<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

વિજાપુરના જેપુર ગામે ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો : પિતા-પુત્ર ગંભીર

ગંભીર રીતે દાઝેલા પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા: પત્નીને સામાન્ય ઈજા: રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટ્યા, ઘરવખરીને નુકસાન થયું

મહેસાણાના વિજાપુરના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ભયંકર ઘટના ધટવા પામી છે. ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રીઝમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં પિતા-પુત્ર બન્ને ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે પત્નીને સામાન્ય ઈજા થવા પામી હતી. રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટ્યા, ઘરવખરીને નુકસાન થયું હતું. બ્લાસ્ટની તીવ્રતાથી રસોડાની બહારનો ઝૂલો પણ આગની લપેટમાં આવ્યો હતો. 

  આડોશી-પાડોશીઓએ તાત્કાલિક દોડી આવીને બ્લાસ્ટને કારણે લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગંભીર રીતે દાઝેલા પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. ઘટનાની જાણ પોલીસને કરાતા, બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ફ્રિજ બ્લાસ્ટના પગલે જેપુર ગામના આંબાવાડીયા વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.

 


 

(10:55 PM IST)