News of Monday, 20th October 2025
જામનગર રોડ પથીકાશ્રમ પાસેથી ચોરાઉ એકટીવા સાથે કશ્યપ પકડાયો
ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. જયરાજભાઇ કોટીલા, રાજેશભાઇ જળુ અને પ્રદીપસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા.૨૦: જામનગર રોડ પર પથીકાશ્રમ સામે ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર એક શખ્સ ચોરાઉ એકટીવા લઇને ઉભો હોવાની ક્રાઇમબ્રાંચના હેડકોન્સ. જયરાજભાઇ કોટીલા, રાજેશભાઇ જળુ તથા પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતા સ્ટાફ સાથે જામનગર રોડ પથીકાશ્રમ પાસેથી કશ્યપ રમણીકભાઇ જંજવાડીયા (ઉ.વ.૨૬) (રહે.આર.ટી.ઓ. કચેરી પાછળ હુડકો કવાર્ટર બ્લોક નં.ઇર/ર ને ચોરાઉ એકટીવા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા, એ.એસ.આઇ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, હેડકોન્સ.દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, સંજયભાઇ રૂપાપરા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, કોન્સ.વિશાલભાઇ દવે દ્વારા કરવામાં આવી હતી.(૨.૧૯)
(2:48 PM IST)










