<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

અમદાવાદમાં દિવાળી નિમિત્તે ભદ્રકાળી મંદિરે માતાજીનો વિશેષ શૃંગાર કરાયો : હજારો ભક્તો માતાના આશીર્વાદ મેળવવા મંદિરે ઉમટી પડ્યા

વધતી ભીડને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સરળતા માટે રાત્રે ૧૨ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવાનું નિણર્ય

અમદાવાદમાં દિવાળી નિમિત્તે ભદ્રકાળી મંદિરે માતાજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. અજવાળી અમાસના પવિત્ર દિવસે હજારો ભક્તો માતાના આશીર્વાદ મેળવવા મંદિર ખાતે ઉમટી પડ્યા છે.મંદિર પરિસરમાં આજે સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વધતી ભીડને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સરળતા માટે રાત્રે ૧૨ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવાનું નિણર્ય લેવામાં આવ્યો છે.

 



 

(12:48 AM IST)