<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

જમાઅતે ઇસ્‍લામી હિંદ દ્વારા ૩૬ કર્મશીલોને એવોર્ડ

પેગમ્‍બર સાહેબ-પવિત્ર પરિવર્તનના પથદર્શક અભિયાન અંતર્ગત અમદાવાદમાં સ્‍ટાર્ટ ઓફ ધી ઉમ્‍મત એવોર્ડ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, તા.,૨૦ : પ્રશંસા કે ખ્‍યાતિની ખેવના વગર ફક્‍ત અલ્લાહની પ્રસન્નતા માટે જ પોતાની આખી જિંદગી સમાજ સેવામાં અર્પણ કરનાર સમાજના નિઃસ્‍વાર્થ કાર્યકરોની કદર કરવા અમદાવાદના જમાઅતે ઈસ્‍લામી હિંદ, ગુજરાત દ્વારા પયગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબ-પવિત્ર પરિવર્તનના પથદર્શક અભિયાનના ભાગરૂપે યોજાયેલ સ્‍ટાર્સ ઓફ ધી ઉમ્‍મત એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાતના કુલ ૩૬ સેવાભાવી વ્‍યક્‍તિઓને એવોર્ડ એનાયત કરી તથા શાલ ઓઢાડી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હઝરત મુફતી અહમદ દેવલા (દા.બ.) (કન્‍વીનર, ઓલ ઈન્‍ડિયા મુસ્‍લિમ પર્સનલ લો બોર્ડ, ગુજરાત), હઝરત સૈયદ મોઈનુદ્દીન કમાલુદ્દીન રિફાઈ (સજજાદનશીન ખાનકાહે રિફાઈયા), બરોડા મેનેજિંગ ટ્રસ્‍ટી રિફાઈ એકેડમી એન્‍ડ વેલ્‍ફેર ટ્રસ્‍ટ), ડો. બચુભાઈ દેસાઈ (MD, કાઉન્‍ડર મેમ્‍બર અલઅમીન હોસ્‍પિટલ, મેડિકલ ક્ષેત્રના પ્રખર કર્મશીલ), જમાઅતે ઈસ્‍લામી હિન્‍દના રાષ્‍ટ્રીય સચિવ મોહતરમા શાઈસ્‍તા પરવીન અને JIH, ગુજરાતના અમીર ડો. મુહમ્‍મદ સલીમ પટ્ટીવાલા (રિટાયર્ડ ડેપ્‍યુટી ડિરેક્‍ટર ઓફ હેલ્‍થ, ગુજરાત સરકાર) ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો.નિસાર અહેમદ અન્‍સારી અને એડવોકેટ તાહિર હકીમના હસ્‍તે પણ મહાનુભાવોને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

પ્રોગ્રામમાં શિક્ષણક્ષેત્રે યોગદાન આપનારા પ્રોફેસર અબ્‍દુર રહેમાન ટી સિંધી-પાલનપુર, જત અલીમોહમ્‍મદ મામદ-કચ્‍છ, શફીભાઈ મલેક-અમદાવાદ, મૌલાના નિસાર અહમદ પટેલ-ઝાલોદ, મોહમ્‍મદ ઝુબેર કુરેશી, ઈર્શાદભઈ મૌલાના હબીબુર રહેમાન વ્‍હોરા-આણંદ, સોહેલ મોહમ્‍મદ રફીક ઇસબ-વલસાડ, ડો.સાજિદ મોગલ, ડો. મોહમ્‍મદ હુસેન-વડોદરા, અબ્‍દુલ રહીમ પી. ભાયલા-મોડાસાને બચુભાઈ દેસાઈના હસ્‍તે એવોર્ડ આપી તથા શાલ ઓઢાડી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. મહિલા સશક્‍તિકરણ ક્ષેત્રે યોગદાન આપનારા ફલકનાઝબાનું કુરેશી-અમદાવાદ, સફિયા વ્‍હોરા-પાલનપુર, સુમૈયા હબીબ શેખનું શાઈસ્‍તા પરવીન દ્વારા સન્‍માન કરાયું હતું. કાનૂની અને ન્‍યાયક્ષેત્રે યોગદાન આપનારા સુહેલ તિરમિઝી-અમદાવાદ, ડો. અકિલ સૈયદ-આણંદ, ઈકબાલ શેખ-અમદાવાદ, ગ્‍યાસુદ્દીન શેખ-અમદાવાદ, અસલમ સાયકલવાલા-સુરતને હઝરત સૈયદ મોઈનુદ્દીન કમાલુદ્દીન રિફાઈ દ્વારા સન્‍માનિત કરાયા હતા. સામાજિક ક્ષેત્રે યોગદાન આપનારા હારૂન રશીદ સૈયદ ખાડીયા, જાવેદ વ્‍હોરા, હાફિઝ ઈરફાન યુસુફ પટેલ-ઝાલોદ, અંજુમ સોરા, હિદાયતુલ્લાહખાન પરમાર, વકારભાઈ કાઝી, સુલેમાન ખાનજી, સુલેમાન ગુલામમહંમદ મેમણ-વડોદરા, ફિરોઝખાન યુસુફખાન પઠાણનું નિસાર અહેમદ અન્‍સારીએ સન્‍માન કર્યું હતું. યારે આરોગ્‍ય, સ્‍પોર્ટ્‍સ તથા અન્‍ય ક્ષેત્રોમાં યોગદાન આપનારા એડવોકેટ મોહમ્‍મદ નવેદ અબ્‍દુલ રઝાક શેખ, સાજીદખાન અહેમદખાન પઠાણ-સુરત મુસ્‍તાક મોહમ્‍મદ ગુલામ હૈદર કાઝી, ફૈઝલ અહમદ બેરા અને ગફારભાઈ કુરેશ-ગીર સોમનાથનું સલીમ પટ્ટીવાલા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. હબીબ શેખ અને હામિદભાઈ મેમણનું સમાજ સેવામાં યોગદાન બદલ સન્‍માન કરાયું હતું. આમ, કુલ ૩૯ લોકોને સેવાક્ષેત્રે બિરદાવી સ્‍ટાર્સ ઓફ ધી ઉમ્‍મત એવોર્ડથી અને શાલ ઓઢાડી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

