તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
વિશ્વકર્મા વિશ્વના દિપોત્સવી વિશેષાંકનું વિમોચન

રાજકોટ : રમ્ય પબ્લિકેશન દ્વારા પ્રકાશિત મલ્ટી મીડિયા મેગેઝીન વિશ્વકર્મા વિશ્વના દીપોત્સવી વિશેષાંકનું વિમોચન રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વકર્મા વિશ્વના તંત્રી પ્રવીણ ગજજર, ગુર્જર સુતાર કન્યા છાત્રાલયના ચેરમેન અને ઉદ્યોગપતિ જગુભાઈ ભારદીયા, કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અને જીએચપી ગ્રુપના પ્રમુખ યોગીન છનિયારા અને ગુર્જર સુતાર પ્રગતિ મંડળના અધ્યક્ષ એડવોકેટ અરવિંદભાઈ ગજજર ઉપસ્થિત રહયા હતા.
ર૩ વર્ષ પહેલા પૂ. મોરારીબાપુના હસ્તે વિશ્વકર્મા વિશ્વનો પ્રારંભ થયો ત્યારથી દર વર્ષે દીપોત્સવી અંક પ્રસિદ્ધ કરવાની ઝળહળતી પરંપરા શરૂ થઇ છે. જે આજે પણ ચાલુ છે. આ વર્ષે પણ રમ્ય પબ્લીકેશન દ્વારા દીપોત્સવી પર્વ નિમિત્તે વિશ્વકર્મા વિશ્વ દીપોત્સવી વિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
૧૧૨ પાનાના દળદાર વિશ્વકર્મા વિશ્વના દીપોત્સવી વિશેષાંકમાં પ્રસિદ્ધ લેખકો, પત્રકારોની કલમનો પ્રસાદ પીરસવામાં આવ્યો છે. જેમાં લેખક પત્રકાર મુંબઇના આશુ પટેલ, સરદાર ધ ગેમ ચેન્જર જેવું યાદગાર પુસ્તક આપનાર લેખિકા, પત્રકાર ગીતા માણેક, રખડે એ રાજા સહિતના પુસ્તકો આપનાર લેખક અને પત્રકાર લલિત ખંભાયતા, લેખક અને પત્રકાર કૌશિક મહેતા ઉપરાંત ભાવનગરના અમળત પરમાર, શ્રી જોરાવરસિંહ જાદવ, નટવર આહલપરા, હસમુખ બોરાણીયા, ભરત સુરેલીયા, અનિલ ખારેચા, ભાવિન કથેચા, પલલ્વી જીતેન્દ્ર મિષાી સહિતના લેખકોના લેખો, વાર્તાથી દીપોત્સવી વિશેષાંક સમળદ્ધ બન્યો છે.
વિશ્વકર્મા વિશ્વ દર મહિનાની ૧૦મીએ પ્રકાશિત થાય છે. લવાજમ ભરવા તેમજ વધુ માહીતી માટે મો. ૯૦૯૯૯ ૪૯૫૬૫) યાજ્ઞિક રોડ પર રાજેશ બુક સ્ટોલમાંથી પણ મળી રહેશે. (સંપર્ક : પ્રવીણ ગજજર, રમ્ય પબ્લીકેશન, ૩૨૦ હીરાપન્ના, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ.
(3:30 PM IST)










