગી જઈએ.
દિવાળી અને નવા વર્ષમા આપ સર્વે ની સુખ શાંતિ જળવાઈ તેમજ સ્વાસ્થય સારું રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરુ છું, તેમ અંતમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે.
(3:06 PM IST)