 ડો. બચુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, જીવનમાં શિક્ષણ હાંસલ કરવું ખૂબ જ જરૂરી છે. હજી આપણે ઘણી સ્‍કૂલો, કોલેજો ખોલવાની જરૂર છે તેમજ યુનિવર્સિટી પણ બનાવવાની છે. જેથી સમાજ આગળ વધી શકે. શાહિસ્‍તા પરવીને કાર્યક્રમનો હેતુ જણાવતાં કહ્યું હતું છે, આજે પછા આપણી પડખે છે. આશા પડતી ન હતી. ત્‍યારે આ અભિયાને આપણને નવી દિશા દેખાડી છે. જેના માટે JIH, ગુજરાતની આ પહેલ બિરદાવવા લાયક છે.

સૈયદ મોઈનુદ્દીન કલામુદ્દીન રિફાઈએ જણાવ્‍યું હતું કે, આ એવોર્ડ કાર્યક્રમ એટલા માટે જરૂરી હતો કે, જેથી સેવાભાવીઓના છે કામથી લોકોને પ્રેરણા મળે અને લોકો પણ સમાજ સેવાના કાર્યોમાં સહભાગી થાય.

સલીમ પટ્ટીવાલાએ જણાવ્‍યું હતું કે, આપણે સમાજને ફાયદો પહોંચાડવાનો કરવાનો આ અભિયાનથી જણાવાયું કે, આ આપણું પણ સન્‍માન છે કે, અમે આવા લોકોને બોલાવી સન્‍માન કરી શકયા જે સતત સેવાક્ષેત્રે અગ્રેસર રહ્યા. લોકોએ સમાજમાં આપવાવાળો પણ  બનવો જોઈએ જેથી એકને જોઈ અન્‍ય પણ સેવા માટે આગળ વધે અને પ્રોત્‍સાહિત થાય.

મુફતી અહમદ દેવલાએ જણાવ્‍યું હતું કે, સમાજના જે સિતારાઓ છે તેમને સન્‍માન કરવાનો આ શાનદાર કાર્યક્રમ હતો. આવા કાર્યક્રમો ઓછા જોવા મળે છે. લોકોમાં સૌથી વધુ શ્રેષ્ઠ એ છે જે અન્‍ય માટે નફાકારક હોય. માનવતા માટે કામ કરનાર વ્‍યક્‍તિથી પ્રોત્‍સાહિત થઈ તમામ લોકોએ સેવામાં અગ્રેસર રહેવું જોઈએ.

કાર્યક્રમને સફળ બનાવવા જમાઅતે ઈસ્‍લામી હિંદ, અમદાવાદના પ્રમુખ ઈકબાલ મિરઝા, સહસંયોજક ડો. ઈકતેખાર મલિક, સીરત અભિયાન કન્‍વીનર શકીલ અહમદ રાજપૂત અને તેઓની સમગ્ર ટીમ દ્વારા મહેનત કરવામાં આવી હતી.

(2:28 PM IST)